Gujarati News

Gujarati News

News of Saturday, 7th December 2019

ઉઘરાણી બાબતે મારકુટ કરવાના કેસમાં આરોપીઓનો છુટકારો ફરમાવતી કોર્ટ

રાજકોટ તા ૭  :  પૈસાની ઉઘરાણી બાબત. ગેરકાયદેસર ગોંધી રાખી માર મારી ગાળો આપવાના કેસમાં આરોપીઓને છોડી મુકવાનો કોર્ટે હુકમ કર્યો હતો.

આ કેસની વિગત એવી છે કે તા. ૨૬-૦૬-૨૦૦૩ ના રોજ સાંજના પ.૩૦ વાગ્યે ફરીયાદી નિલેશભાઇ દેવશીભાઇ અકબરી (પટેલ) આલાપ સેન્ચ્યુરી પાછળ, વિમલ નગર, શેરી નં.૧, રાજકોટ વાળા કે જેઓ મવડી ગામમાં દિવ્યાંગ પેકેજીંગ પુઠાના બોકસ બનાવવાનું કારખાનુ ધરાવતા હોય અને અમરનગરમાં આકાર પેકેજીંગ વાળા ભગવાનજીભાઇ એકદમ ઉશ્કેરાઇ જઇ નિલેશભાઇને બેફામ ગાળો આપી તથા તેની સાથેના રાજુભાઇ મૈયાભાઇ ભરવાડ તથા બહાદુરભાઇ દાદભાઇ ડાંગરનાએ સાથે મળી નિલેશભાઇને ઢીકાપાટુનો માર મારી તેને મોઢામાં તથા પગમાં ઇજા કરતા આ અંગેની ફરીયાદ નિલેશભાઇ દેવશીભાઇએ માલવીયા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવેલ.

આ ફરીયાદની માલવીયાનગર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એલ.વી. જાડેજાએ તપાસ કરી સ્થાનીક જગ્યાનું પંચનામુ કરી સાહેદોના નિવેદજો નોંધી ફરીયાદીની ઇજાનું સર્ટીફીકેટ મેળવી આરોપીઓ સામે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરેલ. આ કામ રાજકોટના એડી. ચીફ જયુડી. મેજી. શ્રી એમ.વી. ચોૈહાણની કોર્ટમાં ચાલી જતા આરોપીઓ ભગવાનજીભાઇ રામજીભાઇ પટેલ તથા રાજુભાઇ મૈયાભાઇ ભરવાડ તથા બહાદુર દાદભાઇ ડાંગરને કોર્ટે છોડી મુકવા હુકમ ફરમાવેલ છે.

આ કામમાં આરોપીઓ તરફે વકીલ શ્રી અર્જુન બોૈવા રોકાયેલ હતા.

(4:02 pm IST)