Gujarati News

Gujarati News

News of Saturday, 7th December 2019

શહેર ભાજપ દ્વારા કાલે મા ઉમીયા પરિવાર બાઈક રેલીનું સ્વાગત

રાજકોટ,તા.૭: શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડની એક સંયુકત અખબારી યાદીમાં જણાવાયુ છે કે પટેલ સેવા સમાજ- રાજકોટ આયોજિત ઉમીયા માતાજી સંસ્થાન ઉંઝા ખાતે લક્ષચંડી મહાયજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે અને આ લક્ષચંડી યજ્ઞમાં શહેરની ધર્મપ્રેમી જનતા વધુને વધુ જોડાયા તે માટે ઉમિયા પરીવાર રાજકોટ દ્વારા વિશાળ બાઈક રેલીનું અયાોજન કરવામાં આવેલ છે.

જે શહેરનાં રાજમાર્ગો પર ફરશે ત્યારે શહેર ભાજપ દ્વારા આવતીકાલે તા.૮ના રવિવારે સવારે ૧૦:૧૫ કલાકે કાલાવડ રોડ ખાતે આવેલ આત્મીય કોલેજ પાસે ભવ્ય સ્વાગત કરવામાં આવશે. આ સ્વાગત કાર્યક્રમમાં શહેર ભાજપની તમામ શ્રેણીનાં કાર્યકર્તાઓને સમયસર ઉપસ્થિત રહેવા શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડે જાહેર અનુરોધ કરેલ છે.

(11:35 am IST)