Gujarati News

Gujarati News

News of Friday, 7th December 2018

'સપ્ત સંગીતિ'માં રાજકોટ થશે રસતરબોળ : જાન્યુઆરીમાં કલામહોત્સવ

નવા વર્ષના પ્રથમ સપ્તાહમાં દેશના ૧૦ શ્રેષ્ઠ સ્વરકારો, સંગીતકારો અને નૃત્યકારોની પ્રતિભાઓ ખીલશે : નીઓ રાજકોટ ફાઉન્ડેશન દ્વારા સતત ત્રીજા વર્ષે આયજન : શાસ્ત્રીય સંગીત અને નૃત્ય કલાની થશે પ્રસ્તુતિ : નિઃશુલ્ક કાર્યક્રમો : રજીસ્ટ્રેશનની સુવિધા

રાજકોટ, તા. ૭ : શહેરના કલાપ્રેમી લોકોને છેલ્લા બે વર્ષથી સતત શાસ્ત્રીય સંગીત અને નૃત્યના અવિસ્મરણીય કાર્યક્રમોની ભેટ આપી, નીઓ રાજકોટ ફાઉન્ડેશને રાજકોટવાસીઓના દિલમાં એક ખાસ સ્થાન બનાવ્યું છે. સતત ત્રીજા વર્ષે લૃઝ્રઉંડદ્બ સંગીતિલૃની પરંપરાને જાળવી રાખતા, ફરી એક વખત ૨૦૧૯ ના જાન્યુઆરી માસના પ્રથમ સપ્તાહમાં દર વર્ષની માફક, તા.૦૩ જાન્યુઆરી થી તા. ૦૯ જાન્યુઆરી દરમિયાન નીઓ રાજકોટ ફાઉન્ડેશન શાસ્ત્રીય સંગીત અને નૃત્યના ક્ષેત્રમાં દેશના ખ્યાતીપ્રાપ્ત અને ટોચના કલાકારોને રાજકોટના આંગણે આમંત્રીત કરી ભવ્ય સાંસ્કૃતિક કલા મહોત્સવ ઙ્કસપ્ત સંગીતિઙ્ખ થકી રાજકોટની કલાપ્રિય જનતાને રસતરબોળ કરવા આવી રહ્યું છે.

સમાજ સેવા તથા રચનાત્મક કાર્યના પ્રકલ્પોને કંઇક અનોખી રીતે કરી છુટવાના ધ્યેયથી રચાયેલ નીઓ રાજકોટ ફાઉન્ડેશન એ વર્ષ ૨૦૧૭ જાન્યુઆરી માસ માં પ્રથમ સપ્ત સંગીતિની રજુઆત દ્વારા શહેરીજનોના દીલ જીત્યા બાદ, સતત બે વર્ષ સફળ આયોજન કરી ત્રીજા વર્ષે ફરી ૨૦૧૯ ના પ્રથમ સપ્તાહ થી રાજકોટની કલાપ્રિય જનતા ને અમુલ્ય શાસ્ત્રીય સંગીતના કલામહોત્સવની ભેટ આપવા જઈ રહ્યું છે. આ વર્ષે ફરી વિશ્વખ્યાતી પ્રાપ્ત દસ ટોચના સ્વરકારો, સંગીતકારો અને નૃત્યકારો તેમના વૃંદ સાથે તેમની અમુલ્ય કલાનો લાભ રાજકોટના શાસ્ત્રીય સંગીત પ્રિય લોકોને આપશે.

નીઓ રાજકોટ ફાઉન્ડેશન તેની વિશિષ્ટ પ્રવૃતિઓ જેવી કે, સ્વચ્છતા અભિયાન 'પ્રયાસ' અને વંચિત બાળકોના અભ્યાસને આયોજનબધ્ધ રીતે કારકિર્દી લક્ષી બનાવવાના સફળ પ્રકલ્પો થકી સમાજમાં પ્રતિષ્ઠા પામેલ છે. ગત બે વર્ષ દરમિયાન રાજકોટના કલાપ્રિય નગરજનોના શિષ્ટ અને પ્રશિષ્ટ, રસ અને રૂચિને પુષ્ટ કરવાના હેતુથી, આ સામાજીક પ્રવૃતિને વરેલી સંસ્થા દ્વારા સાત દિવસીય સંગીત અને નૃત્ય જેવી કલા આધારીત રંગા-રંગ મહોત્સવ સપ્ત-સંગીતિનું આયોજન રાજકોટના આંગણે કરવામાં આવેલ હતુ. જેમા રાજકોટના હેમુ ગઢવી ઓડિટોરિયમ ખાતે દેશના ખ્યાતિ-પ્રાપ્ત અને અગ્ર પંકિતના કલા-સાધકો દ્વારા પોતાની કલા રજુ કરવામાં આવી હતી. થોડા વર્ષો અગાઉ રાજકોટના જયોતિ સીએનસી દ્વારા શરુ થયેલ કલામહોત્સવની પરંપરા, નીઓ  રાજકોટ ફાઊન્ડેશનના સપ્ત-સંગીતિ દ્વારા જળવાઈ રહી છે અને હવે દર વર્ષે આ પરંપરા જાળવવા અયોજકોની ટીમ કટીબદ્ઘ છે.

