Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

હિન્દુ વીરોધી સરકારને તમામ મોરચે જવાબ અપાશે કલેકટર કચેરી બહાર રામધુન-હનુમાન ચાલીસા

આંતરરાષ્ટ્રીય હિન્દુ પરીષદના કાર્યાલયનો પ્રારંભ : રામમંદિરની માંગણી

આંતર રાષ્ટ્રીય હિન્દુ પરીષદના આગેવાનોએ કલેકટર કચેરી બહાર રામધુન-હનુમાન ચાલીસા બોલાવી રામમંદિર બનાવવા અંગેની માંગણી કરી હતી. (તસ્વીર સંદીપ બગથરીયા)

રાજકોટ તા. ૬ : સૌરાષ્ટ્ર પ્રાંતના આંતરરાષ્ટ્રીય હિન્દુ પરીષદના કાર્યાલયનો પ્રારંભ પ.પૂ. શ્રી૧૦૦૮ શ્રી જયરામદાસબાપુ (ખોડીયાર ધામ આશ્રમ કાગદડી) ના હસ્તે કળશ સ્થાપન કરી કરવામાં આવેલ આ તકે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરીષદના સૌરાષ્ટ્ર પ્રાંત સંગઠન મંત્રી જીતુભાઇ મહેતા, સૌરાષ્ટ્ર પ્રાંત મંત્રી જેન્તીભાઇ પટેલની સંયુકત યાદીમાં ઉમેર્યા પ્રમાણે રાજકોટ સૌરાષ્ટ્ર પ્રાંતના કાર્યાલયનો શુભ આરંભ કરી હિન્દુત્વના કાર્યને વેગવંતુ બનાવવામાં આવશે. અને આ હિન્દુ વિરોધી સરકારનું તમામ મોરચે જવાબ આપશે.

આજે શૌર્યદિન નિમિતે સૌરાષ્ટ્ર પ્રાંતના તમામ જીલ્લા કેન્દ્રો પર રાષ્ટ્રીય બજરંગદળ દ્વારા મહાઆરતી હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવ્યા હતા. અને સંસદમાં કાનુન બનાઓ અયોધ્યામાં શ્રીરામ મંદિર બનાવો અબકી બાર હિન્દુ સરકારના ધ્યેય સાથે કાર્યક્રમોનું આયોજન કરાયું હતું કલેકટર કચેરી બહાર દેખાવો કરાયા હતા.

(4:36 pm IST)
  • રાજસ્થાનમાં ૬૦ ટકા જેટલુ જોરદાર મતદાન થયુ છે access_time 4:08 pm IST

  • અમદાવાદ :વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વાઈબ્રન્ટ સમિટ પહેલા જાન્યુઆરીમાં ગુજરાત પ્રવાસે આવે તેવી શક્યતા :સરદાર પટેલ ઇન્સ્ટીટયુટ ઓફ રીસર્ચના ઉદ્ઘાટન પ્રસંગે આવી શકે છે ગુજરાત access_time 3:16 pm IST

  • સુરત: ઉધના વિસ્તારમાં સ્ટેટ વિજિલન્સ દ્વારા દારૂની રેડનો કેસ :સુરત પોલીસ કમિશનર સતીશ શર્માએ ઉધના પીઆઇ એમપી પરમારને સસ્પેન્ડ કર્યા:સ્ટેટ વિજિલન્સ દ્વારા રેડ કરી 2 લાખ 24 હજારનો દારૂ જપ્ત કર્યો હતો access_time 12:04 am IST