Gujarati News

Gujarati News

News of Friday, 7th December 2018

મોરબીના ૧૬મીએ વિનામૂલ્યે વિકલાંગ કેમ્પ

ભારત વિકાસ પરીષદ દ્વારા આયોજનઃ દિવ્યાંગોને લાભ લેવા અપિલ : ૧૦૦થી વધુ વિકલાંગોને ટ્રાયસીકલ પણ અપાશેઃ મોરબીમાં નવી બ્રાંચ શરૂ થશે

રાજકોટ,તા.૭: ભારત વિકાસ પરિષદ- મોરબી તથા આનંદનગર શાખા રાજકોટ દ્વારા નગીનભાઈ જગડા (અમેરીકા), ઈન્ડીયન ફોર કલેકટીવ એકશન- કેલીફોર્નીયા અને અર્પણ ફાઉન્ડેશન દ્વારા સ્વ.શ્રી નંદકુવરબા પાનાચંદ દેશાઈ તથા સ્વ.નંદકુંવરબા છગનલાલ શેઠના સ્મરણાર્થે મોરબીમાં ભવ્ય વિનામૂલ્યે વિકલાંગ કેમ્પ યોજાશે.

ભારત વિકાસ પરિષદ સમગ્ર ભારતમાં ૧૪૦૦ અને ગુજરાતમાં ૫૭ જેટલી શાખા ધરાવતી સંસ્થા દ્વારા સેવાકાર્યના મુખ્ય અભિયાન વિકલાંગ મુકત ગુજરાતના ભાગરૂપે અમેરીકા સ્થિત સ્વદેશપ્રેમી અને દાતા શ્રીનગિનભાઈ જગડા તથા ઈન્ડિયન ફોર કલેકટીવ એકશન- કેલીફોર્નીયા આર્થિક સહયોગથી તા.૧૬ ડીસેમ્બરના રવિવારના રોજ સવારે ૮ વાગ્યાથી કડવા પાટીદાર કન્યા છાત્રાલય, નવા બસસ્ટેડન્ડ પાછળ- મોરબી ખાતે વિનામૂલ્યે વિકલાંગોને જયપુર ફુટ, કેલીપર્સ, સર્જિકલ બુટ, વોકીંગ સ્ટીક તથા ઘોડી વિગેરે સાધનો આપવાનો તથા જરૂરીયાતમંદ વિકલાંગોને ટ્રાયસીકલ આપવાનો કેમ્પ યોજાનાર છે.

આ કેમ્પમાં સૌરાષ્ટ્રભરના ૧૦૦થી વધુ વિકલાંગ ભાઈ- બહેનોને રૂ.૫૦૦૦ની કિંમતની ટ્રાયસિકલ વિનામૂલ્યે આપવામાં આવશે.

નામ નોંધણી માટે રવિન્દ્રભાઈ ત્રિવેદી મો.૯૮૭૯૦ ૨૪૪૧૦, મનોજભાઈ ભટ્ટ મો.૯૯૦૯૨ ૦૯૪૮૪, ડો.જયેશભાઈ પનારા મો.૯૮૨૫૬ ૨૧૨૧૪, દિલીપભાઈ પરમાર મો.૯૮૭૯૯ ૧૦૭૧૫, ડો.મનુભાઈ કૈલા મો.૯૮૨૫૪ ૦૫૦૭૬, પરેશભાઈ મિયાત્રા મો.૯૯૭૯૯ ૬૦૪૪૭, યોગેશભાઈ જોશી મો.૯૦૩૩૯ ૫૩૨૨૪નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે. કેમ્પમાં કૃત્રિમ હાથ, કૃત્રિમ પગ, કેલીપર્સ, ઘોડી તથા વોકીંગ સ્ટીક તેમજ સૌરાષ્ટ્રભરના ૧૦૦થી વધુ વિકલાંગોને જયપુર ફુટ વિનામૂલ્યે આપવામાં આવશે. સૌરાષ્ટ્રભરના વિકલાંગોને આ કેમ્પમાં લાભ લેવા જણાવાયું છે.

તા.૧૬ના રોજ ભારત વિકાસ પરિષદ- મોરબી તથા આનંદનગર શાખા- રાજકોટ તથા અર્પણ ફાઉન્ડેશનના માધ્યમથી નગિનભાઈ જગડા તથા ઈન્ડીયન ફોર કલેકટીવ એકશન- અમેરીકાના સહયોગથી શ્રી કડવા પાટીદાર કન્યા છાત્રાલય, નવા બસસ્ટેન્ડ પાછળ- મોરબી ખાતે વિકલાંગ કેમ્પ યોજાનાર છે. આ કેમ્પમાં વિકલાંગો પાસે કોઈ ચાર્જ લેવામાં આવનાર નથી તેમજ તેને માટે ભોજનની વ્યવસ્થા રાખવામાં આવનાર છે.

