Gujarati News

Gujarati News

News of Saturday, 7th December 2019

શાપર-વેરાવળમાં ચોરાઉ બાઇક સાથે હિરેન આહિર પકડાયોઃ જૂનાગઢમાંથી ચોર્યું 'તું

શાપર વેરાવળ,તા.૭: શાપર વેરાવળ પોલીસે ચોરાઉ બાઇક સાથે આહિર શખ્સને ઝડપી લીધો હતો.શાપર વેરાવળ પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેકટર કે એ ગોહિલ હેડ કોન્સ્ટેબલ રોહિતભાઈ બકોત્રા, માવજીભાઈ ડાંગર, રવુભાઈ ગીડા,રવિરાજસિંહ ઝાલા ,વિપુલભાઈ ગોહેલ શાપર વેરાવળ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે  દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ રોહિતભાઈ બકોત્રા માવજીભાઈ ડાંગર તથા રવુભાઈ ગીડાને સયુકત મળેલ બાતમી આધારે જુનાગઢ બી ડીવીઝન પોલીસમથકમાં બાઇકની ઉઠાંતરી કરનાર હિરેન નારણભાઈ સોલંકી આહિર૩ રહે દ્યંદ્યુસર તાલુકો વંથલી જીલ્લો જુનાગઢને ચોરાઉ બાઇકનું જી જે ૧૧એજે  ૩૬૯૬ કિમત રૂપિયા ૫૦૦૦૦ મુદામાલ સાથે ઝડપી લીધો હતો.

પકડાયેલ હિરેન આહિર અગાઉ જુનાગઢ જિલ્લા માં મારામારીના કેસમાં પકડાયેલ છે.

(3:48 pm IST)
  • રાત્રે 11-40 કલાકે ઉન્નાવ ગેંગરેપ પીડીતાએ અંતિમ શ્વાસ લીધા:પીડિતા દેશની રાજધાની દિલ્હીના સફદરજંગ હોસ્પિટલમાં ખુબ જ નાજુક સ્થિતિમાં વેન્ટિલેટર પર હતી : ડોક્ટરોએ હરસંભવઃ કોશિશ કરી પરંતુ નિષ્ફ્ળ રહ્યાં : રાત્રે 8-30 બાદ પીડિતાની સ્થિતિ ખુબ જ ખરાબ બની હતી:હૈદરાબાદ ગેંગરેપના આરોપીઓનું આજે એન્કાઉન્ટર થયું જયારે ઉન્નાવ ગેંગરેપ પીડિતાને અપરાધીઓએ સળગાવી નાખી હતી : 20 વર્ષીય પીડિતાને લખનૌ હોસ્પિટલમાંથી ગ્રીન કોરિડોર બનાવી દિલ્હીમાં સારવાર માટે લવાઈ હતી access_time 1:09 am IST

  • કચ્છ ભાજપના નેતા જયંતિ ભાનુશાલી હત્યા કેસનો મામલો: ઝડપાયેલ ૧૨મો આરોપી નિખિલ થોરાટ ગળપાદર જેલ હવાલે access_time 10:57 pm IST

  • પોરબંદરમાં સાંજે વાદળી વરસી ગઇ : પોરબંદરઃ આજે ૬ વાગ્યા બાદ એક વાદળી વરસી ગયેલ અને માત્ર રોડ ભીના થયેલ હતા. શહેરમાં સવારથી ધાબળીયું વાતાવરણ છે. access_time 8:23 pm IST