Gujarati News

Gujarati News

News of Saturday, 7th December 2019

રાજકોટ બાર એસો.ની ચૂંટણીમાં આજે વધુ ફોર્મ ભરાયાઃ સેક્રેટરી માટે જીજ્ઞેશ જોષીએ ઉમેદવારી નોંધાવી

ફોર્મ ભરવાની મુદત પૂરી થઇ : ર૧મીએ ચૂંટણી યોજાશે

રાજકોટ, તા. ૭ : રાજકોટ બાર એસો.ની આગામી તા. ર૧ ડીસેમ્બરે યોજાનાર ચૂંટણીમાં સેક્રેટરી, ઉપપ્રમુખ સહિતની જગ્યાઓ ઉપર વધુ ફોર્મ ભરાયા હતાં.

પ્રમુખપદ માટે પિયુષભાઇ શાહ, હરીસિંહ વાઘેલા અને બકુલભાઇ રાજાણીએ અગાઉ ઉમેદવારી નોંધાવી ચૂકયા છે.

ઉપપ્રમુખની જગ્યા ઉપર ગઇકાલે ઇન્દ્રસિંહ ઝાલાએ ફોર્મ ભર્યા બાદ વધુ બે ઉમેદવારો બી.આર. ભગદેવ અને ચેતન પજવાણીએ પણ આ જગ્યા ઉપર ઉમેદવારી નોંધાવી છે.

સેક્રેટરીની જગ્યા ઉપર જયેશભાઇ બોઘરા, મનોજભાઇ તંંતીએ ઉમેદવારી નોંધાવી હતી. જે જગ્યા ઉપર આજે ચાલુ વર્ષના સેક્રેટરી જીજ્ઞેશભાઇ જોષીએ ફરી ર૦ર૦ માટે રિપિટ ઉમેદવારી નોંધાવી છે.

જોઇન્ટ સેક્રેટરીની જગ્યા ઉપર સંજયભાઇ જોષી અને કેતનભાઇ દવેએ ઉમેદવારી નોંધાવી છે. ટ્રેઝરરની જગ્યા ઉપર રક્ષિત કલોલા, ડી.બી. બગડા અને જયેશભાઇ બુચે ઉમેદવારી નોંધાવી છે.

લાયબ્રેરી સેક્રેટરીની જગ્યા ઉપર સંદીપ વેકરીયા અને નિરવ પંડયાએ ઉમેદવારી કરી છે.

કારોબારીની જગ્યા ઉપર જેઓએ ઉમેદવારી નોંધાવી છે. તેમાં કેતનભાઇ મંડ, અજય પીપળીયા, ગૌતમ રાજયગુરૂ, રવિ વાઘેલા, વિજય રૈયાણી, ધવલ મહેતા, પંકજ દોંગા, કેતન વાલવા રાજેશ ચાવડા, હિરલબેન જોષી, શૈલેષ સુચક, કૈલાષ જાની, આનંદ સધનપુરી, ઉર્મિશ  મણીયાર, ચીમન સાંકળીયા, પિયુષ સખીયા, હેમલ ગોહેલ, એન.આર. જાડેજા વિગેરેએ ઉમેદવારી નોંધાવી છે.

સોમવારે ફોર્મ પરત ખેંચવવાની મુદત સાંજના પાંચ વાગ્યે પૂરી થશે. ત્યારબાદ આખરી ચિત્ર સ્પષ્ટ થશે અને ઉમેદવારો દ્વારા પ્રચાર કાર્યનો ધમધમાટ શરૂ થશે.

(3:58 pm IST)