Gujarati News

Gujarati News

News of Friday, 7th December 2018

શ્રીમતી ઉષાબહેન જાની કન્યા વિદ્યોતેજક સ્કોલરશીપ

રાજકોટ સિટર નિવેદિતા ફાઉન્ડેશન, રાજકોટ દ્વારા આર્થિક જરૂરિયાતમંદ, અભ્યાસમાં તેજસ્વી કન્યાઓને ઉષાબેન જાની કન્યા વિદ્યોતેજક સ્કોલરશીપ વિતરણનો તમજ ધોરણ-૧ર સુધીનો અભ્યાસ કર્યાબાદ મેડિકલ, ઇજનેરી જેવી વ્યાવસાયીક શાખામં અભ્યાસ કરવા માટે એજયુકેટ ટુ ગ્રેજયુએટ વ્યાજ મુકત લોન સ્કોલરશીપ વિતરણનો કાર્યક્રમ ધી કો.ઓપરેટીવ બેન્ક ઓફ રાજકોટ લિમિટેડના ચીફ ડેવલપમેન્ટ ઓફીસર કમલભાઇ ધામીના અતિથિવિશેષ પદે તેમજ રીલાયન્સ ઉન્ડસ્ટ્રીઝ લિમીટેડ, જામનગરના કોર્પોરેટ અફેર્સના એડવાઇઝર મનોજભાઇ અંતાણીની અધ્યક્ષતામાં યોજાયો મનોજભાઇએ પોતાના ઉદ્દબોધનમાં જણાવ્યું કે આજનો આ કાર્યક્રમ આત્મચિંતન અને સરસ્વતી વંદનાનો છે હવે પછીના જીવનમાં જેમની પાસેથી ઘણું શીખવા મળશે, તેવાં સિસ્ટર નિવેદિતા ફાઉન્ડેશનના માતા અને પિતાતુલ્ય ઉષાબહેન જાની અને ગુલાબભાઇ જાનીનાં સેવાકીય આભા-પ્રતિભાના વિદ્યોતેજક આત્માઓએ સિસ્ટર નિવેદિતાના વિચારોને સાકાર કર્યા છ.ે કાર્યક્રમના અતિથિવિશેષ કમલભાઇ ધામીએ પોતાના ઉદ્દબોધનમાં જણાવ્યું કે મારા પિતાજી રમણીકભાઇ ધામી સંસ્થાના સંસ્થાપક ગુલાબભાઇ જાની સાથે નજીકથી સંકળાયેલ મને તેમના તરફથી શૈક્ષણીક અને સહકારી પ્રવૃતિનો વારસો મળ્યો ગ્રામીણ વિદ્યાર્થીઓ જે જ્ઞાન મળવું જોઇએ. સ્કુલ ઓન વ્હીલ્સ દ્વારા ગામઠામાં વિદ્યાર્થીઓને વિકસવા માટેની પૂર્તતા કરવાની કામગીરી થઇ રહી છે. પ્રર્વતમાન સમયમાં સરકારી મદદની રાહ જોઇશું તો દેશની જરૂરિયાત પૂરી નહિ થાય. સિસ્ટર નિવેદીતતા ફાઉન્ડેશનના ટ્રસ્ટી બળવંતભાઇ દેસાઇએ ઉદ્દબોધનમાં જણાવ્યું કે કાન્યા વિદ્યોતેજક સ્કોલરશીપ આપવા પાછળની અમારી ભાવના ગામડાની વિદ્યાર્થીનીઓ તેમની નબળી આર્થિક સ્થિતિના કારણે શાળા છોડી ન જાય તે છ.ે  અમે દેશ - વિદેશના દાતાઓ પાસેથી દાન મેળવી આ કાર્ય કરી રહ્યા છીએ એજયુકેટ ટુગ્રેજયુએટ વ્યાજબ મુકત લોન સ્કોલરશીપ દ્વારા વિદ્યાર્થીઓને વ્યાવસાયિક શિક્ષણની તાલીમ આપી રોજગારી મેળવવામં સહાયરૂપ થઇએ છીએ  શિક્ષણ સંવર્ધનના કાર્યક્રમમાં ર૯૪ બાળાઓને કન્યા વિદ્યોતેજક સ્કોલરશીપ અન્વયે મહાનુભાવોના હસ્તે રૂ.૧૩,૦૪,૦૦૦ ના ચેકનું વિતરણ કરવાાં આવેલ છેલ્લા દસ વર્ષ દરમિયાન આ યોજના અંતર્ગત રપ૯પ બાળાઓને રૂ. ૧,૩ર,પર,૪૪૦ નુ વિતરણ કરવાાં આવેલ છે એજયુકેટ ટુ ગ્રેજયુએટ લોન સ્કોલરશીપ અંતર્ગત આજના સમારંભમાં ૧૩૦ વિદ્યાર્થીઓને રૂ.પર,૯૪,૦૦૦ ના ચેકનું વિતરણ કરવામાં આવેલ છલ્લા દસ વર્ષના દરમિયાન ૪૧૧ વિદ્યાર્થીઓને રૂ.૩,૬૦,૭૯, ૬૦૦ નું આ યોજના અંતર્ગત વિતરણ કરવામાં આવેલ છે.  સમારંભમા સંસ્થાના સંસ્થાપકો ઉષાબહેન જાની, ગુલાબભાઇ જાની, નિમંત્રીત મહેમાનો દુર -દુરના ગ્રામીણ વિસ્તારમાંથી પધારેલા આચાર્યો શિક્ષક, વાલીઓ અને વિદ્યાર્થીઓ સહિત ૮૦૦ જેટલા સભ્યો ઉપસ્થિત  રહેલ.

