Gujarati News

Gujarati News

News of Saturday, 7th December 2019

રાજકોટની ત્યકતા પર દુષ્કર્મ ગુજારી વિડીયો વાયરલ કરવાની ધમકી આપનાર ચોટીલાના એજાજની ધરપકડ

મકાન ભાડે આપવાના બહાને વાતચીત કરી મિત્રતા કેળવી ત્યકતાને ફસાવી ચોટીલામાં દુષ્કર્મ ગુજાર્યું : પી.આઇ. પુત્રની ખોટી ઓળખાણ આપી પી.એસ.આઇ.ની પરીક્ષા પાસ કરાવી દેશે તેવી લાલચ આપી ર લાખ પડાવ્યા' તાઃ આજે એજાજ ગઢવાળાના રીમાન્ડ મંગાશે

રાજકોટ તા. ૭ : રાજકોટની રપ વર્ષની ત્યકતાને મકાન ભાડે આપવાના બહાને વાતચીત કરી ખોટુ નામ ધારણ કરી ચોટીલાના મુસ્લીમ શખ્સે ચોટીલા બોલાવી ધમકી આપી અવાર નવાર દુષ્કર્મ આચર્યા બાદ બિભત્સ વિડીયો ઉતારી તે વાયરલ કરવાની ધમકી આપી હતી તેમજ ત્યકતાને પીએસઆઇની નોકરી અપાવવાની લાલચ આપી બેલાખ રોકડા અને ચાર મોબાઇલ ફોન પડાવી લીધા હોવાની ફરીયાદ નોંધાતા યુનિવર્સિટી પોલીસે ચોટીલાના શખ્સની ધરપકડ કરી રીમાન્ડની તજવીજ  હાથ ધરી છે.

મળતી વિગત મુજબ રાજકોટની રપ વર્ષની ત્યકતા ખાનગી હોસ્પીટલમાં નોકરી કરે છે તેને મકાન ભાડે જોતુ હોવાથી ત્રણેક માસ પહેલા ઓએલ એકસમાં જાહેરાત જોયા બાદ વિશાલ નામના શખ્સ સાથે વાતચીત કરી હતી. પરંતુ તેણે ત્યકતાને રવિરાજસિંહ નામના શખ્સનો મોબાઇલ નંબર આપ્યોહતો. આથી ત્યકતાએ તેને કોલ કરતા રીસીવ વાતચીત થયો ન હતો બાદમાં બંને વચ્ચે મકાન બાબતે વોટસએપમાં વાતીચત થતા રવિરાજે તેનો બાયોડેટા આપવાનું કહેતા વોટસએપમાં મોકલાવ્યો હતો દરમ્યાન રવિરાજે તેના પિતા પીઆઇ હોવાનું અને ત્યકતાને કેરીયર  બનાવી પીએસઆઇની પરીક્ષા પાસ કરાવી દેશે તેવી લાલચ પણ આપી હતી બાદ તે રાજકોટ આવવાનો હોવાનું કહેતા યુવતી તેની રાહ જોઇ રહી  હતી પરંતુ તે આવ્યો ન હતો. અને મોબાઇલ મંગાવતા તેણે ચોટીલા મોબાઇલ મોકલાવ્યો હતો બાદમાં આરોપીએ ફરીથી બીજો મોબાઇલ માંગતા તેણે ફરીથી મોકલાવ્યો હતો. ત્યારબાદ બંને ફોન પર વાતચીત કરતા હોય, મિત્રતા બંધાઇ હતી. બાદ એક વખત રવિરાજે 'મને મળવુ હોય તો બેસતા વર્ષના દિવસે ચોટીલા આવી જા' તેમ કહેતા ત્યકતા તેને મળવા ત્યાં ગઇ હતી જયાં એક હોટલમાં બંને એકઠા ગયા બાદ વાતચીત કરી હતી. અને યુવતીને આરોપીએ દુષ્કર્મ આચર્યું હતું ત્યારે તેણે અંગત પળોના બિભત્સ ફોટા પાડી વિડીયો ઉતારી લીધો હતો આ ઘટના બાદ તે યુવતીને બિભત્સ ફોટા-વિડીયો વાયરલ કરવાની ધમકીઓ આપવા લાગ્યો હતો તેમજ મોબાઇલ પર ગાળો પણ આપતો હતો આ દરમ્યાન પણ ત્યકતાએ તેને એક મોબાઇલ માગતા મોકલાવ્યો હતો. બાદ તા.૧પ/૧૧ ના રોજ રવિરાજે રાજકોટ આવી પરાણે ત્યકતાને ધમકાવી અપહરણ રાજકોટની ત્યકતાનુ મેટર ચાલુ ઉમેરા આવશે