આ સાલ પણ પોતાની પરંપરા આગળ વધારતા, નીઓ રાજકોટ ફાઉન્ડેશન દ્વારા ૦૩ જાન્યુઆરી ૨૦૧૯ થી ૦૯ જાન્યુઆરી ૨૦૧૯ દરમ્યાન રાજકોટના હેમુ ગઢવી ઓડિટોરિયમ ખાતે રંગા-રંગ મહોત્સવ સપ્ત-સંગીતિનું આયોજન કરવામા આવ્યુ છે. આ વખતના કલાકારોમાં તા. ૦૩ના દિલ્હીના શાસ્ત્રીય કંઠય સંગીતના દિગ્ગજો પં. રાજન અને સાજન મીશ્રા ની જુગલબંધી લોકોને રસતરબોળ કરશે, તા. ૦૪ ના મુંબઈના શ્રી રવી ચારી ફયુઝન બેન્ડ શ્રોતાઓને મંત્રમુગ્ધ કરશે, તા. ૦૫ ના કલાસીકલ વોકલ ના પ્રસિધ્ધ કંઠયકાર કલકતાના શ્રી અજોય ચક્રવર્તી પેશકશ કરશે, તા. ૦૬ ના મુંબઈ નીવાસી સુપ્રસિધ્ધ સંતુર વાદક પં. રાહુલ શર્મા સુર રેલાવી શાસ્ત્રીય વાદ્યસંગીત રજુ કરશે, તા. ૭ ના ભારતીય શાસ્ત્રીય કંઠય સંગીતના ડો. અશ્વિની ભીડે દેશપાંડે પોતાના સ્વરથી લોકોને અલૌકીક આનંદની અનુભૂતી કરાવશે, તા. ૮ ના બાંસુરી વાદનની જુગલબંદી  પેશ થાશે જેમા બેંગ્લોરના પં. પ્રવિન ગોડખીંડી અને ચેન્નઈના પં. શશાંક સુબ્રમણીયમ શ્રોતાઓને રસતબોળ કરશે, અને તા. ૯ ના દિલ્હીના સુ.શ્રી વિધા લાલ અને શ્રી અભિમન્યુ લાલ દ્વારા કથ્થક ડાન્સ ડયુએટ રજુ કરી નૃત્યકલાના રસીકોના મન મોહી લેશે.

નીઓ રાજકોટ ફાઉન્ડેશનનો એક ઉદેશ રાજકોટની જનતામાં શાસ્ત્રીય સંગીત અને ગાયનને વધુ પ્રચલિત કરવા ઉપરાંત રાજકોટના યુવા કલાકારો, કે જેઓ ભારતીય શાસ્ત્રીય સંગીતની કલામાં રસ દાખવે છે અને ખુબ સારા કલા-સાધકો છે, તેમને પ્રોત્સાહન આપવા ગત વર્ષની માફક આ વર્ષે પણ આયોજકો દ્વારા રાજકોટની ઉભરતી પ્રતિભાઓને દિગ્ગજો સામે પોતાની કલા પ્રસ્તુત કરવાની તક આપવાનુ પણ આયોજન છે. આજ-કાલ આધુનિક પ્રચલીત સંગીત શૈલીઓના આક્રમણ વચ્ચે પણ આપણુ શુધ્ધ ભારતીય શાસ્ત્રીય સંગીત શાસ્વત છે અને કલારસીકો તેને અનહદ પસંદ કરે છે, તે આપણા સૌ માટે ગર્વ અને ગૌરવની બાબત છે.

આ સંગીત સમારોહની ખાસીયત એ છે કે આ સમગ્ર આયોજન રાજકોટના કલાપ્રેમી પેટ્રનોની દિલાવરીને આભારી છે, જેથી દર વર્ષની માફક તમામ કાર્યક્રમો શ્રોતાઓ માટે એકદમ નિઃશુલ્ક રહેશે.  કાર્યક્રમના પાસ મેળવવા માટે શાસ્ત્રીય સંગીત રસીકોએ તેમની વિનંતી સપ્ત સંગીતિની વેબસાઈટ www.saptasangeeti.org પર સરળ રજીસ્ટ્રેશન દ્વારા કરાવવી અનિવાર્ય છે. ઓનલઈન રજીસ્ટ્રેશન તા.૦૬ ડિસેમ્બર થી શરુ કરી દેવામાં આવ્યું છે. ગત બન્ને વર્ષો દરમ્યાન હેમુ ગઢવી ઓડીટોરીયમના બન્ને હોલ ચિક્કાર મેદની થી ખીચો-ખીચ ભરાઇ જવા પામ્યા હતા, જેથી દર વર્ષની માફક આ વર્ષે પણ લોકોને વહેલા તે પહેલા ના ધોરણે બેસવાની વ્યવસ્થા કરવામાં આવશે. આ વર્ષે પાર્કીંગ માટે આયોજકો દ્વારા ખાસ હેમુ ગઢવી ઓડીટોરીયમની બાજુમાં આવેલ વિરાણી સ્કુલના ગ્રાઉન્ડમાં નિઃશુલ્ક વાહનો પાર્કીંગની વ્યવ્સ્થાનું આયોજન કરેલ છે, જેથી રોડ પર આડેધડ વાહનો પાર્કીંગ ને લીધે અવ્યવસ્થા ન સર્જાય તથા અન્ય રાહદારીઓ અને આસપાસમાં રહેતા રહીશોને પણ કોઇ તકલીફ ન સહન કરવી પડે. વાહનોને વિરાણી સ્કુલમાં નાગર બોર્ડીંગ સામેના ગેઇટ પરથી પ્રવેશ કરાવવાનો રહેશે. નીઓ રાજકોટ ફાઉન્ડેશનની અન્ય પ્રવૃતિઓ અને માહિતી માટે સંસ્થાની વેબસાઇટ www.saptasangeeti.org ની મુલાકાત અચુક લેશો.

