Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

શ્રમજીવી છાત્રો ઉચ્ચ શિક્ષણ મેળવી શકે તે માટે રાત્રી કોલેજ ચાલુ કરવા ભલામણ

રજીસ્ટ્રાર ૧૭ અને નિયામકની જગ્યા માટે ૩૮ અરજી મળી શનિવારે સેનેટઃ પ્રશ્નો ઉઠાવતા કડછા, કોરાટને કાંબલ્યા

રાજકોટ તા.૬: તા.૮ના શનિવારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સેનેટ સભા મળી રહી છે. જેમાં કોંગ્રેસના ડો. લીલાભાઇ કડછા, ડો. પ્રિયવદન કોરાટ અને ધરમ કાંબલીયાએ પ્રશ્નો....

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સતામંડળે પ્રશ્નોના ઉતર આપતા જણાવ્યંુ છે કે સોૈરાષ્ટ્ર યુનિવર્સિટીના પરીક્ષા નિયામક અને રજીસ્ટ્રારની જગ્યા માટે ભરતી કરવા અરજી મંગાવવામાં આવી હતી જેમાં રજીસ્ટ્રારની જગ્યા માટે કુલ ૧૭ અને પરીક્ષા નિયામક માટે કુલ ૩૮ જગ્યાઓ અરજીઓ આવી હતી.

રાજયમાં માત્ર દિવસ દરમિયાન કોલેજો ચલાવવામાં આવે છે, રાત્રિ કોલેજો ગુજરાતમાં ચલાવાતી નથી, જગતના વિકસિત રાષ્ટ્રો તથા મહારાષ્ટ્રમાં મુંબઇ યુનિવર્સિટી દ્વારા રાત્રિ કોલેજો ચલાવવામાં આવે છે, જેને કારણે શ્રમજીવી અને આર્થિક કારણોસર તથા પોતાના ધંધાની જવાબદારીને કારણે દિવસ દરમિયાન રેગ્યુલર અભ્યાસમાં નહીં જઇ શકતા વિદ્યાર્થી ભાઇ-બહેનો રાત્રિ કોલેજમાં જઇ અભ્યાસનો લાભ લઇ શકે છે. આવા શુભ હેતુથી રાજયમાં સ્નાતક કક્ષાની રાત્રિ કોલેજ રાજયના શિક્ષણનાં વિશાળ હિતમાં રાજયનાં જિલ્લા મથકે શરૂ કરવા રાજય સરકારને ભલામણ કરવી.

સેનેટ સભ્યશ્રી ડો. ધરમભાઇ કાંબલીયાએ સિન્ડીકેટ તથા સંબંધિત અધિકાર મંડળને ભલામણ કરવામાં આવે છે કે, યુનિવર્સિટીનાં શૈક્ષણિક કર્મચારીઓ વિધિવત ધોરણમાં નિયુકત થયેલ આસી. પ્રોફેસર, એસો. પ્રોફેસર અને પ્રોફેસરનાં સંવર્ગ માટે '૩' પ્રકારના જુદા-જુદા કોટ-પેન્ટ-ટાઇ સહિતનાં સરકારશ્રીના સનદી અધિકારીઓ માટે નિયત થયેલ હોય તે પ્રકારનો ડ્રેસકોડ / યુનિફોર્મની જોગવાઇ યુનિવર્સિટીએ અમલમાં મુકવી અને તેનો ખર્ચ યુનિવર્સિટી ફંડમાંથી ચુકવવાની જોગવાઇ કરવી.

સેનેટ સભ્યશ્રી ડો. તોસીફ પઠાણે નીચેનો પ્રસ્તાવ રજુ કરવાની નોટીસ આપી હતી.

ગુજરાત રાજય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા સપ્લીમેન્ટરી પરીક્ષા લેવાયા બાદ જે વિદ્યાર્થીઓ ઉર્તીણ થાય છ તેઓનેે સરકારી અને અનુદાનિત કોલેજમાં પ્રવેશ મેળવવામાં મુશ્કેલી પડે છે. આવા વિદ્યાર્થીઓ માટે કોલેજના કુલ ઇન્ટેકની ૧૦% બેઠકો સુપર ન્યુમરી બેઠકો તરીકે રાખવામાં આવે તેવો પ્રસ્તાવ રજૂ કરૃં છું.(૧.૨૭)

(4:35 pm IST)
  • ગીરસોમનાથ :તાલાલાના બોરવાવ ગામે પીતાની નજર સામે 8 વર્ષના પૂત્ર પર દિપડાએ કર્યો હુમલો:પિતાએ દીપડાનો પીછો કરતા ઇજાગ્રસ્ત પૂત્રને છોડી દીપડો નાસી છુટ્યો :વનવીભાગે બે પીંજરા મૂકતા હુમલાખોર દીપડો ઝડપાયો access_time 3:30 pm IST

  • પેરિસમાં વિરોધ પ્રદર્શનને પગલે એફિલ ટાવર પ્રવાસીઓ માટે બંધ કરાયો :છેલ્લા એક દાયકામાં સૌથી ખરાબ હિંસાના માહોલને ધ્યાને લઈને ફ્રાન્સની સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવા પોલીસની સંખ્યા 65 હજારથી વધારીને 89 હજાર કરી દેવાઈ access_time 12:45 am IST

  • વડોદરા :વાઘોડીયામાં દારૂની મહેફિલ માણતા નબીરાઓ ઝડપાયા :જગદીશ શાહના ફાર્મ હાઉસમાં હતી મહેફિલ :વાઘોડીયા પોલીસે મહેફિલમાં ભંગ પાડ્યો :લગ્નપ્રસંગ પૂર્વે યોજાઈ હતી દારૂની મહેફિલ :ભારતીય બનાવટની દારૂ, 4 કાર સહિત 18 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત : પોલીસે 14 નબીરાઓની કરી ધરપકડ access_time 3:24 pm IST