Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

રાજકોટમાં ઇનલેન્ડ કન્ટેઇનર ડેપો માટે આકારાયેલ જમીનના ભાવ ખૂબ ઉંચાઃ ફેર વિચારણાની માંગણી

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા કલેકટરને વિસ્તૃત પત્ર દ્વારા રજૂઆત

રાજકોટ તા. ૬: ભારત સરકારના રેલ મંત્રાલય હસ્તકના CONCOR દ્વારા ગત વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર સમીટ-ર૦૧૭ દરમ્યાન ગુજરાત રાજય સાથે ICD  ની ફાળવણી બાબત (MOU)  કરાર થયેલ. સદર કરાર મુજબ રાજકોટ ખાતે ICD ની સ્થાપના અર્થે જામનગર રોડ, ખંઢેરી સ્ટેડિયમ પાસે, પરા-પિપળીયા મુકામે રૂ. ૧૦૦ કરોડનો કરાર થયેલ સદર કરાર અન્વયે રાજકોટ જીલ્લા કલેકટર દ્વારા તાજેતરમાં CONCOR ને ૧.રપ લાખ ચો.મી. જમીન ફાળવેલ છે અને તેની કિંમત પેટે રૂ. ૩૮પ કરોડ જમા કરાવવાની જાણ કરેલ છે.

આટલી મોટી રકમ સમગ્ર આયાતકારો-નિકાસકારોના હિત અને સગવડતાને ધ્યાને લેતા સમગ્ર આયોજનના મુળ હેતુને અનુરૂપ ન હોવાનું જણાતા CONCOR દ્વારા રાજકોટ જીલ્લા કલેકટરને જમીનની કિંમત અંગે ફેર વિચારણા કરવા રજુઆત કરેલ છે અને વિશેષમાં આંધ્રપ્રદેશ સરકાર દ્વારા તેમને ૬૦ વર્ષના ભાડાપટે રૂ. ૧૦૦૦ પ્રતિ એકર મુજબ જમીન ફાળવેલ છે અને આ પ્રક્રિયા મુજબ રાજકોટ ખાતે જમીન ફાળવવા ફેર વિચારણા કરવા રજુઆત કરેલ છે.

રાજકોટ જીલ્લા કલેકટર દ્વારા જણાવ્યા મુજબ જમીનની કિંમત ડિસ્ટ્રીક લેવલ પ્રાઇસીંગ કમિટી દ્વારા નકિક કરવામાં આવેલ છે અને CONCOR ની રજુઆત તેમને યોગ્ય નિર્ણય અર્થે મોકલવામાં આવશે.

રાજકોટ ચેમ્બરના ઉપપ્રમુખ પાર્થભાઇ ગણાત્રાએ જણાવ્યું છે કે વર્તમાન સમયમાં સૌરાષ્ટ્રના તમામ સ્થળોએથી મુંદ્રા -કંડલા પોર્ટ મારફત થવા પાત્ર નિકાસ માટેના જરૂરી કન્ટેઇનર રોડ મારફત મોકલવામાં આવે છે. રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા રાજય સરકારને ફિસીબીલીટી રીપોર્ટ રજુ કરેલ છે જે મુજબ દરરોજ અંદાજે ૪૦૦૦ જેટલા કન્ટેઇનરો  નિકાસ થાય છે તેમજ ૧પ૦૦ જેટલા કન્ટેઇનરોની આયાત થાય છે. રાજકોટને ફાળવવામાં આવેલ ICD ને કારણે આયાતકારો અને નિકાસકારોની ઘણી સમસ્યાઓ અને મુસીબતો હળવી બનશે. જો સરકાર દ્વારા વ્યાજબી કિંમતે જમીન ફાળવવામાં નહિં આવે તો તમામ આયાત અને નિકાસકારોએ હેન્ડલીંગ ચાર્જ પેટે ખુબ મોટી કિંમત ચુકવવી પડશે.

ICD માટે જમીનની કિંમત સબબ યોગ્ય અને વ્યાજબી ફેર-વિચારણા કરવા રાજકોટ ચેમ્બર દ્વારા કલેકટરશ્રીને રજુઆત કરવામાં આવેલ છે.

(4:22 pm IST)
  • દેશમાં દર આઠમાંથી એક મોત વાયુ પ્રદુષણથીઃ હેલ્થ મીનીસ્ટ્રીના અભ્યાસનું તારણઃ આઉટડોર પ્રદુષણથી ૧૦ લાખથી વધુના મોત ર૦૧૭ મા વાયુ પ્રદુષણથી થયેલ મોતમાં અર્ધા થી વધારેની ઉમર ૭૦ થી ઓછી : રીસર્ચ પેપર પ્રમાણે દુનિયાની ૧૮ ટકા વસ્તી ભારતમાં: ર૬ ટકા મોત વાયુ પ્રદુષણને કારણે : દિલ્હી, ઉતરપ્રદેશ, બિહાર, હરીયાણા, વાયુ પ્રદુષણઃ આયુષ્ય ૧.૭ વર્ષ ઘટે access_time 11:47 pm IST

  • દેશના પાંચ રાજ્યોની ધારાસભાની ચૂંટણીઓના એક્ઝિટ પોલ શરૂ : ટાઈમ્સ નાવ તથા CNX એક્ઝિટ પોલ મુજબ તેલંગાણામાં TRS સત્તા જાળવી રાખશે : MP માં ભગવો લહેરાશે : રાજસ્થાનમાં કોંગ્રેસનું શાસન આવશે :છત્તીસગઢમાં બી.જે.પી.નું શાસન જળવાઈ રહેવાની શક્યતા access_time 6:16 pm IST

  • સુરતની ઓલપાડ મામલતદાર કચેરીમાં ઘટના: સુરત કલેકટરનો વેચાણ પરવાનગી આપતો ખોટો હુકમ બનાવી ખોટો રાઉન્ડ વારો સિક્કો મારી જમીન પચાવી પાડવાનું કાવતરું બહાર આવ્યું :ઓલપાડના સોંસક ગામે આદિવાસીની ૭૩-એએ ની જમીન પચાવી પાડવા રચાયું કાવતરું: ઓલપાડ મામલતદારએ ઓલપાડ પોલીસ સ્ટેશન નોંધાવી ફરિયાદ: કીર્તિભાઈ પટેલ, દલશુખ નારોલા- કતારગામ - સુરત, ભરત ભાઈ નામના ત્રણ ઈસમો સામે નોંધાવી ફરિયાદ: સમગ્ર મામલે ઓલપાડ પોલીસે વધુ તપાસ હાથ ધરી. access_time 9:29 pm IST