Gujarati News

Gujarati News

News of Friday, 7th December 2018

ઓપન ગુજરાત રેપીડ ચેસ ટુર્નામેન્ટ સંપન્નઃ ૩૦૦ સ્પર્ધકોએ ભાગ લીધો

રાજકોટઃ વન્ડર ચેસ કલબ, રાજકોટ દ્વારા મીના મેરેડીયન બેન્કવેટ હોલમાં ઓપન ગુજરાત રેપીડ ચેસ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું. કુલ ૪ પ્રકારની ટુર્નામેન્ટમાં U-9, U-13, U-17, Open કેટેગરીમાં કુલ ૩૦૦ જેટલા ખેલાડીઓ ભાઇઓ તથા બહેનોએ ભાગ લીધેલ હતો. મુખ્ય આયોજક કમિટિ કિશોરસિંહ જેઠવા, ટુર્નામેન્ટ કન્વીનર, ગૌરવ ત્રિવેદી સેક્રેટરી, અભય કામદાર ડાયરેકટરે જહેમત ઉઠાવેલ હત. બહારગામથી આવેલ ખેલાડી માટે ડોરમેટરી રહેવાની સગવડ તેમજ ભાગ લેનાર તમામ માટે ભોજનની વ્યવસ્થા આયોજક તરફથી આપવામાં આવેલ હતી. કુલ ૩૮,૦૦૦ના કેશ પ્રાઇઝ તથા નાના બાળકોને કેશ પ્રાઇઝ ઉપરાંત શીલ્ડ, ચેસ બુક, સર્ટીફીકેટ વિગેરે આપી નવાઝવામાં આવેલ ઇનામ વિતરણ કાર્યક્રમમાં મનોહરસિંહજી જાડેજા ડેપ્યુટી કમિશ્નર ઓફ પોલીસ રાજકોટ શહેર ઝોન-૨ ઉપસ્થિત રહી ખેલાડીઓને પ્રોત્સાહીત કરેલ. અન્ય મહેમાનોમાં રાકેશ વાછાણી, હાર્દિક દવે, નટુભાઇ સોલંકી, સી.કે. પારેખ, મુકેશ ભટ્ટ, કિશોરસિંહ જેઠવા, ગૌરવ ત્રિવેદી, અભય કામદાર વિગેરે ઉપસ્થિત રહી બાળકોને ઇનામ વિતરણ તથા કેશ પ્રાઇઝ આપી સન્માનીત કરેલ હતા. ટુર્નામેન્ટમાં મુખ્ય સ્પોન્સર રોયલ અન્ફીલ્ડ રાજકોટ-મોરબીના આદિત્યરાજ જલુ, પ્રશાંતસિંહ ચૌહાણ, મીના મેરીડીયન બેન્કવેટ રાકેશ વાછાણી, બાવીસી સીરામીક, જીમ્મીભાઇ દક્ષીણી, વીકકીભાઇ શાહ, પ્રણવ પટેલ ગ્લોબલ પ્રિન્ટ મીડીયા, મનીષ પરમાર ડાયનેમીક ચેસ એકેડમી, રાજકોટ નાગરીક બેંક વિગેરેનો સહયોગ પ્રાપ્ત થયેલ હતો. જાહેર થયેલ પરિણામો મુજબ સીનીયર સીટીઝનઃ(૧) વિરેન્દ્રસિંહ ઝાલા (ર) કિશોરસિંહ જેઠવા, (૩) જયસુખ ચચા,

ઓપન કેટેગરીઃ (૧) ઉદીત કામદાર, (ર) મૌલીક રાવલ, (૩) વિજીત ડેલીવાલા, (૪) શૈલેષ રાવલ (પ) અશ્વીન ચૌહાણ

અન્ડર-૯: (૧) વત્સલ પરીખ અને યક્ષ સોલંકી કમ્બાઇન, (૩) ઉદય પટેલ, (૪) કેવલ ચીતારા, (પ) વંદન ઠકકર

