Gujarati News

Gujarati News

News of Saturday, 7th December 2019

જયાં એલોપેથી ન ચાલે ત્યાં હોમિયોપેથી દોડેઃ ડો.જસવંત પાટીલ

તમામ રોગોનું કારણ મસ્તિસ્કઃ ડો.કુમાર ધવલે * રાજકોટમાં કાલે નેશનલ હોમીયોપેથીક અવેરનેસ સમિટ * આજે સાંજે ફેકલ્ટી ડેવલપેન્ટ વર્કશોપ * રાષ્ટ્રીય કક્ષાના આયોજન માટેની તૈયારીઓને આખરી ઓપ

રાજકોટ,તા.૭: આવતીકાલે રાજકોટમાં યોજાય રહેલ નેશનલ હોમિયોપેથીક અવેરનેસ સમિટ-૨૦૧૯માં ભાગ લેવા આવેલ મુંબઈના એમ.બી.બી.એસ.- એમ.ડી. અને હાલના હોમિયોપેથી નિષ્ણાંત ડો.જશવંત પાટીલે 'અકિલા'ની શુભેચ્છા મૂલાકાત દરમિયાન જણાવ્યુ હતુ કે હોમીયોપેથી આજે દુનિયાની સૌથી ઝડપથી સ્વીકાર્ય બનતી જતી સારવાર પધ્ધતિ છે.

તેઓએ જણાવેલ કે કોઈપણ રોગની સારવારમાં જયારે એલોપેથી હથીયાર હેઠા મૂકી દયે છે. ત્યારે હોમિયોપેથી પોતાની તાકાત બતાવવામાં સક્ષમ પૂરવાર થાય છે.

શરદી- તાવ જેવી સામાન્ય બીમારીમાં જ હોમિયોપેથીક દવા લેવાની હાલ જે માન્યતા પ્રસરી રહી છે. તે ગેરવ્યાજબી છે. હકીકતમાં કેન્સર જેવી ગંભીર બીમારી સામે લડવાની પણ કાબેલીયત ધરાવે છે. એવા અનેક કિસ્સા બન્યા છે. જેમાં ત્રીજા ચોથા સ્ટેજના કેન્સરના દર્દીને હોમિયોપેથીક સારવારથી મોટી રાહત મળી હોય છે.

અહીં એલોપેથીક સારવારને ઉતરતી માનવાનું પણ કોઈ કારણ નથી. દરેક પેથી તેમની જગ્યાએ બરાબર કામ આપે છે.

એવુ ચોકકસ કહી શકાય કે પહેલા કરતા હોમિયોપેથી હવે વધુ સ્વીકૃત અને ઝડપી બની છે.

આવા જ અન્ય મુંબઈના એમ.બી.બી.એસ.- એમ.ડી. અને હોમિયોપેથી નિષ્ણાંત ડો.કુમાર ધવલે જણાવ્યુ હતુ કે કોઈપણ રોગોની જડ મસ્તિક છે. મસ્તિસ્ક અસંતુલિત થાય એટલે રોગની શરૂઆત થાય છેે. એટલે સ્ટ્રેશ મુકત રહેવુ સલાહ ભર્યુ છે. તમે જેટલા ખુશનુમા વાતાવરણમાં રહેશો  એટલા વધુ સાજા સારા રહેશો. હોમિયોપેથીકમાં આ રીતે જ ઈલાજ થતો હોય ધારી સફળતા મળે છે.

રાજકોટ સ્થિત એચ.એન.શુકલ, આર્યવીર, ડાંગર અને કામદાર હોમીયોપેથીક કોલેજ દ્વારા આંતરરાષ્ટ્રીય કક્ષાના વિષય નિષ્ણાંતોના બે દીવસીય સેમિનારનું આયોજન થયુ છે. તેમાં ડો.કુમાર ધવલે અને ડો.જસવંત પાટીલ ભાગ લેવા આવેલ છે.

ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ અંતર્ગત ઉપરોકત ચાર કોલેજો દ્વારા આજે તા.૭ના પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ ખાતે બ્રેક આઉટ સેસન ઉપરોકત નિષ્ણાંતો દ્વારા લેવામાં આવશે. આ વર્કશોપમાં ઉપરોકત આંતર રાષ્ટ્રીય સ્પીકર દ્વારા કોલેજના ફેકલ્ટી ઉચ્ચસ્તરનું મેડિકલ એજયુકેશન કલાસરૂમ અને કલીનીકલ સેટઅપમાં આપી શકે તેની ખાસ સ્પેશ્યલાઈઝડ ટ્રેનિંગ મેળવશે. જેથી કોલેજના વિષય નિષ્ણાંત ફેકલ્ટી દ્વારા વિદ્યાર્થીઓને સમગ્ર વર્ષ દરમ્યાન અસરકારક સફળ હોમીયોપેથીક ડોકટરની તાલીમ આપી શકાય તેવા રેગ્યુલર પ્રોગ્રામ કરવામાં આવશે.

