Gujarati News

Gujarati News

News of Friday, 7th December 2018

૧૫ હજારમાં વેંચેલા 'પોપટ' પાછા માંગી દિપકને શકિત ઉર્ફ ટબૂડી અને લખને છરીના ઘા ઝીંકયા

રાજકોટ તા. ૬: ચુનારાવાડ શેરી નં. ૪માં રહેતાં દિપક બચુભાઇ જાડા (ઉ.૪૨) નામના કોળી યુવાન પર નામચીન શકિત ઉર્ફ ટબૂડી અને તેના મિત્ર લખને છરીથી હુમલો કરી ઇજા કરતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ થયો છે.

દિપક લોહીલુહાણ હાલતમાં સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં થોરાળા પોલીસને જાણ કરવામાં આવી હતી. દિપક છુટક ડ્રાઇવીંગ કરે છે. તેના કહેવા મુજબ તેના ભાઇ સુરેશે અગાઉ લખન પાસેથી રૂ. ૧૫ હજારમાં રાજપીપળાના બે પહાડી પોપટ ખરીદ કર્યા હતાં. આ પોપટ આજે લખન અને શકિત પાછા માંગવા માટે સુરેશ પાસે આવ્યા હતાં અને તેની સાથે ઝઘડો શરૂ કર્યો હતો. જેમાં પોતે છોડાવવા વચ્ચે પડતાં પોતાના પર છરીથી હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાખોરો પૈકીનો શકિત અગાઉ અનેક ગંભીર ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચુકયો છે. ફરી એક વખત મિત્ર સાથે મળી ફરીથી હુમલો કર્યો છે. થોરાળા પોલીસ મથકના એએસઆઇ ગોકુળભાઇ વાસાણીએ  દિપકની ફરિયાદ નોંધવા તજવીજ કરી હતી.

(3:33 pm IST)