Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

દિક્ષાર્થીઓનું અભિવાદન કરી રાષ્ટ્ર સંત નમ્રમુનિ મહારાજના આશિર્વાદ મેળવતા શિક્ષણ સમિતિના હોેદ્દેદારો

રાજકોટ : નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા રાજકોટ શહેરમાં ૯ મી તારીખે યોજાનાર ભવ્ય દિક્ષા સમારોહના ભાગરૂપે યોજાયેલા વિવિધ કાર્યક્રમ અન્વયે કરણપરા ચોક, અજરામર અપાશ્રય ખાતે દિક્ષાર્થી આરાધનાબેન તથા ઉપાસનાબેનનું ભવ્ય અભિવાદન શિક્ષણ સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું. આ તકે રાષ્ટ્ર સંત નમ્રમુનિ મહારાજના શિક્ષણ સમિતિના હોદ્દેદારોએ દર્શન કરી અભિવાદન મેળવ્યા. આ તકે કાર્યક્રમના ભગરૂપે ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનું પણ શિક્ષણ સમિતિ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શિક્ષણ સમિતિના ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર, શહેર ભાજપ મહામંત્રી તથા શિક્ષણ સમિતિ સદસ્ય સર્વશ્રી કિશોરભાઇ રાઠોડ, મુકેશભાઇ મહેતા, જગદીશભાઇ ભોજાણી, અલ્કાબેન કામદાર, કિરણબેન માકડિયા તથા મહિલા અગ્રણી જયોતિબેન મહેતા ઉપસ્થિત રહ્યાં હતા. રાષ્ટ્ર સંત નમ્રમુનિ મહારાજના શિક્ષણ સમિતિના હોદ્દેદારોએ આશિર્વાદ મેળવ્યા હતા. આમ રાષ્ટ્ર સંતશ્રીએ શિક્ષણ સમિતિના બાળકોના સર્વાંગી વિકાસના કાર્યોની સરાહના કરી હતી.(૧.૨૫)

(4:28 pm IST)
  • રાજકોટ : અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે આજે પ્રમુખ સ્વામી મહારાજનો ૯૮મો જન્મજયંતિ મહોત્સવ : ૪૦૦ જેટલા ગરીબ દર્દીઓના નિઃશુલ્ક ઓપરેશન માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા કરાઈ access_time 3:20 pm IST

  • પેરિસમાં વિરોધ પ્રદર્શનને પગલે એફિલ ટાવર પ્રવાસીઓ માટે બંધ કરાયો :છેલ્લા એક દાયકામાં સૌથી ખરાબ હિંસાના માહોલને ધ્યાને લઈને ફ્રાન્સની સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવા પોલીસની સંખ્યા 65 હજારથી વધારીને 89 હજાર કરી દેવાઈ access_time 12:45 am IST

  • શેરબજાર બંધ રહ્યુ ત્યારે ૩૬૧ પોઈન્ટનો ઉછાળો access_time 4:08 pm IST