Gujarati News

Gujarati News

News of Saturday, 7th December 2019

હોન્ડાનું નવુ બાઇક SP 125 BS VI વર્ઝનનું રાજકોટમાં લોન્ચીંગ

 રાજકોટઃ ટુ-વ્હિલર ઉત્પાદક કંપની હોન્ડા દ્વારા નવુ બાઈક sp 125માં  BS VI  વર્ઝન આજ રોજ રાજકોટનાં હોન્ડાનાં ઓથોરાઈઝડ ડીલર શ્રી સિધ્ધિવિનાયક હોન્ડા ખાતેથી લોન્ય કરવામાં આવ્યું. આ નવુ બાઈક sp 125 BS VI  વર્ઝનની કાર્યક્ષમતાની દ્રષ્ટિએ એકદમ શ્રેષ્ઠ છે. તેમાં શાર્પ LED DC હેડ લેમ્પ, એન્જીન  START / STOP સ્વીચ, ઈન્ટીગ્રેટેડ હેડલેમ્પ બીમ અને પાસીંગ સ્વીચ, 5-SPEED ટ્રાન્સમીશન, ફુલ ડીજીટલ મીટર, સાઈલેન્ટ START - ACG સાથે 5-SPEED   એડજસ્ટેબલ રીઅર સસ્પેન્શન જેવા ફીચર્સ ઉપરાંત ૩ +૩ વર્ષ વોરંટી પેકેજ પણ સામેલ છે. રાજકોટનાં અગ્રગણ્ય હોન્ડા ડીલર શ્રી સિધ્ધિવિનાયક હોન્ડા ખાતેથી સોપ્રથમ આ નવા મોડેલની ડીલેવરી કરવામાં આવી હતી. આ તકે  સિધ્ધિવિનાયક હોન્ડાના   સિઘ્ધાર્થભાઈ તથા ભાવિકભાઈ ખાસ ઉપસ્થિત રહીને આ અદભુત નવા બાઈકનાં પ્રથમ ગ્રાહક  હેમાંગભાઈ ઠુમ્મરનાં ઉત્સાહમાં વધારો કરેલ હતો.

(4:03 pm IST)
  • ઈન્ટરનેટ બંધના મુદ્દે જમ્મુ બંધનું અપાયેલ એલાન સંપૂર્ણ નિષ્ફળ : પેન્થર પાર્ટી સહિત કેટલાક સંગઠનોના નેતાઓ - કાર્યકર્તાઓને અટકમાં લઈને જમ્મુ બંધ સરકારે નિષ્ફળ બનાવ્યુ : જમ્મુ કાશ્મીરમાં સતત મહિનાઓથી ઈન્ટરનેટ સેવા બંધ રહેવાના, સરોર ટોલ પ્લાઝા ખોલવાના અને વધતી મોંઘવારીના વિરોધમાં આજે જમ્મુ બંધનું એલાન અપાયેલ : આ અંગે છેલ્લા કેટલાક દિવસોથી દેખાવો થઇ રહ્યા હતા access_time 4:29 pm IST

  • વડોદરામાં લગ્ન કરવાની લાલચ આપી સગીર વયની બાળાનું અપહરણ કરી બળાત્કાર કરવા સબબ ઉત્તર પ્રદેશના શખ્સની ધરપકડ થઈ છે access_time 10:05 pm IST

  • સોમવાર નવ ડિસેમ્બરથી ત્રણ દિવસ માટે મળી રહેલ ગુજરાત વિધાનસભામાં આઠ સરકારી ખરડાઓ મુકવામાં આવશે access_time 9:59 pm IST