Gujarati News

Gujarati News

News of Saturday, 7th December 2019

રાજકોટની ૮ વર્ષીય દુષ્કર્મનો ભોગ બનેલી બાળાને કલેકટર તંત્ર દ્વારા સહાયનો ધોધ

વિકટીમ કોમ્પેશેસન એકટ હેઠળ રૂ.૧૦.૫૦ લાખ જાહેરઃ રૂ.૨.૬૨ લાખનો ચેક પરિવારને અપાયો : ટ્રેઈની અધિકારીઓ અને પોલીસ ખાતું પણ કુલ ૨.૪૦ લાખની સહાય આપશે

રાજકોટ,તા.૭: શહેરના આજી ડેમ ચોકડી પાસે પરપ્રાંતિય મજુરની ૮ વર્ષીય પુત્રીને ઉપાડી જઈ હેવાનિયત આચરનાર ઢગા ઉપર ચોતરફથી ફિટાકાર વરસી રહ્યો છે. ત્યારે ગરીબ પરિવારની રાજકોટની ઓળખ અને સંવેદના પ્રમાણે મદદ કરવા કલેકટર દ્વારા ગઈકાલે સહાય માટેની મિટીંગ બોલાવવામાં આવી હતી.

આ મિટીંગ કલેકટરશ્રી રમ્યા મોહનના અધ્યક્ષ સ્થાને મળી હતી. જેમાં શહેરના પોલીસ કમિશ્નરશ્રી મનોજ અગ્રવાલ, ડીએસપી, પ્રાંત અધિકારીઓ વગેરે હાજર રહેલ. કલેકટરશ્રીએ વિકટીમ કોમ્પેશેશન એકટ હેઠળ બાળકીના પરિવાર માટે ૧૦.૫૦ લાખની સહાય જાહેર કરી હતી. પૂર્વ મામલતદારશ્રી જનકાંત દ્વારા પરિવારને સહાયની ૨૫ટકા રકમ રૂ.૨.૬૨ લાખનો ચેક પણ આપી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત કલેકટર તંત્રના ટ્રેઈની અધિકારીઓ દ્વારા રૂ.૧.૭૦ લાખ અને પોલીસ વિભાગ દ્વારા પણ વધારાના ૭૦ હજારની સહાય જાહેર કરવામાં આવી હતી.

(1:06 pm IST)