Gujarati News

Gujarati News

News of Friday, 7th December 2018

સગીરને તમાકુ વેચતા વધુ એક વેપારી કિશોર હરખાણી સામે ગુનો

રાજકોટ તા.૭: સગીરવયના છોકરાઓને ગુટખા-તમાકુનું સેવન કરતા અટકાવવા સરકારના જાહેરનામા અંતર્ગત પોલીસે સગીરોને તમાકુ વેચનારા કોઠારીયા રોડ રણુજા મંદિર પાસેથી આજીડમ પોલીસે વધુ એક તમાકુ વેચનારા ધંધાર્થી સામે ગુનો દાખલ કર્યો છે.

મળતી વિગત મુજબ આજીડેમ પોલીસ મથકના હેડ કોન્સ. એમ.ડી. ઝાલા તથા કુલદિપસિંહ જાડેજા સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે રણુજા મંદિર સામે કનૈયા ચોકમાં પરીધી ડીલકસ નામની પાનની દુકાનનો સંચાલક સગીરવયના કિશોરોને નશાકારક તમાકુની બનાવટની મીરાજ તમાકુની પડીકી વેચતો હોવાની બાતમી મળતા પોલીસે દુકાનના સંચાલક કિશોર હંસરાજભાઇ હરખાણી (ઉ.વ.૩૫) (રહે. જે.કે. પાર્ક શેરીનં-ર મૂળ કાળાસર ગામ. તા.જસદણ) ને પકડી લઇ જુવેનાઇલ જસ્ટીસ એકટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.

હદપાર કરાયેલો ભરત ચૌહાણ પકડાયો

 રાજકોટ, મોરબી, જામનગર અને સુરેન્દ્રનગર જિલ્લામાંથી હદપાર કરાયેલા ભરત મગનભાઇ ચૌહાણ (ઉ.વ.૪૦) (રહે. ભવાનીનગર શેરીનં.૩) ન એડિવીઝન પોલીસે રામનાથપરા મેઇન રોડ કોઠારીયા નાકા પાસેથી પકડી લીધો હતો.(૧.૧૦)

(3:38 pm IST)