Gujarati News

Gujarati News

News of Friday, 7th December 2018

FPAI દ્વારા એઇડ્સદિનની ઉજવણી : નૃત્ય અને રોલ પ્લે દ્વારા સંદેશો રજુ

રાજકોટ તા. ૭ : ફેમીલી પ્લાનિંગ એસો. ઓફ ઇન્ડિયા રાજકોટ બ્રાંચ દ્વારા રાજકોટ ડેરી ખાતે વિશ્વ એઇડ્સ દિન નિમિતે એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ૬૪ લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. શરૂઆતમાં રાજકોટ ડેરીના એચ.આર. એકઝીકયુટીવ અમિત ગમઢાએ મહેમાનોનું શાબ્દીક તથા પુષ્પગુચ્છથી સ્વાગત કરેલ. ત્યાર બાદ એફ.પી.આઇ. રાજકોટ બ્રાન્ચના મેનેજર જશુભાઇ પટેલે એફપીએઆઇ રાજકોટ બ્રાંચનો પરીચય તથા સેવાઓની વિગતો વર્ણવી હતી. સંસ્થાના પ્રમુખ મહેશભાઇ મહેતા, સીનીયર વોલંટીયર પ્રો. પ્રદીપભાઇ જોબનપુત્રાએ પ્રાસંગીક પ્રવચન કરેલ. આરડીએનપી+ ના પ્રેસીડેન્ટ જગદીશભાઇ ભાડજાનું સ્ટેટસ શ્રોતાઓ સમક્ષ જશુભાઇ પટેલ દ્વારા રજુ કરાયુ હતુ. ત્યાર બાદ કામદાર નર્સિંગ કોલેજની તાલીમાર્થીઓ દ્વારા એચ.આઇ.વી. એઇડ્સ વિષયને અનુરૂપ 'સુરક્ષા એજ જીવનનો અર્થ છે સુરક્ષા વિના બધુ વ્યર્થ છે' એક  રોલ પ્લે રજુ કરવામાં આવેલ. ત્યાર બાદ શુભમ હોસ્પિટલના ડો. ગૌરાગભાઇ બુચે ચેરી રોગ વિષે માહીતી રજુ કરી હતી. લક્ષ્ય ટ્રસ્ટના હિરલદે ચૌહાણે લમ્હે ફિલ્મના સંગીતને આધારે એક નૃત્ય રજુ કરી સૌને મુગ્ધ કરી દીધા હતા. લક્ષ્ય ટ્રસ્ટના ટી.આઇ. પ્રોજેકટના મેનેજર હુસેનભાઇ ઘોણીયાએ એમ.એસ.એમ. ઓરીએન્ટેશન આપ્યુ હતુ. જેમાં લક્ષ્ય ટ્રસ્ટની શરૂઆત ૨૦૦૪ થી લઇને આજ સુધીની કામગીરી તેમજ જાતીય સબંધોના પ્રકારો સહીતીની માહીતીઓ રજુ કરી હતી. ઉપરાંત 'એ જીવન હૈ' શીર્ષકથી એચ.આઇ.વી. એઇડ્સની જાણકારી આપતુ એક ફિલ્મ પણ બતાવવામાં આવ્યુ હતુ. કાર્યક્રમના અંતે એફ.પી.એ.આઇ. રાજકોટના પ્રોગ્રામ કમીટીના ચેર પર્સન કરિશ્મા મોઘલે આભારવિધિ કરી હતી. કાર્યક્રમમાં રાજકોટ ડેરીના ઇન્ચાર્જ મેનેજીંગ ડાયરેકટર દિલીપભાઇ હીરપરા, લીયોનાર્ડ ડેવિડસન મેનેજરની પ્રેરક ઉપસ્થિતી રહી હતી. તેમજ એફ.પી.એ.આઇ. રાજકોટના બ્રાંચ એકઝીકયુટીવ મેમ્બર શ્રીમતી અવનીબેન ઓઝા, જગદીશભાઇ ભાડજા, યુથ મેમ્બર રોનક ધ્રુવ, મૌલિક પરમાર, માનસી દુધાત્રા, ઉર્વી વેકરીયા, હેતલ ખારા વગેરેએ જહેમત ઉઠાવી હતી. સમગ્ર આયોજન સંકલન અને સંચાલન એફપીએઆઇ રાજકોટ પ્રોગ્રામ ઓફીસર મહેશભાઇ રાઠોડ, રાજકોટ ડેરીના કર્મચારીઓ અને અધિકારીઓએ કરેલ. (૧૬.૨)

 

(3:53 pm IST)
  • શેરબજાર બંધ રહ્યુ ત્યારે ૩૬૧ પોઈન્ટનો ઉછાળો access_time 4:08 pm IST

  • સુરેન્દ્રનગર જિલ્લાનાધ્રાંગધ્રા ના એંજાર ની પ્રાથમિક શાળા ને તાળા બંધી કરી રોષ ઠાલવ્યો હતોશિક્ષકો ની ઘટ ને કારણે વિધાર્થી ના અભ્યાસ પર અસર પડી વાલીઓ એ અનેક વાર તંત્ર ને કરી જાણના છુટકે શાળા ને લગાવી દીધા તાળા access_time 3:57 pm IST

  • પેરિસમાં વિરોધ પ્રદર્શનને પગલે એફિલ ટાવર પ્રવાસીઓ માટે બંધ કરાયો :છેલ્લા એક દાયકામાં સૌથી ખરાબ હિંસાના માહોલને ધ્યાને લઈને ફ્રાન્સની સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવા પોલીસની સંખ્યા 65 હજારથી વધારીને 89 હજાર કરી દેવાઈ access_time 12:45 am IST