Gujarati News

Gujarati News

News of Saturday, 7th December 2019

વોર્ડ નં.૦૪માં આવેલ જમના પાર્ક વિસ્તારમાં ડામર રી-કાર્પેટ કામનું ખાતમુહૂર્ત

રાજકોટઃ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિકાસના જુદા જુદા કાર્યો કરવામાં આવે છે, જેના અનુસંધાને એકશન પ્લાન અંતર્ગત વોર્ડ નં. ૦૪માં આવેલ મોરબી રોડ પર જમના પાર્કમાં જુદી જુદી ૧૧ શેરીઓમાં ડામર રી-કાર્પેટ કામનું ખાતમુહૂર્ત ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા તથા રાજકોટ શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડના હસ્તે કરાયું. આ ડામર રીકાર્પેટના લીધે વિસ્તારના રહેવાસીઓને વધુ સારા રસ્તાની સુવિધા મળી રહેશે. આ પ્રસંગે શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, વોર્ડ નં.૦૪ના કોર્પોરેટર અને માર્કેટ સમિતિ ચેરમેન પરેશભાઈ પીપળીયા, વોર્ડ પ્રમુખ સી. ટી. પટેલ, વોર્ડ મહામંત્રી કાનાભાઈ ઉધરેજા, દિનેશભાઈ ચૌહાણ, વોર્ડ અગ્રણીશ્રી સુરેશભાઈ રૈયાણી, વિનોદભાઈ જાની, વલ્લભભાઈ નસીત, બાલુભાઈ ઉધરેજા, પ્રવિણભાઈ પટેલ, સુરેશભાઈ બાવળિયા, કૈલાશભાઈ જાગાણી, અનિલભાઈ મકવાણા, સુરેશભાઈ સૌવસેતા, એન.જી.પરમાર, રમેશભાઈ પરમાર, જેશીંગભાઈ રાઠોડ, અશ્વિનભાઈ ગોસાઈ, રણછોડભાઈ ઉધરેજા, નરેશભાઈ ચૌહાણ, રવિભાઈ ગોહીલ, પુષ્કરભાઇ પરમાર, રમેશભાઈ સાગઠીયા, રમેશભાઈ ધામેચા, રામભાઈ બિહારી, રવિભાઈ પડિયા, હિતેશભાઈ મઠીયા, જયેશભાઈ મુંધવા, મોન્ટુ વિસરીયા, પરેશભાઈ ગૌસ્વામી, નવીનભાઈ ભાનુશાળી, જગદીશભાઈ ચોવટિયા, કિશનભાઈ માનસુરિયા, સંજયભાઈ ઉધરેજા, જીગ્નેશભાઈ પટેલ, વિજયભાઈ રાજપોપટ, કાનાબા બોરીચા, લાલજીભાઈ દેહગામા, અશ્વિનભાઈ સભાયા, જેન્તીભાઈ નસીત, ધીરુભાઈ પીપળીયા, કિરીટભાઈ કમાણી, જગદીશભાઈ કોટડીયા, ચંદુભાઈ ભંડેરી, અરવિંદભાઈ કથીરિયા, પંકજભાઈ શાસ્ત્રી, ખોડાભાઈ અમરેલીયા, લાભુભાઈ કુંગસીયા, દિવ્યેશભાઈ રામાણી, કંકુબેન ઉધરેજા, ઉષાબેન મહેતા, સોનલબેન ચોવટિયા, મંજુબેન ગૌસ્વામી, પ્રજ્ઞાબેન દેસાણી, મીનાબેન હેરભા, મનીષાબેન સેરસીયા, વર્ષાબેન બોરીચા, મુકતાબેન પટેલ, અંજનાબેન પટેલ, જયાબેન પટેલ, વિગેરે તથા બહોળી સંખ્યામાં વિસ્તારવાસીઓ ઉપસ્થિત રહેલ.  કામનો શુભારંભ થવાથી વિસ્તારના રહીશોએ આનંદની લાગણી વ્યકત કરેલ.

(4:00 pm IST)
  • હીરાનગર-પૂંછમાં તોપગોળોનો વરસાદઃ બેબાકળી બનેલા પાકિસ્તાની લશ્કર સતત યુધ્ધવિરામ ભંગ કરી રહી છેઃ એલઓસી ઉપર સૈનિકોનો ખડકલો : છેલ્લા થોડા દિવસોમાં પોતાના અનેક સૈનિકોનો સફાયો થતા પાકિસ્તાની સૈના ખળભળી ગઇ છે. અને સતત સીઝ ફાયર ભંગ કરી રહી છે. ગઇકાલથી જ પાકિસ્તાન તરફથી હિરાનગર અને આજે પૂંછમાં બેફામ-લગાતાર તોપગોળો વરસાવી રહેલ છે. સરહદ ઉપર લગાતાર સૈનિકો ખડકી રહેલ છે. સાબ્જિયાં, શાહપુર, કિરની, બાલાકોટ, તારકુંડી, હમીરપુર, બલનોઇ, લામ, ઝંગડ, ભવાની, કલાલ, સેકટરોમાં મોટી હિલચાલ જોવા મળે છે. access_time 4:29 pm IST

  • ઈન્ટરનેટ બંધના મુદ્દે જમ્મુ બંધનું અપાયેલ એલાન સંપૂર્ણ નિષ્ફળ : પેન્થર પાર્ટી સહિત કેટલાક સંગઠનોના નેતાઓ - કાર્યકર્તાઓને અટકમાં લઈને જમ્મુ બંધ સરકારે નિષ્ફળ બનાવ્યુ : જમ્મુ કાશ્મીરમાં સતત મહિનાઓથી ઈન્ટરનેટ સેવા બંધ રહેવાના, સરોર ટોલ પ્લાઝા ખોલવાના અને વધતી મોંઘવારીના વિરોધમાં આજે જમ્મુ બંધનું એલાન અપાયેલ : આ અંગે છેલ્લા કેટલાક દિવસોથી દેખાવો થઇ રહ્યા હતા access_time 4:29 pm IST

  • 2014 થી 2019 ની સાલ દરમિયાન છેલ્લા 5 વર્ષમાં 61 લાખ ઉપરાંત ગર્ભપાતના કિસ્સા : લોકસભામાં કેન્દ્રના રાજ્યકક્ષાના સ્વાસ્થ્ય મંત્રી અશ્વિની ચૌબેનો લેખિત જવાબ access_time 8:08 pm IST