Gujarati News

Gujarati News

News of Friday, 7th December 2018

ઢાંઢણીમાં વાડીમાં દવા છાંટતી વખતે ઝેરી અસર થતા રમેશભાઈ રાઠોડનું મોત

રાજકોટ, તા. ૭ :. ઢાંઢણી ગામ પાસે વાડીએ બકાલામાં દવા છાંટતી વખતે ઝેરી અસર થતા કોળી યુવાનનું મોત નિપજતા અરેરાટી વ્યાપી ગઈ છે.

મળતી વિગત મુજબ ઢાંઢણી ગામમાં રહેતા રમેશભાઈ મેરામભાઈ રાઠોડ (ઉ.વ. ૩૬) ગઈકાલે પોતાની વાડીએ શાકભાજીના પાકમાં ઝેરી દવા છાંટતા હતા ત્યારે તેને ઝેરી અસર થતા બેભાન થઈ જતા તાકીદે સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યાં તેનુ સારવાર દરમ્યાન મોત નિપજ્યુ હતુ. મૃતક રમેશભાઈને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. બનાવની જાણ થતા આજી ડેમ પોલીસ મથકના હેડ કોન્સ. પંકજભાઈ દીક્ષીત અને વિપુલભાઈ રબારીએ કાર્યવાહી કરી હતી.(૨-૫)

 

(3:38 pm IST)