 આ સઘળા આયોજન નો યશ જાય છે નીઓ રાજકોટ ફાઉન્ડેશનના ડિરેકટર શ્રીઓને તેમજ સ્વયં સેવકોની સમર્પીત ટીમને. જેમા સર્વે ડિરેકટર શ્રીઓ, શ્રી પરાક્રમસિંહ જાડેજા, શ્રી મુકેશભાઇ શેઠ, શ્રી અરવિંદભાઇ પટેલ, શ્રી દીપકભાઇ રીંડાણી, શ્રી વિક્રમભાઇ સંઘાણી, શ્રી હિરેનભાઇ સોઢા, અને શ્રી અતુલભાઇ કાલરિયા સેવાઓ આપે છે અને સમગ્ર સંચાલનમાં ખડે પગે યોગદાન આપે છે. આ તમામ ડિરેકટરો અને સ્વયં સેવકોની સમર્પીત ટીમ દ્વારા ગત બન્ને વર્ષો દરમિયાન બહોળી સંખ્યામાં કાર્યક્રમ માણવા આવતા કલાપ્રેમીઓની ડિજીટલ ટેકનોલોજીનો મહતમ ઉપયોગ કરી પ્રવેશ માટેની સુચારૂ વ્યવસ્થા જાળવી હતી અને આયોજનને અપ્રતિમ સફળતા અપાવી હતી. જેના માટે કાર્યક્રમ માણનાર તમામ કલારસિકોએ આયોજકો ઉપર અભિનંદન વર્ષા કરી હતી અને તમામ વ્યવસ્થાઓને ખુબ વખાણી હતી. ગત બન્ને વર્ષોના આયોજનોમાં શ્રોતાઓએ પણ વ્યવસ્થામાં પૂરતો સહકાર આપીને તમામ કાર્યક્રમોને અપ્રતિમ સફળતા અપાવી હતી. આ વર્ષે પણ આયોજકો રાજકોટવાસીઓને અવિસ્મરણીય કાર્યક્રમોની વણઝાર આપવા કટીબદ્ઘ છે. (૩૭.૧૬)

(3:33 pm IST)
  • વડોદરા :વાઘોડીયામાં દારૂની મહેફિલ માણતા નબીરાઓ ઝડપાયા :જગદીશ શાહના ફાર્મ હાઉસમાં હતી મહેફિલ :વાઘોડીયા પોલીસે મહેફિલમાં ભંગ પાડ્યો :લગ્નપ્રસંગ પૂર્વે યોજાઈ હતી દારૂની મહેફિલ :ભારતીય બનાવટની દારૂ, 4 કાર સહિત 18 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત : પોલીસે 14 નબીરાઓની કરી ધરપકડ access_time 3:24 pm IST

  • ૬ રાજયોના પેપર લીક થયાનું ખુલ્યુ : વધુ ૩થી ૪ શંકાસ્પદની અટકાયત : એટીએસની તપાસ : યશપાલ સહિત ૩ આરોપીઓને કોર્ટમાં લઈ જવાયા : પોલીસ ૧૪ દિવસના રિમાન્ડની માંગણી કરશે : મોબાઈલ કોલ ડિટેઈલની પણ તપાસ કરાશે access_time 3:27 pm IST

  • સ્મૃતિ ઇરાનીનો મજાકિયો અંદાજ : ભગવાન મને ઉઠાવી લે : મને નહી મારા વજનને : સ્મૃતિ ઇરાનીની ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં તસ્વીર શેયરઃ તસ્વીરમાં પતિ જુબીન ઇરાની પણ સામેલ : પતિ જુબિન ઇરાનીએ મજાકમાં કહ્યુ આને પણ ઉઠાવી લ્યો : પતિ જુબીન ઇરાની પોસ્ટ પર કોમેન્ટ કરી : તે કયારેય ઇચ્છતા નથી એને ઉઠાવી લે : જીંદગીના ચઢાવ ઉતાર છેઃ કોઇ મને પૂછે, એમણે આગળ લખ્યુ મારા બાળકોની મા તમે બેહતરીન છોઃ સ્મૃતિ ઇરાનીએ આભાર માન્યો access_time 12:02 am IST