Gujarati News

Gujarati News

News of Saturday, 7th December 2019

પત્રકારત્વ ક્ષેત્રનો પ્રતિષ્ઠિત સ્વ.શ્રી ગુણવંતભાઈ ગણાત્રા એવોર્ડ હાંસલ કરતી રાધિકા વ્યાસ

૫૪માં પદવીદાન સમારોહમાં રાજયપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે એનાયત

રાજકોટ, તા. ૭ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો આજે ૫૪મો વાર્ષિક પદવીદાન સમારંભ ખૂબ ભવ્યતાથી યોજાયો હતો. જેમાં ૫૭ તેજસ્વી વિદ્યાર્થીઓને સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવ્યા હતા. પત્રકારીત્વ ક્ષેત્રે પ્રતિષ્ઠિત સ્વ.શ્રી ગુણવંતભાઈ લાલજીભાઈ ગણાત્રા (અકિલા જય સૌરાષ્ટ્ર પ્રેસ) સુવર્ણચંદ્રક તેજસ્વી વિદ્યાર્થીની વ્યાસ રાધિકા જીતેન્દ્રકુમારને એનાયત થયો છે.

આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલાધિપતિ મહામહીમ રાજયપાલ શ્રી દેવવ્રત આચાર્ય અને ભાગવતાચાર્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝા અને શિક્ષણમંત્રી શ્રી ભુપેન્દ્રસિંહજી ચુડાસમાના હસ્તે રાધિકા વ્યાસને ૨૦૧૮ - ૧૯ના વર્ષમાં પત્રકારત્વમાં સૌથી વધુ ગુણ મેળવવા બદલ એનાયત કરવામાં આવ્યો હતો.

અત્રે એ ઉલ્લેખનીય છે કે પત્રકારત્વ ક્ષેત્રે છેલ્લા એક દાયકાથી દર વર્ષે તેજસ્વી વિદ્યાર્થીઓને એનાયત કરવામાં આવે છે. ગોલ્ડમેડલ મેળવનાર વિદ્યાર્થીઓ આજે મીડિયા ક્ષેત્રે ટોચના સ્થાને કાર્યરત છે.

(4:10 pm IST)