Gujarati News

Gujarati News

News of Saturday, 7th December 2019

નવાગામ સોમનાથ રેસીડેન્સીમાં સૂતેલા કોળી દંપતી પર ઇંટ અને છરીથી હુમલો કરી ૩ હજારની લૂંટ

મોઢે રૂમાલ બાંધીને આવેલા અજાણ્યા શખ્સોએ હુમલો કર્યોઃહરેશ દેરવાડીયા તેની પત્નિ જયોતી સારવારમાં

રાજકોટ તા. ૭: શહેરના નવાગામ આણંદપરમાં સોમનાથ રેસીડેન્સીમાં ઘરમાં સૂતેલા કોળી દંપતિ પર બુકાનીધારી શખ્સે ઇંટ અને છરીથી હુમલો કરી રૂ. ૩ હજારની લૂંટ ચલાવ્યાના આક્ષેપ કરતા ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ નવાગામ આણંદપરમાં રંગીલા સોસાયટી પાસે સોમનાથ રેસીડેન્સીમાં રહેતા હરેશ કરશનભાઇ દેરવાડીયા (ઉ.વ. ર૭) અને તેની પત્ની જયોતિ હરેશ કરશનભાઇ દેરવાડીયા (ઉ.વ. ર૭) અને તેની પત્ની જયોતિ હરેશ દેરવાડીયા (ઉ.વ. રપ) રાત્રે પોતાના ઘરે સૂતા હતા ત્યારે મોડી રાત્રે કોઇ અજાણ્યો શખ્સ ઘરમાં ઘુસી રૂમમાં સુતેલા હરેશના માથામાં ઇંટ ફટકારી દીધી હતી. અવાજ થતા પત્ની જયોતી જાગી જતા અજાણ્યા શખ્સે જયોતીના પગમાં છરી વડે ઇજા કરતા જયોતીએ દેકારો બોલાવી પથ્થરના ઘા કરી પ્રતિકાર કરતા અજાણ્યો શખ્સો પતિ હરેશના ગળાના ભાગે છરીનો ઘા ઝીંકી ભાગી ગયો હતો. દેકારો બોલતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. બાદ બંનેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા હરેશ કોળીએ જણાવ્યું હતું કે, મોડીરાત્રે મોઢે રૂમાલ બાંધીને આવેલા શખ્સે અચાનક હુમલો કર્યો હતો અને રૂ. ૩૦૦૦ લૂંટ ચલાવ્યાનો આક્ષેપ કર્યો હતો. આ બનાવની જાણ થતા કુવાડવા રોડ પોલીસ મથકના એ.એસ.આઇ. ફતેહસિંહ સહિતે તપાસ હાથ ધરી છે.

(12:00 pm IST)