કરી ચોટીલા લઇ ગયો હતો જયાં ફીરીથી તેના  પર દુષ્કર્મ આચર્યું હતુ તેમજ આ શખ્સે ત્યકતા પાસેથી કટકે-કટકે પીએસઆઇ બનાવવાની લાલચ આપી બેલાખ રોકડા પડાવી લીધા હતા. આ મામલો ત્યકતાએ યુનિવર્સિટી પોલીસ મથકમાં અરજી કરતા પોલીસે ખોટુનામ ધારણ કરતા રવિરાજને બોલાવીને તેની પુછપરછ કરતા તેણે પોતાનું સાચુનામ એજાઝ નુરમહંમદભાઇ ગઢવાળા (ઉ.ર૮) (રહે. ઘાંચીવાડ, જમાતખાના પાસે ચોટીલા) હોવાનું જાણવા મળતા પોલીસે ત્યકતાનીફરીયાદ  પરથી એઝાઝ નુરમહંમદ ગઢવાળા (ઉ.ર૮) વિરૂદ્ધ આઇપીસી કલમ ૩૭૬, ૩૬પ, ૩ર૩, પ૦૪, પ૦૬ (ર) સહિતની કલમ હેઠળ ગુનો દાખલ કર્યો હતો.  આ બનાવમાં પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ તથા જેસીપી ખુરશીદ અહેમદ તથા ડીસીપી મનોહરસિંહ જાડેજાની સુચનાથી યુનિવર્સિટી પોલીસ મથકના પીઆઇ આરએસ ઠાકુર, પીએસઆઇ એચ.જે. બરવાડીયા, બી.જી.ડાંગર તથા મહિપાલસિંહ, ગીરીરાજસિંહ, પ્રદિપભાઇ કોટડ સહિતે ચોટીલાના ઘાંચીવાડ જમાતખાના પાસે રહેતા એઝાઝ નુરમહંમદભાઇ ગઢવાળા (પીંજારા) (ઉ.ર૮) ની ધરપકડ કરી હતી પકડાયેલો એઝાઝ ચોટીલામાં પાનની કેબીન ધરાવે છે. આ અંગે પોલીસ તેના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.

(1:07 pm IST)
  • સોમવાર નવ ડિસેમ્બરથી ત્રણ દિવસ માટે મળી રહેલ ગુજરાત વિધાનસભામાં આઠ સરકારી ખરડાઓ મુકવામાં આવશે access_time 9:59 pm IST

  • 2014 થી 2019 ની સાલ દરમિયાન છેલ્લા 5 વર્ષમાં 61 લાખ ઉપરાંત ગર્ભપાતના કિસ્સા : લોકસભામાં કેન્દ્રના રાજ્યકક્ષાના સ્વાસ્થ્ય મંત્રી અશ્વિની ચૌબેનો લેખિત જવાબ access_time 8:08 pm IST

  • હીરાનગર-પૂંછમાં તોપગોળોનો વરસાદઃ બેબાકળી બનેલા પાકિસ્તાની લશ્કર સતત યુધ્ધવિરામ ભંગ કરી રહી છેઃ એલઓસી ઉપર સૈનિકોનો ખડકલો : છેલ્લા થોડા દિવસોમાં પોતાના અનેક સૈનિકોનો સફાયો થતા પાકિસ્તાની સૈના ખળભળી ગઇ છે. અને સતત સીઝ ફાયર ભંગ કરી રહી છે. ગઇકાલથી જ પાકિસ્તાન તરફથી હિરાનગર અને આજે પૂંછમાં બેફામ-લગાતાર તોપગોળો વરસાવી રહેલ છે. સરહદ ઉપર લગાતાર સૈનિકો ખડકી રહેલ છે. સાબ્જિયાં, શાહપુર, કિરની, બાલાકોટ, તારકુંડી, હમીરપુર, બલનોઇ, લામ, ઝંગડ, ભવાની, કલાલ, સેકટરોમાં મોટી હિલચાલ જોવા મળે છે. access_time 4:29 pm IST