(3:53 pm IST)
  • ઇતિહાસકાર રામચંદ્ર ગુહાએ બીફ ખાતા પોસ્ટ કર્યો ફોટો ;કહ્યું ભાજપ શાસિત ગોવામાં જશ્ન માનવી રહયો છું :રામચંદ્ર ગુહા ભાજપની નીતિઓના ટીક્કાકાર છે :આગાઉ અમદાવાદ યુનિવર્સીટીમાં ભણાવવા ઇન્કાર કર્યો હતો : ગુહાએ ટ્વીટ કર્યું કે જુના ગોવામાં જાદુઈ સવાર ગુજાર્યા બાદ પણજીમાં લંચ કર્યું :ગોવા ભાજપ શાસિત છે એટલા માટે જશ્નમાં મેં બીફ ખાવા નિર્ણંય કર્યો :ગુહાએ ગોવાની કેટલીક તસવીરો પણ પોસ્ટ કરી હતી access_time 12:36 am IST

  • ગુજરાત કેડરના આઇપીએસ અધિકારી અતુલ કરવાલની બઢતી :સીઆરપીએફમા આઈજી તરીકે ફરજ બજાવી રહેલા કરવાલ ન એડિશનલ ડિજી તરીકે અપાઈ બઢતી : હાલ CRPF મા આઈજી તરીકે ડેપ્યુટશન પર છે અતુલ કરવાલ. access_time 9:52 pm IST

  • છોટાઉદેપુર ખાતે આવેલી લાંચ રૂશ્વત કચેરી માં ઘરફોડ ચોરી થઈ છેતસ્કરો દરવાજા ના ન્કુચા તોડી ઑફિસ માં પ્રવેશી તીજોરી માંથી 55, 000 રોકડા પાવડર વાળી નોટો લઇ ગયા છેતેમજ ગુનાના કામે વપરાયેલ કવર જેમા લાંચ રૂશ્વત માં પકડાયેલા આરોપી ઓ ના જવાબના કવરો પણ ફાડી ને લઇ ગયા છે access_time 3:56 pm IST