Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

કુંવરજીભાઇ તમે તમારી આંગળી કાપી નાખી છે કે,ખૂદને મત નથી આપવાના?: ઈંદ્રનીલભાઈનો સવાલ

ભાડલા ગામે આયોજિત લોકડાયરામાં રાજયગુરૂએ કુંવરજીભાઈને તેનો મેસેજ યાદ કરાવ્યો

 રાજકોટઃ તા.૬, જસદણ પેટાચૂંટણીમાં રાજકોટ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલભાઈ  રાજયગુરૂએ જસદણના વિવિધ ગામોમાં લોકડાયરાઓ યોજીને તેઓ કોઈપણ પક્ષમાં ન હોવા છતાં બાવળીયા સામે પ્રચાર કરી રહ્યા છે. ત્યારે ગતરાત્રે ભાડલા ગામે ઈન્દ્રનીલભાઈ  દ્વારા લોકડાયરાનું આયોજન કર્યું હતું. જેમાં તેમણે કુંવરજીભાઈએ પોતાના સોશિયલ મીડિયામાં લખેલા મેસેજ 'ભાજપને મત આપવાને બદલે મારી આંગળી કાપી નાંખીશ' યાદ કર્યો હતો અને તમે તમારી આંગળી કાપી નાખી છે કે, ખુદને મત નથી આપવાના? તેવો વેધક સવાલ કર્યો હતો.

 ઈન્દ્રનીલભાઈએ જણાવ્યું હતું કે, જ્ઞાતિ-જાતિ કે ખોટા વાયદામાં ભરમાયા વિના હંમેશા તમારો મત યોગ્ય ઉમેદવારને જ આપજો. બાદમાં જસદણ પેટાચૂંટણી અંગે વાત કરતા તેમણે કહ્યું હતું કે, અપક્ષમાં કોઈ યોગ્ય ઉમેદવાર હોય તેવું મને નથી લાગતું. ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારમાં કુંવરજીભાઈ  બાવળીયા ભ્રષ્ટ હોવાનો અને અવસર નાકિયા યોગ્ય ઉમેદવાર હોવાનું પણ તેમણે કહ્યું હતું.  

 ઉપરાંત બાવળીયા માત્ર મંત્રીપદ માટે ભાજપમાં જોડાયા હોવાનો આક્ષેપ કરતા તેમણે કુંવરજીભાઈની આંગળી વિશે સવાલ ઉઠાવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ કુંવરજીભાઈ અને ઈન્દ્રનીલભાઈ  વચ્ચે અણબનાવ જોવા મળ્યો હતો. (૪૦.૧૪)

(4:36 pm IST)
  • સુરત: ઉધના વિસ્તારમાં સ્ટેટ વિજિલન્સ દ્વારા દારૂની રેડનો કેસ :સુરત પોલીસ કમિશનર સતીશ શર્માએ ઉધના પીઆઇ એમપી પરમારને સસ્પેન્ડ કર્યા:સ્ટેટ વિજિલન્સ દ્વારા રેડ કરી 2 લાખ 24 હજારનો દારૂ જપ્ત કર્યો હતો access_time 12:04 am IST

  • પેરિસમાં વિરોધ પ્રદર્શનને પગલે એફિલ ટાવર પ્રવાસીઓ માટે બંધ કરાયો :છેલ્લા એક દાયકામાં સૌથી ખરાબ હિંસાના માહોલને ધ્યાને લઈને ફ્રાન્સની સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવા પોલીસની સંખ્યા 65 હજારથી વધારીને 89 હજાર કરી દેવાઈ access_time 12:45 am IST

  • પીટર મુખર્જીની જામીન અરજીનો સીબીઆઈએ કર્યો વિરોધ :તેની સામે પર્યાપ્ત પુરાવા :મુખરજીએ દાખલ કરેલી અરજીમાં પોતે ગુન્હામાં સામેલ હોવાનો ઇન્કાર કર્યો હતો :સીબીઆઈએ જામીન અરજી અંગે કહ્યું કે પીટર ,શીના બોરનું અપહરણ અને હત્યાના જધન્ય અપરાધમાં સામેલ હતા અને તેની વિરુદ્ધ આરોપ સાબિત કરવા પૂરતા પુરાવા છે access_time 1:02 am IST