Gujarati News

Gujarati News

News of Friday, 7th December 2018

વેરો બાકી રાખનારાને તંત્ર 'બદનામ' કરશે!: હોર્ડીગ્સમાં નામ લખાશે

૧ લાખથી વધુનાં બાકીદારોનું હીટલીસ્ટ LED સ્ક્રીન અને હોર્ડીંગ્સ બોર્ડ પર 'ચમકાવાશે'

રાજકોટ તા. ૭ :.. હાલમાં મ્યુ. કોર્પોરેશન દ્વારા કડક વેરા વસુલાત ઝૂંબેશ શરૂ કરાઇ છે. જેનાં અંતર્ગત હાલમાં મિલ્કત સીલ અને હરરાજી, નળ-ડ્રેનેજ કનેકશન કાપવા સહિતની  કાર્યવાહી ચાલી રહી છે. ત્યારે હવેથી રૂ. ૧ લાખથી વધુનો વેરો બાકી રાખનારાઓ બાકીદારોના નામો એલ. ઇ. ડી. સ્ક્રીન અને હોર્ડીગ્સ બોર્ડ ઉપર લખીને જાહેર જનતાને જાણ કરાશે કે આ લોકો વેરો ભરતા નથી. એટલુ જ નહીં આ બાકીદારોેન ઢોલ નગરા વગાડીને બાકીવેરો ભરવા તાકીદ કરવા નિર્ણય લેવાયો છે.

વેરા વીભાગમાં સત્તાવાર સુત્રોએ જણાવ્યા મુજબ આ અંગે સત્તાવાર સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ આ વખતે કોર્પોરેશનમાં નાણાકીય તંગી વર્તાઇ રહી હોય અત્યારથી જ તંત્ર વાહકોએ બાકી વેરાની ઉઘરાણી શરૂ કરી છે અને મીલ્કતો સીલ કરવાની ઝૂંબેશ જોરશોરથી શરૂ થઇ છે. હવે ૧૦,૦૦૦ સુધીની રકમનો વેરો બાકી રાખનાર કરદાતાઓને નોટીસો ફટકારી અને વહેલી તકે વેરો ભરી દેવા તાકીદ કરી અને નિયમ મુદતમાં વેરો નહી ભરનારા સામે જરૂર પડયે નળ કનેકશન તથા ભૂગર્ભ ગટર કનેકશન કાપી નાખવા સુધીના પગલા લેવા તજવીજ હાથ ધરાય છે.

વધુમાં સુત્રોએ જણાવ્યું હતું કે, કોર્પોરેશનની ત્રણેય ઝોનની વેરા શાખામાં ૧ લાખથી વધુ વેરો બાકીદારોનું લીસ્ટ તૈયાર કરવામાં આવી રહ્યું છે. આ બાકીદારોનો વેરો વસુલવા તંત્ર દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં આપેલ એલઇડી સ્ક્રીન તથા હોર્ડીંગ્સ બોર્ડમાં નામ પ્રસિધ્ધ કરવા કાર્યવાહી હાથ ધરી છે.

વ્યવસાય વેરાની ૧૩.૬પ કરોડની આવક

મ્યુ. કોર્પોરેશન દ્વારા શહેરના વિવિધ પ્રકારના વ્યવસાય કરતા વ્યવસાયિકો પાસેથી દર વર્ષે રૂ. પ થી લઇ અને પપ હજાર સુધીનો  વ્યવસાયિક વેરો વસુલવામાં આવે છે. જે અંતર્ગત ચાલુ નાણાકીય વર્ષ ર૦ ૧૮-૧૯ માં આજદિન સુધીમાં રૂ. ૧૩.૬પ કરોડની આવક થવા પામી છે. જે ગત વર્ષ કરતા રૂ. ૧.૧૪ કરોડ વધુ છે. કુલ રજીસ્ટ્રેશનનાં બાકી રહેલા ૧પ હજાર જેટલા બાકીદારોને વ્યવસાય વેરો ભરવા નોટીસ પાઠવામાં આવી છે.

(3:27 pm IST)