Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

ધી સોસાયટી ફોર ધી મેન્ટલી રીટાર્ડેડ દ્વારા વિશિષ્ટ પોલીસ કર્મીઓનું સન્માન

રાજકોટ : વિશ્વ વિકલાંગ દિવસની ઉજવણીરૂપે ધી સોસાયટી ફોર ધી મેન્ટરલી રીટાર્ડેડ દ્વાા વિશેષ સેવા બજાવનાર પોલીસ કર્મચારીઓનું સન્માન કરાયુ હતુ. રાત્રીરોન દરમિયાન પીસઆરને એક દિવ્યાંગ બાળક મળી આવતા ધી સોસાયટી ઓફ ધ મેન્ટલ રીટાર્ડેડનો સંપર્ક કરેલ અને એ રીતે બાદમાં આ બાળક નવશકિત વિદ્યાલય કાલાવડ રોડ ખાતે અભ્યાસ કરી ચુકયાનું જાણવા મળ્યુ અને તેમના પરિવારનો સંપર્ક કરી હેમખેમ સોંપવામાં આવેલ. આ રીતે પોલીસ પ્રજાની મિત્ર હોવાનું વધુ એક વખત પુરવાર કરાયુ. આવા કાર્ય બદલ આ સંસ્થા દ્વારા ડી.સી.પી. રવિ મોહન સૈની, ઇસ્ટ ડીવીઝનના એસ.પી. પ્રદિપસિંહ જાડેજા, ભકિતનગર પોલીસ સ્ટેશનના પી.આઇ. વી. કે. ગઢવી, પી.એસ.આઇ. બી. બી. કોડીયાતર, પી.સી.આર વેનના ઇન્ચાર્જ હેડ કોન્સ. નરેન્દ્રસિંહ ગજુભા તેમજ કિશનભાઇ પાંભરનું સન્માન કરાયુ હતુ. પ્રાર્થનાથી કાર્યક્રમની શરૂઆત કરાયા બાદ સંસ્થાનો પરિચય પ્રમુખ વિનોદભાઇ ગોસલીયાએ રજુ કરેલ. આ તકે ડીસીપી રવિ મોહન સૈની અને ઇસ્ટ ડીવીઝનના એસીપી પ્રદીપસિંહ જાડેજાએ પ્રાસંગીક પ્રવચન કરી બાળકો ઉપર આશીર્વચનો વરસાવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન હિતેષ કાનાબારે કરેલ. કાર્યક્રમની સફળતા માટે ધી સોસાયટી ફોર ધી મેન્ટલી રીટાર્ડેડ સંસ્થાના કર્મચારીઓ અને વાલીગણે જહેમત ઉઠાવી હતી. અંતમાં આભારવિધિ વિજયભાઇ ડોલરીયાએ કરેલ. (૧૬.૪)

(4:29 pm IST)