અન્ડર-૧૩: (૧) અક્ષીત કાચા, (ર) ધ્રૃવીન ગોર, (૩) આયુષ પરમાર, (૪) કિરત તરવાણી, (પ) આર્યન લખવાણી

અન્ડર-૧૭: (૧) દિપ પરમાર (૨) રાહીલ બાબરીયા (૩)જીનલ યાજ્ઞીક (૪) કરણ દોશી, (પ) દિપ રાઠોડ

ચેસ એકેડમીઃ (૧) ડાયનેમીક ચેસ એકેડમી (ર) ક્રિએટીવ ચેસ એકેડમી (૩) સીટી ચેસ કલબ

ભુજ બેસ્ટ ફીમેલઃ (૧) ઋતિકા સોમૈયા (ર) યશ્વી મારવાણીયા (૩) રામ્યા પરસાણીયા વિજેતા બન્યા હતા. ટુર્નામેન્ટને સફળ બનાવવા વન્ડર ચેસ કલબના મુખ્ય આયોજક ઉપરાંત દિપકભાઇ જાની, હર્ષદભાઇ ડોડીયા, વલ્લભભાઇ પીપળીયા, અશ્વીન ચૌહાણ, સંજ્ઞા ત્રિવેદી, ટવીન્કલ, પ્રયાંક કાટકોરીયા, કૌશલ મસરાણી, મેહુલ વાગડીયા, હિતેશ તન્ના વિગેરેની જહેમત ઉઠાવી હતી. ચીફ આર્બીટર તરીકે જય ડોડીયા તેમજ સહ-આર્બીટર તરીકે પંકજભાઇ પંચોલી, અતુલભાઇ માકડીયા, મહેશભાઇ વ્યાસ વિગેરેએ સેવા પ્રદાન કરેલ. વેલકમ સ્પીચ ગૌરવ ત્રિવેદી સેક્રેટરી તથા ટુર્નામેન્ટ કન્વીનર કિશોરસિંહ જેઠવાએ આભારવિધી અને સંપૂર્ણ સંચાલન અભય કામદાર ડાયરેકટર દ્વારા કરવામાં આવેલ.(૨૩.૯)

(3:41 pm IST)
  • પોરબંદર :રાણાબોરડી ગામેથી બોગસ ડોક્ટરને ઝડપી પાડતી પોરબંદર એલસીબી: કોઈપણ પ્રકારની ડિગ્રી વગર એલોપેથીક દવાઓ સાથે કરતો હતો પ્રેક્ટીસ:બોગસ ડોક્ટર વિરુદ્ધ ગુજરાત મેડીકલ પ્રેકટીશનર એક્ટ મુજબ રાણાવાવ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયો ગુનો access_time 3:30 pm IST

  • દિલ્હી : ભાગેડુ વિજય માલ્યાને સુપ્રીમનો ઝટકો:સુપ્રીમે વિજય માલ્યાની અરજી ફગાવી: માલ્યાએ તેને ભાગેડુ જાહેર કરવાની કામગીરી પર સ્ટે મુકવાની માંગ કરી હતી :ઇડીએ માલ્યા સામે શરૂ કરી છે ભાગેડુ જાહેર કરવાની કાર્યવાહી access_time 3:18 pm IST

  • પંચમહાલ જિલ્લાનાગોધરાના ગદુકપૂર ગામમાં આવેલી બેન્ક ઓફ બરોડાની શાખામાં 3 જેટલા ઈસમોએ કર્યો ચોરીનો પ્રયાસ કર્યો હતો બેંકનો મુખ્ય દરવાજો તોડી બેંકમાં પ્રવેસી બેંકનું સેફ વોલ્ટ તોડવા જતા ઈમરજન્સી સાયરન વાગતા 3 ઈસમો ફરાર સાયરન વાગતા બેંકમાં રાખેલી રોકડ રકમની ચોરી અટકી છેબનાવને પગલે ગોધરા તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે access_time 3:56 pm IST