Gujarati News

Gujarati News

News of Friday, 7th December 2018

વોર્ડ નં. ૩ માં પ૦ લાખના વિકાસના કામો મંજૂર કોર્પોરેટર ગાયત્રીબા વાઘેલા, દિલીપ આસવાણી, ગીતાબેન પુરબીયાના પ્રયત્ન સફળ :...

રાજકોટ : શહેરના વોર્ડ નં. ૩ માં સતત જાગૃત વિસ્તારના કોર્પોરેટર દ્વારા સમગ્ર વિસ્તારનો સમુચૌ વિકાસ થાય અને વિસ્તારનો એકપણ વિસ્તાર પાયાની સુવિધાથી વંચીત  ન રહે તે માટે સતત આ વિસ્તારના જાગૃત કોર્પોરેટર શ્રીમતી ગાયત્રીબા વાઘેલા, દિલીપ આસવાણી, ગીતાબેન પુરબીયા, પ્રયત્નશીલ હોય છે અને એક પછી એક વિકાસના કામો મંજૂર કરાવી રહ્યા છે. વોર્ડ નં. ૩ ના અતિ પછાત એવા સ્લમ કવાર્ટર, લાખાબાપાની વાડી વિસ્તારની સાકળી શેરીઓમાં સી. સી. વર્ક તેમજ મુખ્ય ચોકમાં અને રોડ પર ઇન્ટરલોકીંગ પેવીંગ બ્લોક નાખવાની કામગીરી તેમજ ઘણા વર્ષથી પરસાણાનગરમાં આવેલ વોંકળાની દિવાલ પડી ગઇ હતી જે બાબતે પણ અનેક રજૂઆતોના અંતે આ કામગીરી પણ મંજૂર થતા આ બન્ને કામગીરીનો પ્રારંભ જાગૃત કોર્પોરેટરોની ઉપસ્થીતીમાં વોર્ડ નં. ૩ ના પ્રમુખ ગૌરવભાઇ પુજારા અને કોંગ્રેસ અગ્રણી અશોકસિંહ વાઘેલાના હસ્તે કરવામાં આવી હતી આ તકે વિસ્તારના આગેવાનો યતિનભાઇ વાઘેલા, લક્ષ્મણભાઇ રાઠોડ, કિશોરભાઇ ગડીયલ, આનંદભાઇ ગોરી, અવનીબેન ગોરી, મિતલબેન ગોરી, કરીશ્માબેન મોટવાણી, ચાંદનીબેન હરવાણી, કોમલબેન ટેકવાણી, ચંદ્રીકાબેન સારંગ, અનવરભાઇ વિગેરે ઉપસ્થીત રહ્યા હતાં. 

(3:53 pm IST)