Gujarati News

Gujarati News

News of Saturday, 7th December 2019

વાવડીમાં પાણી-પુરવઠા યોજના તુટેલા રસ્તાઓના ડામર કામ પૂર્ણકરાશે

ર૬મી જાન્યુઆરીના મહાઉત્સવ પ્રસંગે રાજકોટને ટનાટન બનાવવા કોર્પોરેશન મેદાને : વોર્ડવાઇઝ નવા વિકાસ કામોના ખાતમુહુર્ત-લોકાર્પણો થશેઃ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશેઃ મ્યુ.કમિશનર-પદાધિકારીઓ વચ્ચે યોજાયેલ સંકલન : બેઠક બાદ વિગતો જાહેર કરતા મેયર બીનાબેન આચાર્ય

રાજકોટ તા. ૬ : આગામી ર૬મી જાન્યુઆરીએ રાજકોટમાં ર૬મી જાન્યુઆરી એટલે કે પ્રજાસતાક પર્વની રાજયકક્ષાની ઉજવણી થનાર હોઇ આ પ્રસંગે રાજકોટ શહેરમાં પણ રસ્તા, પાણીપુરવઠા કોમ્યુનીટી હોલ સહીતના વિકાસ કામોમાં લોકાર્પણો અને ખાતમુહુર્તો કરવાનું આયોજન મ્યુ.કોર્પોરેશન દ્વારા કરાયું છ.ે

જેમાં મહત્વની એવી રાજકોટમાં નવા ભેળવાયેલ વાવડી વિસ્તારમાં પાણી-પુરવઠા યોજનાનુ ખાત મુહુર્ત ત્થા ર૬મી જાન્યુઆરી સુધીમાં શહેરમાં તુટેલા તમામ રસ્તાઓનૂં ડામર કામ પુર્ણકરી દેવાનું આયોજન છ.ે

આ અંગે મેયર બીનાબેન આચાર્યએ વિસ્તૃત માહીતી આપતા જણાવ્યુ હતું કે મ્યુ. કમિશનર ઉદિત અગ્રવાલ સાથે પાંચેય પદાધિકારીઓની સંકલન બેઠક યોજાઇ હતી જેમાં ચાલુ વર્ષના બજેટમાં સુચવાયેલ વિકાસકાો કેટલા બકી છ.ે કેટલા થઇ ગયા કેટલા કામો પ્રગતીમાં છે તેથી સમીક્ષા કરી આગામી ર૬મી જાન્યુઆરી દરમિયાન કયા-કયા મહત્વના પ્રોજેકટોના ખાત મુહુર્ત અને લોકાર્પણ થઇ શકે તેમ છે તેની ચર્ચાઓ થઇ હતી.

મેયરશ્રીએ વધુમાં જણાવેલ. કે ર૬મી જાન્યુઆરી સુધીમાં રાજકોટ ખાતે સૌથી મહત્વની એવી શહેરની હદમાં નવા ભેળવાયેલ વાવડી વિસ્તારની પાણી-પુરવઠા યોજના માટેનવા પાણીના ટાંકા, પમ્પીંગ સ્ટેશનનું ખાતમુહુર્ત કરવા વિચારાયું છ.ે

તેવી જ રીતે શહેરમાં વરસાદથી તુટેલા રસ્તાઓનું સમાર કમ વહેલી તકે પુર્ણ કરવા ઉપરાંત એકશન પ્લાનમાં સમાવિષ્ટ ડામર રોડ, ટી. પી. રોડનાં કામો પણ પુર્ણ કરી દેવાની નેમ છે.

આ ઉપરાંત મોરબી રોડ, જકાત નાકા ખાતે કોમ્યુનીટી હોલ, જેટકો ચોકડી એ પાણીનો ટાંકો વગેરે જેવા વિકાસ કામોનાં લોકાર્પણની તૈયારીઓ થઇ રહી છે.

આ ઉપરાંત ર૪ મી જાન્યુઆરીએ જૂના ગીતોથી સંગીત સંધ્યા તેમજ વોર્ડવાઇઝ વિવિધ હરિફાઇઓ સહિતનાં સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે તેમ મેયરશ્રીએ અંતમાં જણાવેલ.

આ સંકલન બેઠકમાં ડે. મેયર અશ્વિન મોલિયા, સ્ટેન્ડીંગ ચેરમેન ઉદય કાનગડ, શાસક નેતા દલસુખભાઇ જાગાણી, મ્યુ. કમિશનર ઉદિત અગ્રવાલ, ડે. કમિશનર શ્રી નંદાણી, શ્રી સીંઘ શ્રી પ્રજાપતી ત્થા સીટી ઇજનેરો શ્રી કામલીયા, શ્રી દોઢીયા, વગેરે  અધિકારીઓ ઉપસ્થિત હતાં.

અન્ય સરકારી વિભાગો પણ ઉજવણીમાં જોડાશે

આ ઉપરાંત કલેકટર તંત્ર દ્વારા અશ્વ શો, ભવ્ય મ્યુઝિકલ નાઇટ, એર-શો, યોજાશે ત્થા પોલીસ વિભાગ, વિજ કંપની, રૂડા વગેરે વિભાગો પણ આ ઉજવણીમાં જોડાઇ વિવિધ વિકાસ કામોનાં લોકાર્પણો કરશે. જેનાં આયોજનની બેઠક આજે મેયર બંગલે યોજાઇ હતી. જેમાં શ્રીમતી અંજલીબેન રૂપાણી, પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઇ ભારદ્વાજ,  મ્યુ. ફાઇનાન્સ બોર્ડનાં ચેરમેન ધનસુખ ભંડેરી, ઉપરાંત મેયર બીનાબેન આચાર્ય, સ્ટે. ચેરમેન ઉદય કાનગડ, સહિતનાં પદાધિકારીઓ - ભાજપ આગેવાનો તથા કલેકટર રેમ્યા મોહન સહિતનાં અધિકારીઓ ઉપસ્થીત હતાં.

(3:45 pm IST)
  • માત્ર વોટ્સએપ દ્વારા જ નહિં પરંતુ ભારતીય કર્મશીલોની ઇમેઇલ દ્વારા પણ ડીજીટલ એટેક કરીને જાસુસી કરવામાં આવી હતી પણ ભીમા-કોરેગાંવ કેસ સાથે સંકળાયેલ કેટલાય માનવ અધિકાર કર્મશીલ અને પત્રકારોને તેમના કમ્પ્યુટરનો સંપૂર્ણપણે કંટ્રોલ લઇ શકે એવુ માલવેર ધરાવતા શંકાસ્પદ ઇમેઇલ મોકલવામાં આવ્યા હતાં એવુ એમ્નેસ્ટી ઇન્ટરનેશનલની ડિજીટલ ટીમે શોધી કાઢયું છે. access_time 11:57 am IST

  • બિન સચિવાલય પરીક્ષા વિવાદ મામલે એનએસયુઆઇ દ્વારા શનિવારે રાજ્યભરમાં કોલેજ બંધનું એલાન અપાયું હોવાનું જાણવા મળે છે access_time 1:00 am IST

  • કચ્છ ભાજપના નેતા જયંતિ ભાનુશાલી હત્યા કેસનો મામલો: ઝડપાયેલ ૧૨મો આરોપી નિખિલ થોરાટ ગળપાદર જેલ હવાલે access_time 10:57 pm IST