Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

ગિતાંજલિ સોસાયટીનો ૨II લાખની ચોરીનો ભેદ ખુલ્યોઃ ક્રાઇમ બ્રાંચે લીલીને પકડીઃ રોકડ કબ્જે

દેવીપૂજક તસ્કરણી કચરો વીણવાના બહાને નીકળતી અને ખુલ્લા મકાનમાં ઘુસી હાથફેરો કરી લેતીઃ અગાઉ પણ બે વખત ઝડપાઇ'તીઃ કોન્સ. ઘનશ્યામસિંહ ચોૈહાણ, એએસઆઇ જયદિપસિંહ રાણા, યુવરાજસિંહ ઝાલાની બાતમી

રાજકોટ તા. ૬: કોઠારીયા રોડ પર ગીતાંજલી પાર્ક-૬માં અઠવાડીયા પહેલા ખુલ્લા મકાનમાંથી રૂ. ૨,૫૦,૦૦૦ની ચોરી થઇ હતી. આ ગુનાનો ભેદ ક્રાઇમ બ્રાંચે ઉકેલી નાંખી દેવીપૂજક તસ્કરણી લીલી ધીરૂભાઇ વાઘેલા (ઉ.૪૫-રહે. માલધારી સોસાયટી, બાપા સિતારામના ઓટા પાસે, જુના યાર્ડ નજીક)ને ઝડપી લઇ રોકડ કબ્જે લીધી છે. આ મહિલા ચોરી કરવાની ટેવ ધરાવે છે અને કચરો વિણવાના બહાને જે તે વિસ્તારમાં જઇ ખુલ્લા મકાન દેખાતા જ અંદર ઘુસી ફટાફટ ચોરી કરી ભાગી જવામાં પાવરધી છે. અગાઉ તે આવા ગુના સબબ બે વખત પકડાઇ ચુકી છે.

જાણવા મળ્યા મુજબ ગીતાંજલી પાર્ક-૬માં અઠવાડીયા પહેલા એક પટેલ પરિવારનું મકાન ખુલ્લુ હોઇ તેમાંથી કોઇ રૂ. અઢી લાખની રોકડ ચોરી ગયું હતું. આ મામલે ભકિતનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઇ હતી. આ ગુનાનો ભેદ ઉકેલવા ક્રાઇમ બ્રાંચની ટીમ પણ કામે લાગી હતી. જે દરમિયાન કોન્સ. ઘનશ્યામસિંહ ચોૈહાણ, એએસઆઇ જયદિપસિંહ રાણા અને યુવરાજસિંહ ઝાલાને ચોક્કસ બાતમી મળી હતી કે આ ચોરીમાં માલધારી સોસાયટીની લીલી સંડોવાઇ છે. બાતમી પરથી તેણીને મહિલા પોલીસને સાથે રાખી સકંજામાં લઇપુછતાછ કરવામાં આવતાં ગલ્લા તલ્લા કર્યા બાદ ચોરી કબુલી હતી અને ઘરમાં રોકડ છુપાવી રાખી હોઇ તે કાઢી આપી હતી.

પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશ્નર સિધ્ધાર્થ ખત્રી, ડીસીપી રવિકુમાર સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ જે. એચ. સરવૈયા અને પીઆઇ એચ. એમ. ગઢવીની રાહબરી હેઠળ પીએસઆઇ ડી. પી. ઉનડકટ, એએસઆઇ જયદિપસિંહ, હેડકોન્સ. ભરતભાઇ વનાણી, હિતેન્દ્રસિંહ ઝાલા, ઘનશ્યામસિંહ (ઘનુભા) ચોૈહાણ, યુવરાજસિંહ, પ્રદિપસિંહ જાડેજા, સ્નેહ ભાદરકા, મુકેશ સબાડ, મહિલા કોન્સ. મિતાલીબેન ઠાકર સહિતે આ કામગીરી કરી હતી.

લીલી કચરો વીણવાના બહાને નીકળતી હતી અને ખુલ્લા ઘરોમાં ઘુસી હાથફેરો કરી લેતી હતી. વધુ કોઇ ગુના આચર્યા છે કે કેમ? તે અંગે તપાસ થઇ રહી છે. (૧૪.૧૨)

(4:36 pm IST)
  • દેશમાં દર આઠમાંથી એક મોત વાયુ પ્રદુષણથીઃ હેલ્થ મીનીસ્ટ્રીના અભ્યાસનું તારણઃ આઉટડોર પ્રદુષણથી ૧૦ લાખથી વધુના મોત ર૦૧૭ મા વાયુ પ્રદુષણથી થયેલ મોતમાં અર્ધા થી વધારેની ઉમર ૭૦ થી ઓછી : રીસર્ચ પેપર પ્રમાણે દુનિયાની ૧૮ ટકા વસ્તી ભારતમાં: ર૬ ટકા મોત વાયુ પ્રદુષણને કારણે : દિલ્હી, ઉતરપ્રદેશ, બિહાર, હરીયાણા, વાયુ પ્રદુષણઃ આયુષ્ય ૧.૭ વર્ષ ઘટે access_time 11:47 pm IST

  • રોબર્ટ વાડ્રા વિરુદ્ધ બદલાની ભાવનાથી કામ કરી રહી છે મોદી સરકાર :વાડ્રા વિરુદ્ધ ઇડીની કાર્યવાહીથી કોંગ્રેસ ગિન્નાઈ :વિધાનસભાની ચૂંટણીમાં હાર ભાળી જવાથી હતાશ થઈને ઇડીના દરોડા પાડયા :કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે બદલો લેવા જુના હથિયારોનો સહારો લઈને લોકોનું ધ્યાન ભટકવા પ્રયાસ કર્યો :આ પ્રકારની કાયરતા અને ધમકીભરી કાર્યવાહીથી કોંગ્રેસ અને તેના લોકો ઝુકવાના નથી access_time 1:01 am IST

  • દેશના પાંચ રાજ્યોની ધારાસભાની ચૂંટણીઓના એક્ઝિટ પોલ શરૂ : ટાઈમ્સ નાવ તથા CNX એક્ઝિટ પોલ મુજબ તેલંગાણામાં TRS સત્તા જાળવી રાખશે : MP માં ભગવો લહેરાશે : રાજસ્થાનમાં કોંગ્રેસનું શાસન આવશે :છત્તીસગઢમાં બી.જે.પી.નું શાસન જળવાઈ રહેવાની શક્યતા access_time 6:16 pm IST