Gujarati News

Gujarati News

News of Friday, 7th December 2018

મ્યુ.કોર્પોરેશનમાં સહાયક કમિશ્નરની નિમણૂંક પ્રતિનિયુકિતનાં ધોરણે કરોઃ કોંગ્રેસ

હાલમાં આ જગ્યા ભરવામાં ભ્રષ્ટાચારની ગંધઃ વશરામભાઇ સાગઠિગાનો આક્ષેપ

રાજકોટ, તા.૭: મ્યુ.કોર્પોરેશનમાં આસિટન્ટ કમિશ્નર સિહાયક કમિશનરની પ્રતિનિયુકિતનાં ધોરણે નિમાણૂંક કરવા અંગે તેમજ આ બાબતે હાલની ભરતી પ્રક્રિયામાં ભ્રષ્ચારની શંકાના આક્ષેપો સાથે વિપક્ષી નેતા વશરામ સાગઠિયાએ રાજય સરકારનાં શહેરી વિકાસ સચિવને રજૂઆત કરી છે.

આ રજૂઆતમાં તેઓએ જણાવ્યું હતું કે ''તેઓની અમારી તા.૨૮/૦૯/૨૦૧૮ના અરજીના અનુસંધાને શહેરી વિકાસ વિભાગ દ્વારા શહેરી વિકાસ વિભાગના દ્વારા સંદર્ભ-૧ ના પરત અન્વયે કમિશનર રાજકોટ મહાનગરપાલિકાને મોકલવા તથા અમોને જરૂરી વિગતો સહ જવાબ કરવા મ્યુનિસિપલ કમિશનર રાજકોટને આદેશ કરવામાં આવેલ છે. જે પત્રના અનુસંધાને સંદર્ભ-૨ની વિગતે નાયબ કમિશનરશ્રી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિગતો આપેલ છે જે વિગતો આપની સુચનાના બાદ જે ૧(એક) માસના વિલંબ બાદ આપવામાં આવે છે (પત્રની નકલ શામેલ છે) તેમજ સહાયક મ્યુનિસિપલ કમિશનરની વર્ષોથી ખાલી પડેલ આ જગ્યાઓ સરકારમાંથી ભરવા સરકારશ્રીના નોટીફીકેશન KV-૬૦/૨૦૧૮/MIS-૧૦૨૦૧૮-૬૦૫૨-P તારીખ ૧૦/૦૫/૨૦૧૮ અન્વયે પ્રતિનિયુકિતથી કાર્યદક્ષ અને અનુભવી અધિકારીઓ સહાયક મ્યુનિસિપલ કમિશનર તરીકે ફાળવવાની બદલે ભ્રસ્ટ પરીક્ષા પદ્ઘતિના અંતે ઉતીર્ણ થેયલા બિન કાર્યક્ષમ અને વિવાદાસ્પદ કાર્યશૈલી ધરાવતા અધિકારીઓ સહાયક મ્યુનિસિપલ કમિશનરની નિમણુંક આપવા અંગે રાજકોટ મહાનગરપાલિકા તા.૦૩/૧૦/૨૦૧૮ના રોજ મંજૂરી માંગવામાં આવેલ છે.

વધુમાં BCSR મુલ્કી સેવા નિયમો ૨૦૦૨ની કલમ ૫૬(૧)માં એ સ્પષ્ટ જોગવાઈ છે કે ૧૨ માસ કરતા વધુ સમય હોય તેવા સમયગાળા માટે ખાસ પગાર મંજુર કરી શકાશે નહિ અને જગ્યા સ્થગિત થેયલ ગણવામાં આવશે. અને ૫૬(૩) માં એ સ્પસ્ટ જોગવાઇ છે કે સતત ત્રણ વર્ષ કરતા વધુ સમય માટે ખાલી પડેલ હોય તો તેવી જગ્યાની બાબતમાં વધારાનું ચાર્જ એલાઉન્સ મંજુર કરી શકાશે નહી અને આવી જગ્યાઓ આપોઆપ રદ થવાને પાત્ર છે.

ઉપરોકત સમગ્ર વિગતો ધ્યાને લઇ રાજકોટ મહાનગરપાલિકા તેમજ શહેરીજનોના જાહેરહિતમાં રાજકોટ મહાનગરપાલિકામાં વર્ષોથી ખાલી પડેલ સહાયક મ્યુનિસિપલ કમિશનરની ભરતી અંગે મહાનગરપાલિકાની વહીવટી કામગીરી ઝડપી અને પ્રજાલક્ષી બને એ માટે સરકારશ્રીના ફરજ બજાવતા અનુભવી  એવા વર્ગ-૧ના પ્રાંત અધિકારી અને નાયબ કલેકટરની કેડરના અધિકારીઓને પ્રતિનિયુકિતના ધોરણે કરવામાં આવે તેવી અમારી માંગણી છે. આમ આસિસ્ટન્ટ કમિશ્નર વર્ગ-૧ની મહત્વપૂર્ણ જગ્યા હોય હાલ જે મુજબ સરકારશ્રી તરફથી પરિપત્ર થયેલ છે જે અંગે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અમલ અને કાર્યવાહી થાય તેવી અમારી સ્પષ્ટ માંગણી છે.

આપ આ ભરતી પ્રક્રિયા રદ કરી નવેસરથી ભરતીની કાર્યવાહી કરી રાજકોટની પ્રજાના જાહેર વહીવટના હિતમાં તદ્દન તટસ્થ રહીને ન્યાયોચિત કાર્યવાહી કરવા વિપક્ષ નેતાએ વિનંતી  કરી છે.

(3:32 pm IST)