Gujarati News

Gujarati News

News of Friday, 7th December 2018

જાળીયા દૂધ ઉત્પાદક સહકારી મંડળીના મંત્રીને એક વર્ષની સજા અને પાંચ હજારનો દંડનો હુકમ

રાજકોટ, તા. ૭ : રાજકોટ તાલુકાના જાળીયા દુધ ઉત્પાદક સહકારી મંડળીના મંત્રી રામજી અરજણભાઇ પટેલ સામેનો ઉચાપત અંગેનો કેસ ચાલી જતા અદાલતે આરોપીને એક વર્ષની સજા અને પાંચ હજારનો દંડ ફટકાર્યો હતો.

આ અંગેની વિગત એવી છે કે, સદરહું સહકારી મંડળીના મંત્રી રામજી પટેલે ૧૯૮૯ના અરસામાં મંડળીમાંથી રૂ. ર૭૧૦ ની રોકડ રકમ તેમજ રાજદાણની ૧૦ ગુણની ઉચાપત કરી હતી.

આ બનાવ અંગે ફરીયાદ થતા અદાલતે આરોપીની ધરપકડ કરીને કોર્ટમાં ચાર્જશીટ રજૂ કર્યુ હતું.

આ કામમાં સરકારપક્ષે એ.પી.પી. શ્રી સી.પી. ત્રિવેદીએ રજૂઆત કરેલ કે, આરોપી સદરહું મંડળીનો મંત્રી હતો અને તેના સમયગાળામાં આરોપીએ ઉચાપત કર્યાનો પ્રથમ દર્શનીય કેસ હોય આરોપીને સજા કરવી જોઇએ.

ઉપરોકત રજુઆત અને પુરાવાને ધ્યાને લઇને જયુ. મેજી. શ્રી દવે આરોપીને એક વર્ષની સજા અને રૂ. પાંચ હજારનો દંડ ફટકાર્યો હતો.

આ કામમાં સરકાર પક્ષે એ.પી.પી. શ્રી સી.પી. ત્રિવેદી રોકાયા હતાં.

 

(3:54 pm IST)