આ કેમ્પને સફળ બનાવવા ભારત વિકાસ પરિષદ આનંદ નગર શાખાના પ્રમુખ વિનોદભાઈ પટેલ, મંત્રી દિપકભાઈ ગોસાઈ, વિકલાંગ સહાયતા કન્વીનર હિંમતસિંહ ડોડીયા તથા ભારત વિકાસ પરિષદ- મોરબી શાખાના કન્વીનર રવિન્દ્રભાઈ ત્રિવેદી, ડો.જયેશભાઈ પનારા, મનોજભાઈ ભટ્ટ, દિલીપભાઈ પરમાર, ડો.મનુભાઈ કૈલા, પરેશભાઈ મિયાત્રા, યોગેશભાઈ જોશી તથા આનંદ નગર શાખાના હોદેદારો સર્વશ્રી કાળુભાઈ પાનસુરીયા, દયાળજીભાઈ રાઠોડ, અશ્વિનભાઈ ગોસ્વામી, મહેશભાઈ પરમાર, કીરિટસિંહ વાળા, કરસનભાઈ મેતા, શાંતિગિરિ ગોસાઈ, બકુલભાઈ દુધાગરા, જેન્તીભાઈ કોરાટ, પ્રવિણપુરી ગોસ્વામી, વિનોદભારથી ગોસ્વામી, દિલીપભાઈ પંચોલી સહિતના કાર્યકરો તેમજ ભારત વિકાસ પરિષદ સૌરાષ્ટ્ર પ્રદેશના કા.પ્રમુખ અને અપર્ણ ફાઉન્ડેશનના પ્રમુખ પ્રફુલગિરી ટી.ગોસ્વામી અને સૌ.પ્રાંત ખજાનચી જેઠસુરભાઈ ગુજરીયાના માર્ગદર્શન હેઠળ જહેમત ઉઠાવી રહ્યા છે.

સમગ્ર ભારતમાં પથરાયેલી સેવા સંસ્થા ભારત વિકાસ પરિષદની નવી બ્રાંચ આગામી દિવસોમાં મોરબી શહેરમાં શરૂ થવા જઈ રહી છે. જેમાં સભ્ય બનવા માટે સંયોજક રવિન્દ્રભાઈ ત્રિવેદી મો.૯૮૭૯૦ ૨૪૪૧૦નો સંપર્ક કરવા જણાવાયું છે.

તસ્વીરમાં 'અકીલા'ના એકઝીકયુટીવ શ્રી નિમીષભાઈ ગણાત્રા સાથે સંસ્થાના આગેવાનો સર્વેશ્રી પ્રફુલભાઈ ગોસ્વામી, જેઠસુરભાઈ ગુજરીયા, વિનોદભાઈ પટેલ, કરશનભાઈ મેતા, કિરીટભાઈ મૈયડ, કાળુભાઈ પાનસુરીયા અને દયાળજીભાઈ રાઠોડ નજરે પડે છે.(તસ્વીરઃ સંદીપ બગથરીયા) (૩૦.૭)

(3:43 pm IST)
  • રાજકોટ : અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે આજે પ્રમુખ સ્વામી મહારાજનો ૯૮મો જન્મજયંતિ મહોત્સવ : ૪૦૦ જેટલા ગરીબ દર્દીઓના નિઃશુલ્ક ઓપરેશન માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા કરાઈ access_time 3:20 pm IST

  • મોરબીના રવાપર ધૂનડા રોડ પર નવા બની રહેલાં બિલ્ડીંગમાં લિફ્ટના ખાચામાં યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી છેપ્રાથમિક તપાસમાં પોલીસને મૃતક યુવાન પરપ્રાંતિય હોવાનું જાણવા મળ્યું છેપોલીસે સમગ્ર બનાવ ની ગંભીરતાપૂર્વક નોંધ લઈ યુવાન ના મોત અંગેનું કારણ અને પરિવારની શોધખોળ હાથ ધરી છે access_time 3:56 pm IST

  • ગીરસોમનાથ :તાલાલાના બોરવાવ ગામે પીતાની નજર સામે 8 વર્ષના પૂત્ર પર દિપડાએ કર્યો હુમલો:પિતાએ દીપડાનો પીછો કરતા ઇજાગ્રસ્ત પૂત્રને છોડી દીપડો નાસી છુટ્યો :વનવીભાગે બે પીંજરા મૂકતા હુમલાખોર દીપડો ઝડપાયો access_time 3:30 pm IST