Gujarati News

Gujarati News

News of Friday, 7th December 2018

આરોગ્ય તંત્ર બીમારીના ખાટલે :રાજકોટમાં સ્વાઈનફ્લુએ ફિફટી ફટકારી :વધુ બે મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા

શહેરની હોસ્પિટલમાં નોંધાયેલા કેસોની સંખ્યા ૧૪૮એ પહોંચી

રાજકોટ :શિયાળની શરૂઆતમાં આરોગ્યતંત્ર બિમારીના ખાટલે પડયું હોય તેવી સ્થિતિ વચ્ચે રાજકોટમાં રોગચાળો કેડો મુકતો નથી.ત્યારે સ્વાઈન ફ્લુના આજે વધુ બે પોઝીટીવ કેસો સાથે માત્ર મનપાની હદમાં જ આજે ૫૦ કેસો નોંધાયા છે.જયારે શહેરની હોસ્પિટલમાં નોંધાયેલા કેસોની સંખ્યા ૧૪૮એ પહોંચી છે.

 મળતી વિગત મુજબ આજે રાજકોટના મોટામવા, કાલાવડ રોડ ખાતે ૪૫ વર્ષીયમહિલા અને રૈયારોડ પર ૫૩ વર્ષીય મહિલાનો સ્વાઈન ફ્લુ પોઝીટીવ રિપોર્ટ આવ્યો છે. મનપાની હદમાં આજ સુધીમાં કૂલ ૫૦ કેસો નોંધાયા તેમાં ૯ દર્દીઓના મોત નિપજ્યા છે.તો રાજકોટની હોસ્પિટલોમાં આજ સુધીમાં ૧૪૮ કેસોમાં ૩૮ દર્દીઓની સારવાર કારગત નહીં નિવડતા મોત નિપજ્યા છે. હજુ છ દર્દીઓ શહેરમાં સારવાર લઈ રહ્યા છે.

(11:00 am IST)
  • અમદાવાદ :વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વાઈબ્રન્ટ સમિટ પહેલા જાન્યુઆરીમાં ગુજરાત પ્રવાસે આવે તેવી શક્યતા :સરદાર પટેલ ઇન્સ્ટીટયુટ ઓફ રીસર્ચના ઉદ્ઘાટન પ્રસંગે આવી શકે છે ગુજરાત access_time 3:16 pm IST

  • વડોદરા :સ્કૂલ કમ્પાઉન્ડમાં સ્કૂલવાનમાં આગ :સ્કૂલવાનમાંથી વિદ્યાર્થીઓને ઉતારી લેવાયા :સદનસીબે કોઈ અનિચ્છનીય ઘટના ન બની :પાદરા ફાયરવિભાગે આગ પર કાબૂ મેળવ્યો :પાદરાની ડી.ડી. પટેલ શારદા હાઈસ્કૂલની ઘટના access_time 3:30 pm IST

  • દેશના પાંચ રાજ્યોની ધારાસભાની ચૂંટણીઓના એક્ઝિટ પોલ શરૂ : ટાઈમ્સ નાવ તથા CNX એક્ઝિટ પોલ મુજબ તેલંગાણામાં TRS સત્તા જાળવી રાખશે : MP માં ભગવો લહેરાશે : રાજસ્થાનમાં કોંગ્રેસનું શાસન આવશે :છત્તીસગઢમાં બી.જે.પી.નું શાસન જળવાઈ રહેવાની શક્યતા access_time 6:16 pm IST