Gujarati News

Gujarati News

News of Friday, 7th December 2018

રાજકોટમાં સ્વાઇન ફલુની ફીફટીઃ વધુ બે મહીલાઓના પોઝિટીવ રીપોર્ટ

મોટામવા અને રૈયારોડ વિસ્તારની મહિલાઓ સારવાર હેઠળઃ શહેરની હોસ્પીટલમાં કુલ ૧૪૮ દર્દીઓ નોંધાયાં

રાજકોટ, તા.૭: શિયાળની શરૂઆતમાં આરોગ્યતંત્ર બિમારીના ખાટલે પડયું હોય તેવી સ્થિતિ વચ્ચે રાજકોટમાં રોગચાળો કેડો મુકતો નથી.ત્યારે સ્વાઈન ફ્લુના આજે વધુ બે પોઝીટીવ કેસો સાથે માત્ર મનપાની હદમાં જ આજે ૫૦ કેસો નોંધાયા છે.જયારે શહેરની હોસ્પિટલમાં નોંધાયેલા કેસોની સંખ્યા ૧૪૮એ પહોંચી છે. મળતી વિગત મુજબ આજે રાજકોટના મોટામવા, કાલાવડ રોડ ખાતે ૪૫ વર્ષીયમહિલા અને રૈયારોડ પર ૫૩ વર્ષીય મહિલાનો સ્વાઈન ફ્લુ પોઝીટીવ રિપોર્ટ આવ્યો છે. મનપાની હદમાં આજ સુધીમાં કૂલ ૫૦ કેસો નોંધાયા તેમાં ૯ દર્દીઓના મોત નિપજયા છે.તો રાજકોટની હોસ્પિટલોમાં આજ સુધીમાં ૧૪૮ કેસોમાં ૩૮ દર્દીઓની સારવાર કારગત નહીં નિવડતા મોત નિપજયા છે. હજુ છ દર્દીઓ શહેરમાં સારવાર લઈ રહ્યા છે.

(3:32 pm IST)