Gujarati News

Gujarati News

News of Saturday, 7th December 2019

કચરામાંથી વિજળીઃ ઢોર ડબ્બાના બાયો ગેસ પ્લાન્ટથી લાઇટો ઝળહળશે

સોમવારે મળનાર સ્ટેન્ડીંગ કમીટીની બેઠકમાં દરખાસ્તઃ વિવિધ વિકાસ કામોની ર૮ દરખાસ્તોનો લેવાશે નિર્ણય

રાજકોટ તા. ૭ :.. શહેરમાં ઉત્પન્ન થતાં કચરામાંથી બાયો મિથેનેશના ગેસ મારફત તેમાંથી વિજળી ઉત્પન્ન કરવાનો  પ્લાન્ટ શહેરનાં ૮૦ ફુટ રોડ પર આવેલ મ્યુ. કોર્પોરેશનનાં ઢોર ડબ્બા પાસેનાં વંડામાં નાખવામાં આવ્યો છે. હવે આ પ્લાન્ટને ઓપરેશન એન્ડ મેઇન્ટેનેન્શનો કોન્ટ્રાકટ રાધવેન્દ્ર ગ્રીનટેકનો લી.ને આપવાની દરખાસ્ત આગામી તા. ૧૦ ને સોમવારે મળનારી સ્ટેન્ડીંગ કમીટીમાં લેવાનાર છે.

આ અંગે મ્યુ. કમિશ્નરે કરેલી દરખાસ્તામાં જણાવાયુ છે ૮૦ ફુટ રોડ ઢોર ડબ્બાની બાજૂમાં બનાવાયેલ બાયો મિથેનેશન ગેસ લાન્ટ કે જેમાં ઢોર ડબ્બાની નિરણ-ગોબર ઉપરાંત એંઠવાડ જેવા કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરીને તેમાંથી બાયો મિથેઇન ગેસ ઉત્પન્ન થાય છે.

આ ગેસ વિવિધ ક્ષેત્રમાં ઇંધણ માટે ઉપયોગી થતો હોઇ તેનો ગેસ જનરેટર મારફત વિજળી ઉત્પન્ન કરવામાં ઉપયોગ થઇ શકે છે.

આ 'બાયો ગેસ' પ્લાન્ટ ઓપરેશન અને મેઇન્ટેન્શનાં માસિક ૮પ હજારનાં ખર્ચે 'રાઘવેન્દ્ર ગ્રીનટેક લી.ને' આપવા દરખાસ્ત છે.

દરમિયાન ઇજનેરી સુત્રોનાં જણાવ્યા મુજબ આ ગેસ પ્લાન્ટમાંથી જે વિજળી ઉત્પન્ન થાય છે. તેમાંથી ઢોર ડબ્બાની લાઇટો તેમજ બાજુમાં આવેલ સેન્ટ્રલ સ્ટોર્સનાં ગોડાઉનની લાઇટો થાય છે. આથી વીજ બીલનો ખર્ચ બચે છે.

હાલમાં આ ગેસો પ્લાન્ટ બંધ છે. જેને કાર્યાન્વીત કરવા માટે આ પ્લાન્ટનો ઓપરેશન અને મેઇન્ટેનન્શનો વાર્ષિક કોન્ટ્રાકટ આપવા દરખાસ્ત છે.

આ ઉપરાંત સોમવારે મળનાર સ્ટેન્ડીંગ કમીટીની બેઠકમાં વિવિધ તબીબી સહાય રેસકોર્સમાં પ્રતિ કામદાર દિઠ રૂ. ૧૯પ લેખે સફાઇ કામગીરીનો ત્રિ-વાર્ષિક કોન્ટ્રાકટ આપવા, હુડકો કોમ્યુનીટી સેન્ટરનું સંચાલન 'દતક યોજના' હેઠળ નટરજ ગ્રુપ સંસ્થાને સોંપવા ત્થા હુડકો કોમ્યુનીટી સેન્ટરનું સંચાલન રોટરી સંસ્થાને સોંપવા વરસાદી પાણી નિકાલ માટે ૯ ડી-વોટરીંગ પમ્પની ખરીદીનો ૯ લાખનો ખર્ચ મંજૂર કરવા સ્વાતંત્ર્ય પર્વની વિવિધ હરિફાઇનો ૪૦ હજારનો ખર્ચ મંજૂર કરવા આમ ઉપરોકત દરખાસ્તો સહિત કુલ ર૮ દરખાસ્તોનો નિર્માણ ચેરમેન ઉદય કાનગડનો અધ્યક્ષ સ્થાને મળનાર સ્ટેન્ડીંગની બેઠકમાં લેવાશે.

(4:09 pm IST)