Gujarati News

Gujarati News

News of Friday, 7th December 2018

ભકિતનગર પોસ્ટ ઓફીસના ઉચાપત કેસમાં કારકૂનને ત્રણ વર્ષની સજા અને ૧પ હજારનો દંડ

ર૮ વર્ષ પહેલાના કેસમાં જયુ.મેજી. દવેએ આપેલ ચુકાદો

રાજકોટ, તા. ૭ :  અત્રે ભકિતનગર પોસ્ટ ઓફીસમાં નાની બચત વિભાગમાં નોકરી કરતા કારકૂન વિનોદગીરી જમનાગીરી ગોસ્વામીને ઉચાપત કેસમાં અદાલતે ત્રણ વર્ષની સજા ફરમાવી હતી.

આ અંગેની વિગત એવી છે કે, અત્રેના ગોંડલ રોડ ઉપર આપેલ પી. એન્ડ ટી. કોલોનીમાં રહેતા અને ભકિતનગર પોસ્ટ ઓફીસમાં નાનીબચત વિભાગમાં ફરજ બજાવતાં વિનોદગીરી જમનાગીરી ગોસ્વામીએ રૂ. ૧૬૦૦૦ની ઉચાપત કરતા પોલીસમાં ફરીયાદ નોંધાઇ હતી.

ફરીયાદની વિગત મુજબ રેલ્વેમાં નોકરી કરતાં આર.સી. ત્રિવેદીએ પોસ્ટ ઓફીસમાં  જમા કરાયેલ રૂ. ૧૬ હજાર તેની પાસબુકમાં જમા બતાવેલ પરંતુ લોગબુક ટ્રાન્જેકશનમાં તેની એન્ટ્રી કરેલ ન હોય આરોપીઓ સદરહું રકમની ઉચાપત કર્યાનું ખુલ્યું હતું.

આ બનાવ અંગે પોલીસે આરોપીની ધરપકડ કરીને કોર્ટમાં ચાર્જશીટ રજૂ કર્યુ. હતું. આ બનાવ અંગે તા. ૯-૮-૯૦ના રોજ ફરીયાદ થયેલ હતી.

આ કેસ ચાલતાં સરકાર પક્ષે એ.પી.પી. સી.પી. ત્રિવેદીએ રજૂઆત કરેલ કે આરોપી વિરૂદ્ધ પ્રથમ દર્શનીય રેકર્ડ આધારીત ગુનો છે. સાહેદોની જુબાની તેમજ રજૂ થયેલ પુરાવાને ધ્યાને લઇને મ્યુ. મેજી. શ્રી પી.એન. દવેએ આરોપીને ત્રણ વર્ષની સજા અને ૧પ હજારનો દંડ ફટકાર્યો હતો.

આ કામમાં સરકાર પક્ષે એ.પી.પી. સી.પી. ત્રિવેદી રોકાયા હતા. (૯.૧૪)

(3:54 pm IST)
  • અમદાવાદ :વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વાઈબ્રન્ટ સમિટ પહેલા જાન્યુઆરીમાં ગુજરાત પ્રવાસે આવે તેવી શક્યતા :સરદાર પટેલ ઇન્સ્ટીટયુટ ઓફ રીસર્ચના ઉદ્ઘાટન પ્રસંગે આવી શકે છે ગુજરાત access_time 3:16 pm IST

  • સુરત: ઉધના વિસ્તારમાં સ્ટેટ વિજિલન્સ દ્વારા દારૂની રેડનો કેસ :સુરત પોલીસ કમિશનર સતીશ શર્માએ ઉધના પીઆઇ એમપી પરમારને સસ્પેન્ડ કર્યા:સ્ટેટ વિજિલન્સ દ્વારા રેડ કરી 2 લાખ 24 હજારનો દારૂ જપ્ત કર્યો હતો access_time 12:04 am IST

  • વડોદરા જિલ્લાનાવાઘોડિયા તાલુકામાં ફાર્મહાઉસ માં દરોડો પાડીનેવસવેલ ગામની સીમમાં ફાર્મહાઉસ માં દારૂની મેહફીલ માણતા૧૪ નબીએનોની વાઘોડિયા પોલીસે કરી ધરપકડ18 લક્ઝરી કારો સહીત લાખથી વધુનોમુદામાલ કબજે કર્યો છે access_time 3:56 pm IST