Gujarati News

Gujarati News

News of Saturday, 7th December 2019

૨૫ હજાર ઘરોમાં માંની કંકોત્રી અને હુંડી પહોંચી ગઇ ૭૦ લાખ ભકતો લક્ષચંડી મહાયજ્ઞમાં દર્શને આવશે

ઉમિયા માતાજી મંદિર સીદસરની રાજકોટ શહેર સંગઠન સમિતિ દ્વારા લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવની તૈયારીનો જબરો ધમધમાટ ચાલુ : ૧૮ થી ૨૨ ડીસેમ્બર વચ્ચે યોજાનાર ઐતિહાસીક લક્ષચંડી મહોત્સવનું અભૂતપૂર્વ આયોજન પૂર્ણતાના આર

રાજકોટઃ તા.૭, શ્રી ઉમિયા માતાજી સંસ્થાન-ઉઝા દ્વારા તા. ૧૮ થી રર ડિસેમ્બર ૨૦૧૯ દરમિયાન યોજાનાર લક્ષચંડી મહોત્સવની તડામાર તેયારીઓ છેલ્લા છ માસથી થઈ રહી છે, જે પૂર્ણતાને આરે છે. આ મહોત્સવ માટે ન ભૂતો ન ભવિષ્યતિ જેવું આયોજન કરવામાં આવ્યું છે. લક્ષચંડી મહોત્સવમાં ૬૦ થી ૭૦ લાખ ભકતો દર્શન માટે આવશે, તેને ધ્યાનમાં રાખીને તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. ૮૦૦ વીદ્યા જમીનમાં યોજાનાર સદીનો સૌથી મોટો યજ્ઞ થવા જઈ રહ્યો છે. લક્ષચંડી મહાયજ્ઞ મીડિયા સમિતિના કન્વીનર (રાજકોટ) પ્રો. ડો. જે. એમ. પનારાના જણાવ્યા પ્રમાણે વર્ષ ૨૦૦૯ માં યોજાયેલ ઉઝા મંદિરની અઢારમી શતાબ્દી રજત જયંતિ મહોત્સવની ઉજવણીના દશાબ્દી વર્ષ  અંતર્ગત આ લક્ષચંડી મહોત્સવનું આયોજન થયેલ હોવાનું ઉંઝા લક્ષચંડી મહાયજ્ઞ મિડીયા કમિટિ રાજકોટના કન્વીનર પ્રો.ડી.જે.એમ પનારાએ (મો.૯૪૨૬૯ ૪૨૫૦૩) એ જણાવ્યું છે.

 જન્મારાઓમાં આવા પ્રસંગો વારંવાર આવતા નથી. દેશ અને દુનિયાના તમામ જાતિ-જ્ઞાતિ-ધર્મો-સંપ્રદાયો આ યજ્ઞમાં જોડાઈ શકે, અને ભાગ લઈ શકે તેવી વિશાળ  ભાવનાથી સમગ્ર આયોજન થઈ રહ્યું છે. નાનામાં નાનો માણસ પણ રૂ.૨૦૦/- ની હુંડી લઈ ''માં નો દીવો'' સ્વરૂપમાં આહુતિ આપી શકે છે, તો રૂ. ૧૧,૦૦૦/- આપી દૈનિક પાટલાના યજમાન પણ થઈ શકાય છે. શાસ્ત્રોમાં યજ્ઞ અને આહુતિનું અનેરૃં મહત્વ છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે ''યજ્ઞો નારાયણો હરિઃ'' યજ્ઞ એ નારાયણનું સ્વરૂપ છે. ભગવાન નારાયણ પોતે જ યશમાં અપાતી આહુતિ સ્વીકારે છે. પરોક્ષ રીતે યજ્ઞોથી સમગ્ર માનવજાતનું કલ્યાણ થાય છે. આવા યજ્ઞો ''સર્વજન હિતાય - સર્વજન સુખાય'' થતાં હોય છે.

