Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

સૌરાષ્ટ્રના સૌ પ્રથમ યુવા નાડીવૈદ્ય

ડો.પ્રશાંત ગણાત્રાના શ્રીશ્રી આયુર્વેદા વેલનેસ સેન્ટરનો ૧૦માં વર્ષમાં પ્રવેશ

આર્ટ ઓફ લિવિંગમાંથી તાલીમ લીધીઃ દર રવિવારે ગામડાઓમાં કેમ્પ

રાજકોટ,તા.૬: આર્ટ ઓફ લિવિંગ સંસ્થામાંથી તાલીમ લઈને આવેલ સૌરાષ્ટ્રના સૌપ્રથમ નાડી વૈદ્ય ડો.પ્રશાંત એચ.ગાણાત્રા દ્વારા મંગળા મેઈન રોડ ખાતે શ્રી શ્રી આયુર્વેદા વેલનેસ સેન્ટરની શરૂઆત કરવામાં આવેલ. જેનો દસમા વર્ષમાં મંગલ પ્રવેશ થવા જઈ રહ્યો છે.

આ સમયગાળા દરમિયાન નાડીવૈદ્ય ડો.પ્રશાંત એચ.ગણાત્રાએ રાજકોટના સંખ્યાબંધ લોકોનું નાડીપરીક્ષણ દ્વારા નિદાન કરી આયુર્વેદિક સારવાર કરેલ છે. તદુપરાંત સૌરાષ્ટ્ર તથા ગુજરાતના અનેક શહેરો અને ઘણા બધા ગામડાઓમાં નાડીપરીક્ષણ નિદાન કેમ્પનું આયોજન કરી સારવાર આપેલ છે.

''નાડીપરીક્ષણ'' એટલે તમારી બિમારી પાછળના મૂળ કારણ સુધી પહોંચવું: આપણે ઘણી વખત નાનીમોટી તકલીફથી પીડાતા હોય છીએ પરંતુએ તકલીફ પાછળનું મૂળ કારણ શું છે એ જાણતા હોતા નથી ત્યારે ''નાડીપરીક્ષણ'' દ્વારા તકલીફના મૂળ કારણને જાણી સારવાર કરવામાં આવે તો ચોક્કપણેએ તકલીફને કાયમ માટે શરીરમાંથી નાબૂદ કરી શકાય છે.

નાડીવૈદ્ય ડો.પ્રશાંત એચ.ગણાત્રા દ્વારા આયુર્વેદના અનેક વિષયો પર આકાશવાણી- રાજકોટ કેન્દ્ર ખાતે વાર્તાલાપ પ્રસારીત થઈ ચુકયા છે. મંગળા મેઈન રોડ પર આવેલ ''શ્રી શ્રી આયુર્વેદા વેલનેસ સેન્ટર'' ખાતે વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પનું અવારનવાર આયોજન થતું હોય છે જેમાં જરૂરિયાતમંદ લોકોનું નિદાન કરી, સારવાર આપવામાં આવેલ છે.

તસ્વીરમાં ડો.પ્રશાંત એચ.ગણાત્રા (મો.૯૮૨૪૭ ૩૨૬૩૮) સાથે તેમના પિતા શ્રી હસુભાઈ ગણાત્રા નજરે પડે છે.

(તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(4:31 pm IST)