Gujarati News

Gujarati News

News of Friday, 7th December 2018

નેશનલ લેવલના એડવેન્ચર કેમ્પમાં ભાગ લેતી મોદી સ્કૂલની બહેનો

રાજકોટ :મોદી સ્કૂલની ગાઇડ બહેનોને નેશનલ લેવલના એડવેન્ચર કેમ્પ પંચમઢીમાં શાળાના ગાઇડ ટીચર જુલીબેન હિંગરાજીયા સાથે લઇ જવામાં આવી હતી. પંચમઢી મધ્યપ્રદેશ ખાતે કેમ્પ આયોજન કરવામાં આવેલ.પંચમઢી એટલે કુદરતના ખોળે રમવાનું સ્થળ, ત્યાંના અદ્દભુત અને ફુલગુલાબી મોસમની વચ્ચે ૪૪ ગાઇડ બહેનોએ એજયુકેશનના ભાગરૂપે અનેક પ્રવૃતિઓ કરેલ હતી. તેમાં સાંસ્કૃતિક કાર્યક્રમમાં ગરબા રજુ કર્યા હતા ત્યારબાદ રોજ રોજ કેમ્પની લગતી પ્રવૃતિઓ કરાવવામાં આવી જેમ કે રોફ કલાઇનીગ, રેપલીંગ, આર્ચરી, કેમ્પ ફાયર, ૭૦ કિલો મીટર ટ્રેકીંગ, સ્કીપીંગ, રીવર ક્રોસિંગ, રાયફલ શુટીંગ, બોટીંગ, હોર્ષ રાઇડીંગ જેવી પ્રવૃતિઓ કરાવીને ટ્રેનિંગ આપવામા આવી હતી. આ રીતે કેમ્પ કરવાથી દીકરીઅદના આત્મવિશ્વાસમાં વધારો થાય અને આત્મ સન્માનથી કઇ રીતે જીંદગીમાં આગળ વધવુ તેની પ્રેરણા પ્રાપ્ત થાય છે. કેમ્પમાં દરેક ગાઇડ બહેનોને નેશનલ સર્ટીફિકેટ અને મેડલ આપવામાં આવેલ હતા. દરેક ગાઇડ બહેનો અને તેની સાથે ગયેલ શિક્ષકોને શાળાના મેનેજીંગ ટ્રસ્ટી ડો. આર.પી.મોદી, પ્રિન્સીપાલશ્રીઓ તથા શાળા પરિવારે અભિનંદન પાઠવ્યા હતા. જીવનમાં આવી સુંદર પ્રવૃતિઓ કરતા રહો તેવી શુભેચ્છા આપી હતી.

(3:52 pm IST)
  • અમરેલી જિલ્લાના બગસરાના સુડાવડ ગામની સીમમાંથી બાળકને ઉઠાવી જનાર દીપડાએ બળદનો શિકાર કર્યો છેચાર દિવસ વીત્યા બાદ હજુ બાળકના અવશેષો પણ વનવિભાગને હાથ લાગ્યા નથી......વનવિભાગે દીપડાને પકડવા પાંજરું મૂક્યું હોવા છતાં દીપડો વનવિભાગને આપી રહ્યો છે ખો.....બાળક બાદ બળદનો શિકાર થતા ફરી વનવિભાગે સક્રિય થયું છે જ્યારેદીપડાના ખોંફથી ખેડૂતોમાં ફફડાટ વ્યાપી ગયો છે access_time 3:57 pm IST

  • ઇતિહાસકાર રામચંદ્ર ગુહાએ બીફ ખાતા પોસ્ટ કર્યો ફોટો ;કહ્યું ભાજપ શાસિત ગોવામાં જશ્ન માનવી રહયો છું :રામચંદ્ર ગુહા ભાજપની નીતિઓના ટીક્કાકાર છે :આગાઉ અમદાવાદ યુનિવર્સીટીમાં ભણાવવા ઇન્કાર કર્યો હતો : ગુહાએ ટ્વીટ કર્યું કે જુના ગોવામાં જાદુઈ સવાર ગુજાર્યા બાદ પણજીમાં લંચ કર્યું :ગોવા ભાજપ શાસિત છે એટલા માટે જશ્નમાં મેં બીફ ખાવા નિર્ણંય કર્યો :ગુહાએ ગોવાની કેટલીક તસવીરો પણ પોસ્ટ કરી હતી access_time 12:36 am IST

  • મહેસાણા : ઉત્તર ગુજરાત વીજ કંપનીમાં જુનીયર આસિસ્ટન્ટની ભરતીનો મુદ્દો :ભરતીમાં ગેરરીતિ હોવાની ફરિયાદ બાદ કલાર્કને સસ્પેન્ડ કરાયો :ઉમેદવારોએ જવાબદારો સામે પગલા ભરવાની માંગ સાથે હોબાળો મચાવ્યો access_time 3:21 pm IST