Gujarati News

Gujarati News

News of Friday, 7th December 2018

ધોળકિયા સ્કૂલના વિદ્યાર્થી અને દિક્ષાર્થી આરાધના ડેલીવાળાનું શાળા દ્વારા વિશેષ સન્માન

 રાજકોટઃ ધોળકિયા સ્કૂલમાં અભ્યાસ કરનાર મુમુક્ષુ શ્રી આરાધના ડેલીવાળા જયારે સંસારના સુખ-સમૃદ્ધિ છોડીને સંયમના કઠીન માર્ગ પર પ્રયાણ કરવા જઇ રહ્યા છે, ત્યારે તેમના સંયમ ભાવના સન્માન કાર્યક્રમમાં વિશેષરૂપે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા સન્માનવા માટે પધાર્યા તેમજ ધોળકિયા સ્કૂલના વિદ્યાર્થીઓની સાથે શાળા સંચાલકશ્રીઓ તેમજ તેમના શિક્ષકગણ ઉપસ્થિત રહીને ગુજરાતમાં પ્રથમવાર મુમુક્ષુઓના સન્માન અર્થે એકત્રીત થયા હતા. રાજકોટના શિક્ષણ જગતની ઉપસ્થિતિમાં બંને મુમુક્ષુ દીકરીઓ સ્કૂલ યુનિફોર્મ અને સ્કૂલબેગ સાથે લઇને પધારતાં સમગ્ર સમુદાય અત્યંત અહોભાવ અને જયકારના નાદ સાથે એમના પ્રવ઼ેશ વધામણા કર્યા હતા. આ અવસરે ઉપસ્થિત સર્વને સંયમ જીવનનું મહત્વ સમજાવતો બોધ આપાં રાષ્ટ્રસંત પૂજય ગુરૂદેવશ્રીએ જણાવ્યું હતું કે લાઇફનું કરીઅર બનાવવાના સ્વપ્ન જોવાની વયમાં મુમુક્ષુઓ પોતાના કલ્યાના સ્વપ્ન જોવા લાગે અને માત્ર જોતાં જ નથી પરંતુ એને સાકાર કરવા માટે જે પુરૂષાર્થ કરતા હોય છે એના પરિણામે આવા અવસરોનું સર્જન થતું હોય છે. સમગ્ર સમુદાય હર્ષનાદ કરી રહ્યો જયારે શાળા સંચાલક શ્રી જીતુભાઇ ધોળકિયા તથા શ્રી કૃષ્ણકાંતભાઇ ધોળકિયા દ્વારા બંને મુમુક્ષુઓને સન્માન પત્ર અર્પણ કરી ભાવભીનું સન્માન કરવામાં આવ્યું હતું.

(3:51 pm IST)