 આ યજ્ઞની ખાસ વાત એ છે કે યજ્ઞની જયોત લાકડાના દ્યર્ષણથી પ્રગટાવવામાં આવશે. અત્યારે ઉંઝા તીર્થમાં દરરોજ મહોત્સવ જેવું વાતાવરણ મંદિર પરિસરમાં જ નહીં પરંતુ સમગ્ર ઉઝા અને આસ-પાસના રપ કિ.મી. ના વિસ્તારમાં દેખાઈ રહ્યું છે. અત્યારે સૌરાષ્ટ્ર વિસ્તારના ૯ જિલ્લા અને કચ્છ જિલ્લા સહિત ગામડે-ગામડે ઉમિયા માતાજીની કંકોત્રી (માંનુ તેડું) તથા માતાજીની હુંડી (માં નો દિવો) ના વિતરણની કામગીરી પુરજોશમાં ચાલુ છે. હજારો કર્મઠ કાર્યકર્તાઓ ઉત્સાહ અને થનગનાટથી દિવસ રાત જોયા વિના કાર્ય કરી રહ્યાં છે. ઉમિયા માતાજી મંદિર સીદસરની રાજકોટ શહેર સંગઠન સમિતિના કન્વીનર કાન્તિભાઈ ઘેટીયા, મંત્રી પ્રફલ્લભાઈ કાથરોટિયા, નાથાભાઈ કાલરિયા, જગદિશભાઈ કોટડિયા, કાન્તિભાઈ માકડિયા, વિનુભાઈ મણવર, નાણા સમિતિના કન્વીનર ગૌતમભાઈ ધમસાણિયા, પ્રો. ડો. જે. એમ. પનારા, ઓધવજીભાઈ ભોરણીયા તથા ઉમિયા માતાજી મંદિર સીદસરની રાજકોટ શહેર સંગઠન સમિતિની સમગ્ર ટીમને રાજકોટ શહેરની વિતરણની જવાબદારી સોંપવામાં આવી છે. આ ટીમ ઘરે ઘરે રૂબરૂ જઈને માં ની કંકોત્રી પહોંચાડી રહી છે.  રાજકોટ શહેરના તમામ વોર્ડમાં સ્વયંસેવક ભાઈઓ તથા બહેનો ખૂબ જ સુપેરે આ કામગીરી નિભાવી રહ્યાં છે.

 ૧૮મી  શતાબ્દિ બાદ પ્રથમવાર યોજાનારા લક્ષચંડી મહાયજ્ઞમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા ગૃહપ્રધાન અમિતભાઈ શાહની સાથે-સાથે દેશના ચાર ક્ષેત્રોમાં આવેલા ચાર મઠના જગદગુરુ શંકરાચાર્ય પૈકી સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીજી અને નંદેશ્વર સરસ્વતીજી સહિત ત્રણ શંકરાચાર્યજી ખાસ ઉપસ્થિત રહેનાર હોવાથી તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ ઉપરાંત ૧૦૦૮ મહામંડલેશ્વર સ્વામી ડો. ઉમાકાન્તજી સરસ્વતીજી મહારાજ (હરિદ્વાર), પ.પૂ. મોરારીબાપુ (ગુજરાત), ૧૦૦૮ મહામંડલેશ્વર આત્મચેતનાનંદગીરીજી - ગુડગાંવ, હરિયાણા, દીદીમાં સાધ્વી ઋતુંભરાજી, પૂજય મુકતાનંદ બાપુ - પ્રમુખશ્રી, ભારત સાધુ સમાજ-જુનાગઢ તથા સ્વામી નિખિલેશ્વરાનંદજી-અધ્યક્ષ, રામકૃષ્ણ આશ્રમ-રાજકોટ ધર્મસભામાં આશીર્વચન આપવા પધારશે.

 હિન્દુ સંસ્કૃતિના આ દિવ્ય, ભવ્ય, અલૌકિક અને અવિસ્મરણીય અવસરમાં દેશના તમામ લોકોની મંગલમય ઉપસ્થિતિ સમગ્ર સમાજ માટે પાવનકારી બની રહેશે. સૌને પધારવા માં ઉમિયાનું તેડું છે.

રાજકોટ શહેર મંદિર સંગઠન સમિતિના કન્વીનર કાન્તિભાઈ દ્યેટીયા, નાથાભાઈ કાલરિયા, કાન્તિભાઈ માકડિયા, જગદીશભાઈ કોટડિયા, પ્રફુલ્લભાઈ કાથરોટિયા (મંત્રીશ્રી), મીડીયા સમિતિના કન્વીનર પ્રો. ડો. જે. એમ. પનારા, નાણા સમિતિના કન્વીનર ગૌતમભાઈ ધમસાણિયા, સભ્યશ્રી ઓ. વી. ભોરણીયા, વિનુભાઈ મણવર મુખ્ય સમાચાર-દૈનિક પત્રના તંત્રીશ્રી જિશનેશ કાલાવડિયા, હરેશભાઇ કલોલા વિગેરે અગ્રણીઓ અકિલા કાર્યાલયે આ વિગતો આપવા ઉપસ્થિત રહયા હતા.

(1:06 pm IST)