Gujarati News

Gujarati News

News of Friday, 7th December 2018

રાજકોટમાં જાન્યુઆરીમાં ભરવાડ સમાજના સમુહલગ્ન

ગોપાલક સમુહલગ્ન સમિતિ દ્વારા સતત ૧૮ માં વર્ષે આયોજન : અત્યાર સુધીમાં ૧૧૦૦ થી વધુ યુગલો જોડાયા : ૧ જાન્યુ.થી ફોર્મ વિતરણ

રાજકોટ તા. ૭ : સંતશ્રી નગાબાપા, શ્રી લાખાબાપાના આશીર્વાદથી ગોપાલક સમુહલગ્ન સમિતિ રાજકોટ દ્વારા સતત ૧૮ માં વર્ષે ભરવાડ સમાજના સમુહલગ્નનું આયોજન કરાયુ છે.

તા. ૨૭ જાન્યુઆરીના પોષ વદ સાતમના રવિવારે ૧૫૦ ફુટ રીંગ રોડ, રામાપીર ચોકડીથી આગળ, પારીજાત પાર્ટી પ્લોટની બાજુમાં યોજાયેલ આ સમુહલગ્નને લઇને ફોર્મ વિતરણ સહીતની તૈયારીઓ આરંભી દેવામાં આવી છે.

દિકરીની ઉંમર ૧૮ વર્ષથી ઉપર અને દિકરાની ઉંમર ૨૧ વર્ષથી ઉપર હોય તેવા યુવક યુવતીઓ જોડાઇ શકશે. આ સમિતિ દ્વારા સતત ૧૮ મા વર્ષે આયોજન થયુ હોય અત્યાર સુધીમાં ૧૧૦૦ થી વધુ યુગલો આ આયોજન તળે લગ્નગ્રંથીથી જોડાઇ ચુકયા છે.

આ વર્ષના આયોજનમાં જોડાવા માટેના ફોર્મનું વિતરણ તા. ૧ જાન્યુઆરીથી સ્વામિનારાયણ ચોક, બાલાભાઇ બોળીયા મો.૯૪૨૬૨ ૩૮૦૯૫, ચુનારાવા ખાતે વીભાભાઇ જોગરાણા મો.૯૮૭૯૪ ૭૩૭૭૩, રૈયા રોડ ખાતે રઘુભાઇ ધોળકીયા મો.૯૮૨૪૫ ૪૧૪૧૧, માધવ એન્ટરપ્રાઇઝ ખાતેથી કરાશે. સંપૂર્ણ વિગતો ભરેલા ફોર્મ આધાર પુરાવા સાથે તા.૧૩ જાન્યુઆરી સુધીમાં ભરવાડ સમાજની જગ્યા, ૧૫૦ ફુટ રીંગ રોડ, રૈયા ચોકડી, રાજકોટ ખાતે પહોંચાડવાના રહેશે.

સમગ્ર આયોજન માટે ગોપાલક સમુહલગ્ન સમિતિ રાજકોટના સર્વશ્રી દેવાભાઇ સોહલા, સગરાભાઇ મીર, લખમણભાઇ ધોળકીયા, વિભાભાઇ બોળીયા- ઢાઢીયા, દેવાભાઇ શીપાળીયા, બાલાભાઇ સભાડ, રાજુભાઇ મીર, બાબુભાઇ બોળીયા, મધાભાઇ બોળીયા, રઘુભાઇ બોળીયા, સંગ્રામભાઇ શીયાળીયા, ડાયભાઇ સાટીયા, છેલાભાઇ સોહલા, લાલાભાઇ મીર, સાર્દુળભાઇ ભુવા, ગભુભાઇ ભુવા, સેલાભાઇ સાગડીયા, મેરાભાઇ સાગડીયા, ભનાભાઇ બામ્બા, ખોડાભાઇ જોગરાણા, ડો.રણછોડભાઇ બામ્બા, વાઘાભાઇ મીર, હાજાભાઇ જોગરાણા, રઘુભાઇ બોળીયા, રણછોડભાઇ ડોડા, બાલાભાઇ શેભાત્રા, રાજુભાઇ સભાડ, ધીરૂભાઇ સભાડ, લાલાભાઇ સોહલા, ધુડાભાઇ જોગરાણા, ગેલાભાઇ સોહલા, નારણભાઇ જોગરાણા, હરીભાઇ મીર, ગભાભાઇ સોહલા, રાકેશભાઇ ડોંડા, કાનાભાઇ ચૌહાણ, લાલાભાઇ સભાડ, ભલાભાઇ ધોળકીયા, લાખાભાઇ સાટીયા, મીઠાભાઇ જોગરાણા, ભુપતભાઇ ધોળકીયા, ભનાભાઇ ડોંડા, લાલાભાઇ સાટીયા, છગનભાઇ સોહલા, ભોજાભાઇ બામ્બા, ગોબરભાઇ સભાડ, કરશનભાઇ જોગરાણા, ભોપાભાઇ જોગરાણા, રઘુભાઇ બોળીયા, લાલાભાઇ સભાડ, નારણભાઇ ભુવા, નાઝાભાઇ જોગરાણા વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે. (૧૬.૩)

(3:40 pm IST)