Gujarati News

Gujarati News

News of Saturday, 7th December 2019

વોર્ડ નં. ૧૧-૧૪-૧૬માં સેવા સેતુ યોજાયોઃ ૩૫૦૦ અરજીનો નિકાલ

રાજકોટઃ મ્યુ. કોર્પોરેશન દ્વારા વોર્ડ નં.૧૧, ૧૪, અને ૧૬માં પાંચમાં તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો.જેમાં કુલ ૩૫૦૦ અરજીઓનાં નિકાલ કરાયો હતો. વોર્ડ નં. ૧૧માં  જેમાં મેયર બિનાબેન આચાર્ય, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી, પૂર્વ કોર્પોરેટર રાજુભાઈ બોરીચા, આરોગ્ય સમિતિ ચેરમેન જયમીનભાઇ ઠાકર, કોર્પોરેટર દ્યનશ્યામસિંહ જાડેજા, પરેશભાઈ હરસોડા, વોર્ડ પ્રભારી અશ્વિનભાઈ પાંભર, વોર્ડ પ્રમુખ સંજયભાઈ પીપળીયા, વોર્ડ મહામંત્રી હરસુખભાઈ માકડીયા, સંજયભાઈ બોરીચા, તેમજ સ્થાનિક આગેવાનો તથા  વોર્ડ નં. ૧૬ માં ગુજરાત મ્યુનિ. ફાઈનાન્સ બોર્ડ ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, ધારાસભ્ય અરવીંદભાઈ રૈયાણી, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, શહેર ભાજપ ઉપપ્રમુખ કંચનબેન સિધ્ધપુરા, કોર્પોરેટર હારૂનભાઈ ડાકોરા, વલ્લભભાઈ પરસાણા, વોર્ડ પ્રભારી જીણાભાઇ ચાવડા, વોર્ડ પ્રમુખ ભાર્ગવભાઈ મિયાત્રા, વોર્ડ મહામંત્રી જીતુભાઈ સિસોદીયા, જતીનભાઈ પટેલ, અગ્રણીશ્રી સુરેશભાઈ વસોયા, પ્રવિણભાઈ કિયાડા, નરેન્દ્રભાઈ ડવ, પઉભા ખાચર, પૂર્વ મહામંત્રી હિરેનભાઈ ગૌસ્વામી તેમજ સ્થાનિક આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલ.વોર્ડ નં. ૧૪માં ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, સ્ટે.કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, દંડક અજયભાઈ પરમાર, કોર્પોરેટર ડો.જૈમનભાઈ ઉપાધ્યાય, કિરણબેન સોરઠીયા, વર્ષાબેન રાણપરા, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી જીતુભાઈ કોઠારી, રાજકોટ શહેર ભાજપ ઉપપ્રમુખ કેતનભાઈ પટેલ, પૂર્વ મેયર રક્ષાબેન બોળીયા, રાજકોટ શહેર ભાજપ મંત્રી જયોત્સનાબેન હળવદીયા, વોર્ડ પ્રભારી નીલેશભાઈ જલુ, વોર્ડ પ્રમુખ અનીશભાઈ જોષી, વોર્ડ મહામંત્રી નરેન્દ્રભાઈ કુબાવત, વિપુલભાઈ માખેલા, તેમજ સ્થાનિક આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલ. વોર્ડ નં.૧૧માં કુલ ૮૨૯ અરજીઓ, વોર્ડ નં.૧૪માં કુલ ૮૪૭ અરજીઓ તથા વોર્ડ નં.૧૬માં કુલ ૮૮૬ અરજી તેમજ અન્ય સેવાની કુલ ૯૪૩ અરજીઓ આવેલ, જેમાં મુખ્યત્વે આધારકાર્ડ, વાત્સલ્યકાર્ડ, વરિષ્ઠ નાગરિક પ્રમાણપત્ર, આવકના દાખલા તેમજ જ્ઞાતિ પ્રમાણપત્ર વિગેરે માટે અરજીઓ આવેલ. તે તમામ અરજીઓનો નિકાલ થયેલ.તેમ મ્યું કોર્પોરેશનની સત્તાવાર યાદીમાં જણાવાયું છે.

(4:01 pm IST)
  • માત્ર વોટ્સએપ દ્વારા જ નહિં પરંતુ ભારતીય કર્મશીલોની ઇમેઇલ દ્વારા પણ ડીજીટલ એટેક કરીને જાસુસી કરવામાં આવી હતી પણ ભીમા-કોરેગાંવ કેસ સાથે સંકળાયેલ કેટલાય માનવ અધિકાર કર્મશીલ અને પત્રકારોને તેમના કમ્પ્યુટરનો સંપૂર્ણપણે કંટ્રોલ લઇ શકે એવુ માલવેર ધરાવતા શંકાસ્પદ ઇમેઇલ મોકલવામાં આવ્યા હતાં એવુ એમ્નેસ્ટી ઇન્ટરનેશનલની ડિજીટલ ટીમે શોધી કાઢયું છે. access_time 11:57 am IST

  • પોરબંદરમાં સાંજે વાદળી વરસી ગઇ : પોરબંદરઃ આજે ૬ વાગ્યા બાદ એક વાદળી વરસી ગયેલ અને માત્ર રોડ ભીના થયેલ હતા. શહેરમાં સવારથી ધાબળીયું વાતાવરણ છે. access_time 8:23 pm IST

  • કચ્છના રાપરના લાલસરી-કલ્યાણપર વચ્ચે કાર ચાલકે મહિલાને હડફેટે બે દિકરીઓની નજર સામે માતાનું મૃત્યુ: ચાલક નશામાં હોવાના અહેવાલ access_time 10:53 pm IST