Gujarati News

Gujarati News

News of Friday, 7th December 2018

દેરડી પાસે ચાલુ બસે પાનની પીચકારી મારવા જતાં વ્હોરા યુવાન ફંગોળાયો

બસમાં કલીનર તરીકે કામ કરતાં ધારીના અસગરઅલી ભારમલને બંને પગમાં ઇજા

રાજકોટ તા. ૬: દેરડી કુંભાજી નજીક ખાનગી ટ્રાવેલ્સ બસના કલીનર ધારીના વ્હોરા યુવાન ચાલુ બસે પાનની પિચકારી મારવા જતાં પડી જતાં બંને પગમાં ઇજા થતાં સારવાર માટે રાજકોટ ખસેડાયા છે.

જાણવા મળ્યા મુજબ ધારી રહેતાં અસગરઅલી મોહસીનઅલી ભારમલ (ઉ.૩૫) નામનો યુવાન ખાનગી બસમાં કલીનર તરીકે કામ કરતો હોઇ ગઇકાલે રાજકોટથી બસ ધારી જઇ રહી હતી ત્યારે દેરડી કુંભાજી પાસે અસગરઅલી ચાલુ બસમાંથી પડી જતાં ઇજા થતાં રાજકોટ ખસેડાયો છે.

 અહિ પોલીસની પ્રાથમિક પુછતાછમાં ચાલુ બસે પાનની પીચકારી મારવા જતાં પડી ગયાની નોંધ થઇ છે. હોસ્પિટલ ચોકીના સ્ટાફે ગોંડલ તાલુકા પોલીસને જાણ કરી હતી. (૧૪.૬)

(11:48 am IST)