Gujarati News

Gujarati News

News of Friday, 7th December 2018

રાજકોટના દિનાબેન ભટ્ટને વુમન એકસ્લેન્સ એવોડ

 સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત અને રાજકોટમાં સ્પેશિયલ એજયુકેટર તરીકે છેલ્લા ૨૦ વર્ષથી સેવા આપતા દીનાબેન ગિરજાશંકર ભટ્ટને વુમન એકસલન્સ ૨૦૧૮નો એવોર્ડ મળ્યો છે જેમાં વુમન ઇન્ટરનેશનલ નેટવર્ક કે જે વુમન્સ પર થતા અત્યાચાર વિરુદ્ઘ કાર્ય કરે છે અને વિશ્વના ૩૦ દેશોમાં કાર્યરત છે આ કાર્યમાં યોગ વિદ્યા જાગૃતિ અભિયાન-ઇન્ટરનેશનલ હોલીસ્ટીક હેલ્થ મુવમેન્ટ, મીનીસ્ટ્રી ઓફ ડોનર ભારત સરકાર જોડાયેલ છે. રાજકોટમાં છેલ્લા ૨૦ વર્ષથી સ્પેશિયલ એજયુકેટર તરીકે કાર્ય કરતા   દીના ભટ્ટને તાજેતરમાં ઇન્ડો-યુરોપીયન ઓર્ગેનાઈઝેશન ત્ચ્ઘ્લ્પ્ચ્ તરફથી નેશનલ વિમેન્સ એકસલન્સ એવોર્ડ પ્રાપ્ત થયેલ છે તારીખ ૨૫ નવેમ્બર ૨૦૧૮ના રોજ અનેક રાજનૈતિક તથા ફિલ્મી હસ્તીઓની હાજરીમાં કમલ તહોરી (IAS) તથા અન્ય દિગ્ગજ હસ્તીઓના હાથે શ્રી દીનાબેનને એવોર્ડ, શાલ તથા મોમેન્ટો અર્પણ કરવામાં આવ્યા. આ એવોર્ડ ૨૫ નવેમ્બર ૨૦૧૮ ના રોજ વિશ્વના ૩૦ દેશોમાં મહિલાઓને પોતાના કાર્યક્ષેત્રમાં નિષ્ઠા થી કાર્ય કરવા બદલ અને સિદ્ઘિ પ્રાપ્ત કરવા બદલ નારી-શકિતનું સન્માન કરવામાં આવે છે. દીના ભટ્ટે આ સાથે N.A.B. પરિવારનું નામ રોશન કરી સમગ્ર ગુજરાતનું ગૌરવ વદ્યારેલ છે N.A.B. સંસ્થા તરફથી આ તકે તેઓને હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.

(4:05 pm IST)