કાલે તા.૮ના પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ ખાતે ૮૦૦થી વધુ હોમિયોપેથીક તબીબો, પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીઓ હાજર રહીને હોમીયોપેથી દ્વારા આજના જમાનાના વિવિધ અસાધ્ય મનાતા રોગો તથા માનસિક સ્વાસ્થ્ય અને મનોશારીરીક રોગો માટેની અત્યાધુનિક હોમીયોપેથીક સારવાર વિશે ઉપરોકત સ્પીકર પાસેથી માર્ગદર્શન તથા લાઈવ વિડિઓ કેસ દ્વારા સમજણ મેળવશે.

નેશનલ હોમીયોપેથીક અવેરનેસ સમિટ- ૨૦૧૯ માટે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલ, સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના વાઈસ ચાન્સેલર ડો.નીતિનભાઈ પેથાણી તથા પ્રો.વાઈસ ચાન્સેલર ડો.વિજયભાઈ દેશાણીએ શુભેચ્છાઓ પાઠવેલ છે.

આ રાષ્ટ્રીય કક્ષાના આયોજનમાં હોમીયોપેથીક કાઉન્સિલના પ્રમુખ ડો.હરેશ પટેલ, રજીસ્ટ્રાર ઉપાધ્યાય મેમ્બર્સ ડો.ભાસ્કરભાઈ જે.ભટ્ટ, ડો.વૈભવ રાવ, ડો.ગિરીશ પટેલ, ડો.કલ્પિત સંઘવી, ડો.ગોરધન કોશિયા, ડો.હિતેશ હડિયા, ડો.રાજેશ બ્રહ્મભટ્ટ, ડો.હેમેન્દ્ર ચાવડા, ડો.યોગેશ પંડયા, ડો.ચેતન પટેલ હાજર રહેશે.

આયોજનમાં હોમીઓપેથી મેડિકલ એસોસિએશન ગુજરાત બ્રાન્ચના પ્રમુખ ડો.કેયુર મજમુનદાર, જન.સેક્રેટરી, ડો.શિવાંગ સ્વામિનારાયણ, રાજકોટ યુનિટના પ્રમુખ ડો.મયુરી સંઘવી, સેક્રેટરી ડો.વિમલ રાચ્છનો સક્રિય સહયોગ મળેલ છે.

આ સમગ્ર આયોજનમાં હોમીયોપેથીક કોલેજોના ટ્રસ્ટીઓ સર્વશ્રી ડો.નેહલભાઈ શુકલ, ડો.મેહુલભાઈ રૂપાણી, ડો.કલ્પિત સંઘવી, જનકભાઈ મહેતા, પરેશભાઈ કામદારનો ઉદાર હાથે ફાળો મળેલ છે.

આયોજનને સફળ બનાવવા આચાર્યશ્રીઓ ડો.કલ્પિત સંઘવી (મો.૯૮૨૪૨ ૨૪૫૬૦), ડો.શશીભૂષણ સિંઘ, ડો.મોની મજમુનદાર તથા કોન્ફરન્સ સેક્રેટરી ડો.અભિજીત ચેટરજી, આયોજન સમિતિના ડો.જયેશ વૈદ્ય, ડો.સૌનીલ માલવાનીયા, ડો.નીરવ શાહ, ડો.રાજેશ પટેલ, ડો.મનીષ ડાભી, ડો.સમીર કાનાણી, ડો.આનંદ કુશવાહ, ડો.દુષ્યંત પંડયા, ડો.પ્રશાંત શાહ, ડો.અજય શાહ, ડો.પૂર્વી અણદાણી, ડો.ગુંજા અકબરી વગેરે પ્રયત્નશીલ રહ્યા છે.

તસ્વીરમાં ''અકિલા'' ખાતે વિગતો વર્ણાવતા હોમિયોપેથીક તજજ્ઞો સર્વશ્રી ડો.કુમાર ધવલે, ડો.જસવંત પાટીલ, ડો.સવનીલ માલવાનીયા, ડો.કલ્પિત સંઘવી, ડો.જયેશ વૈદ્ય, ડો.મનીષ ડાભી, ડો.જયોતિબેન સોઢા, ડો.નિરવ શાહ, ડો.અભિજીત ચેટરજી, ડો.જનકભાઈ મેતા, ડો.રાજેશ પટેલ વગેરે નજરે પડે છે.(તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(4:07 pm IST)
  • 2014 થી 2019 ની સાલ દરમિયાન છેલ્લા 5 વર્ષમાં 61 લાખ ઉપરાંત ગર્ભપાતના કિસ્સા : લોકસભામાં કેન્દ્રના રાજ્યકક્ષાના સ્વાસ્થ્ય મંત્રી અશ્વિની ચૌબેનો લેખિત જવાબ access_time 8:08 pm IST

  • કચ્છ ભાજપના નેતા જયંતિ ભાનુશાલી હત્યા કેસનો મામલો: ઝડપાયેલ ૧૨મો આરોપી નિખિલ થોરાટ ગળપાદર જેલ હવાલે access_time 10:57 pm IST

  • હૈદ્રાબાદ એન્કાઉન્ટર અંગે સુપ્રિમ કોર્ટમાં અરજી ફાઇલ થઇ છે ત્યારે નેશનલ હ્યુમન રાઇટ કમીશન ટીમે તપાસ શરૂ કરી access_time 3:45 pm IST