Gujarati News

Gujarati News

News of Friday, 7th December 2018

ર૦મીએ કોર્પોરેશનની સામાન્ય સભા યોજી શકાય? મ્યુ. કમિશ્નરે ચૂંટણી પંચનું માર્ગદર્શન માંગ્યુ

રાજકોટ : જસદણ વિધાનસભા બેઠકની ચૂંટણીની આદર્શ આચાર સંહીતા અમલમાં છે ત્યારે જ આગામી તા. ર૦ ડિસેમ્બરે મ્યુ. કોર્પોરેશનની દ્વિ-માસીક સામાન્ય સભા યોજવી અનિવાર્ય છે આથી આ સામાન્ય સભા  યોજી શકાય કે કેમ ? ઠરાવો થઇ શકે કે કેમ? મ્યુ. કમિશ્નર બંછાનીધી પાનીએ રાજય ચૂંટણી પંચને પત્ર પાઠવી માર્ગદર્શન માંગ્યુ. (પ-ર૭)

 

(4:38 pm IST)
  • વડોદરા :સ્કૂલ કમ્પાઉન્ડમાં સ્કૂલવાનમાં આગ :સ્કૂલવાનમાંથી વિદ્યાર્થીઓને ઉતારી લેવાયા :સદનસીબે કોઈ અનિચ્છનીય ઘટના ન બની :પાદરા ફાયરવિભાગે આગ પર કાબૂ મેળવ્યો :પાદરાની ડી.ડી. પટેલ શારદા હાઈસ્કૂલની ઘટના access_time 3:30 pm IST

  • સુરત: ઉધના વિસ્તારમાં સ્ટેટ વિજિલન્સ દ્વારા દારૂની રેડનો કેસ :સુરત પોલીસ કમિશનર સતીશ શર્માએ ઉધના પીઆઇ એમપી પરમારને સસ્પેન્ડ કર્યા:સ્ટેટ વિજિલન્સ દ્વારા રેડ કરી 2 લાખ 24 હજારનો દારૂ જપ્ત કર્યો હતો access_time 12:04 am IST

  • જાતીય સતામણી કેસમાં ધરપકડ થયેલ મીકાસિંહનો સંયુક્ત આરબ અમીરાતમાં છુટકારો :17 વર્ષીય બ્રાઝીલીયન મોડલને વાંધાજનક ફોટા મોકલવાના કથિત ફરિયાદ બાદ ગાયક મીકાસિંહની ધરપકડ કરાઈ હતી :તેને બોલીવુડની ફિલ્મમાં કામ અપાવી દેવાનો પણ વાયદો કર્યો હતો :અબુધાબીના રાજદૂતના હસ્તક્ષેપ બાદ મીકાસિંહને મુક્તિ મળી ;હવે બાદમાં અદાલતમાં રજૂ થશે :મીકાસિંહની દુબઈમાં ધરપકડ કરાઈ હતી : ફરિયાદકર્તા પાસે અબુધાબીના વિઝા હોવાથી મીકાસિંહને અબુધાબી લઇ જવાયો હતો access_time 12:43 am IST