Gujarati News

Gujarati News

News of Saturday, 7th December 2019

રેેસકોર્ષ લવ ગાર્ડનમાં દિપક ચોૈહાણનો ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસઃ ગંભીર

રાજકોટ તા ૭  :  શહેરના રેસકોર્ષ લવ ગાર્ડનમાં વણકર યુવાને ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા તેને સારવાર માટે સિવિલ હોસિપટલમાં ખસેડાયો છે.

મળતી વિગત મુજબ રૈયા ચોકડી સાધુવાસવાણી રોડ પર આવાસ યોજનાના કવાર્ટરમાં રહેતા દિપક પુનાભાઇ ચોૈહાણ (ઉ.વ.૩૦) એ બપોરે રેસકોર્ષમાં લવ ગાર્ડનમાં ઝેરી દવા પી લેતા તેને ગંભીર હાલતમાં ૧૦૮ મારફતે સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો છે. સારવાર હેઠળ રહેલા દિપકને સંતાનમાં એક પુત્ર છે, તે બે ભાઇઓ અને બે બહેનમાં નાનો છે, તે છુટક મજુરી કામ કરે છે. આ બનાવની જાણ થતાં પ્ર-નગર પોલીસ મથકના એ.એસ.આઇ. સુરેશભાઇ જોગરાણાએ તપાસ હાથ ધરી છે.

(4:01 pm IST)