Gujarati News

Gujarati News

News of Friday, 7th December 2018

આઇ.પી.મીશન સ્કૂલ પાસે સોનબેન ધંધુકીયાએ ફીનાઇલ પી લીધુ

પતિ શંકા કરતો હોઇ, તેથી કોળી મહિલાએ પગલું ભર્યું: સારવારમાં

રાજકોટ તા.૭: રામનાથપરામાં રહેતી કોળી મહિલાએ આઇ.પી.મીશન સ્કૂલ પાસે પોપટ ભગત ગરબી ચોક પાસે ફુટપાથ પર ફીનાઇલ પી જતા તને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ છે.

 

મળતી વિગત મુજબ રામનાથપરા શેરીનં.૧માં રહેતા સોનલબેન દિનેશભાઇ ધંધુકીયા (ઉ.વ.૪૦) એ ગઇકાલે આઇ.પી.મીશન સ્કૂલ પાસે પોપટ ભગત ગરબી ચોક પાસે ફુટપાથ પર ફીનાઇલ પી જતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. બનાવની જાણ થતા એ ડિવિઝન પોલીસ મકથના એ.એસ.આઇ. ડી.બી. ખેર તથા રાઇટર મોૈલિકભાઇએ તપાસ હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં સોનલબેન અને પતિ દિનેશભાઇ બંને કડીયા કામ કરે છે. પતિ અવારનવાર શંકા કરતા તેણે આ પગલું ભર્યાનું ખુલ્યંુ છે.(૧.૮)

(3:38 pm IST)