Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

૬ વર્ષ પહેલાના આઇએનજી વૈશ્ય બેંકના ૩.૫૮ કરોડના કોૈભાંડમાં દેવાંગ ખીરા આગોતરા સાથે હાજરઃ ધરપકડ

બેંકમાં ૬૮ બોગસ ખાતા ખોલી બારોબાર રૂપિયા ચાંઉ કરી જવાના પ્રકરણમાં ૨૦૧૨માં એ-ડિવીઝન પોલીસે ગુનો નોંધ્યો'તોઃ જે તે વખતે સેલ્સ મેનેજર તરીકે ફરજ બજાવતાં દેવાંગ ખીરા તથા ડેટા એન્ટ્રી ઓપરેટર શિતલ વખારીયા તેમજ કર્મચારીઓ સંદિપ, દિવ્યેશ, ભાવીન, ધવલ, સાગર અને અજીત વિરૂધ્ધ એફ.આઇ.આર. દાખલ થઇ હતી અને કેટલાકની ધરપકડો પણ થઇ'તીઃ દેવાંગે પોલીસને કહ્યું- જ્યારે કોૈભાંડ થયું ત્યારે એક વર્ષ તે વિદેશ હતોઃ લોનની ફાઇલોમાં પોતાની સહીઓ પણ નથીઃ બીજા કર્મચારીઓએ તેના આઇડીનો ઉપયોગ કરી લીધો હતોઃ ધરપકડ બાદ જામીન મુકત

રાજકોટ તા. ૬: રામકૃષ્ણનગર મેઇન રોડ પર આવેલી આઇએનજી વૈશ્ય બેંકના સેલ્સ મેનેજર સહિત આઠ કર્મચારીઓએ બેંકમાં ૬૮ જેટલા બોગસ ખાતા ખોલાવી રૂ. ૩,૫૮,૬૦,૮૮૪ની ઉચાપત કરી કોૈભાંડ આચર્યાના બનાવમાં એ-ડિવીઝન પોલીસમાં વર્ષ ૨૦૧૨માં એક અરજીને આધાર તપાસ બાદ તે વખતના સેલ્સ મેનેજર દેવાંગ પ્રફુલભાઇ ખીરા (ઉ.૩૭-રહે. હંસરાજનગર, મેઇન રોડ, પોપટપરા નાલા) તથા બેંકના બીજા કર્મચારીઓ વિરૂધ્ધ કાવત્રુ રચી બોગસ દસ્તાવેજો ઉભા કરી ખોટી સહિઓ કરી નાણાની ઉચાપત કરવા સબબ ગુનો દાખલ થયો હતો. આ ગુનામાં દેવાંગ ખીરા આગોતરા જામીન સાથે એ-ડિવીઝન પોલીસમાં રજૂ થતાં તેની ધરપકડ કરી નિવેદન નોંધી કોર્ટના હુકમ મુજબ જામીન મુકતની કાર્યવાહી કરવામાં આવી છે.

વર્ષ ૨૦૧૦થી ૨૦૧૧ના નવેમ્બર માસ સુધીના સમયગાળામાં આઇએનજી વૈશ્ય બેંકમાં કોૈભાંડ આચરાયાનું ગુનો નોંધાયો તેના આઠેક માસ પહેલા જાહેર થયું હતું. જો કે જે તે વખતે બેંક દ્વારા કોઇ ફરિયાદ નોંધાવાઇ નહોતી. બાદમાં તા. ૨૮-૦૯-૨૦૧૨ના રોજ બેંકના બ્રાંચ મેનેજર અજીત શ્રીકિશન ગોસ્વામી (ઉ.૩૨)ની લેખિત ફરિયાદ-અરજી પરથી પોલીસે બેંકના સેલ્સ મેનેજર દેવાંગ ખીરા, ડેટા એન્ટ્રી ઓપરેટર શિતલ વખારીયા, કર્મચારીઓ સંદિપ મહેતા, દિવ્યેશ ચાવડા, ભાવીન એચ. ભટ્ટ, ધવલ ગોસીયા, સાગર બાવિસી અને અજીત મેવાડા વિરૂધ્ધ આઇપીસી ૧૨૦(બી), ૪૦૯, ૪૦૮, ૪૬૭, ૪૬૮, ૪૬૫, ૪૭૧, ૪૭૭(એ) મુજબ કાવત્રુ રચી બેંકમાં ખોટા ચોપડા બનાવી, ખોટી સહિઓ કરી તેમજ ખોટા ડોકયુમેન્ટ ઉભા કરી તેનો સાચા તરીકે ઉપયોગ કરી બેંક સાથે વિશ્વાસઘાત, છેતરપીંડી કરી રૂ. ૩,૫૮,૬૦,૮૮૪ની ઉચાપત કર્યાનો ગુનો દાખલ કર્યો હતો.

ફરિયાદમાં આરોપ મુકાયો હતો કે   જંકશન પ્લોટ હંસરાજનગરમાં મુરલીધર મકાનમાં રહેતાં દેવાંગ ખીરાની તા. ૨૫/૫/૧૦ના રોજ બેંકમાં કરન્ટ અને સેવીંગ એકાઉન્ટના માર્કેટીંગ માટે સેલ્સ મેનેજર તરીકે નિમણુંક કરવામાં આવી હતી. દેવાંગ ખીરા દ્વારા ગ્રાહકોને ખાતા કઇ રીતે ખોલવામાં આવે છે તેની માહિતી અપાતી હતી. તેની નીચે સેલ્સ એકઝીકયુટીવ દિવ્યેશ ચાડા, ધવલ, ભાવીન, સંદિપ, સાગર સહિતના  ફિલ્ડ વર્ક કરતાં હતાં. આ તમામને ગ્રાહકોના ખાતા ખોલવા માટેના ઓરિજીનલ ડોકયુમેન્ટ, ઝેરોક્ષ સહિતના દસ્તાવેજ મેળવી ફોર્મ ભરી દેવાંગને આપવાના રહેતાં હતાં. છેલ્લે તેના પર દેવાંગ ખીરા દ્વારા સીન એન્ડ વેરીફાઇની સહિ કરવામાં આવતી હતી.

દેવાંગ સહિતે આવા ખાતેદારોના દસ્તાવેજો પોતાની પાસે રાખી તેના નામે બીજા બોગસ એકાન્ટ ખોલી નાણાની ઉચાપત શરૂ કરી હતી. આ રીતે ૬૮ જેટલા બોગસ ખાત ખોલીસ કોૈભાંડ આચરાયુ  હતું. નવેમ્બર-૨૦૧૧માં શિતલ વખારીયા દ્વારા કલીયરીંગ ચેકોની એન્ટ્રી કરવામાં આવી હતી. જેમાંથી અમુક ચેકો ગુમ જણાતા મેનેજર સમર્થ બુધ્ધ દ્વારા શિતલને ફોન કરી બોલાવી હતી. તેણે એવું કહ્યું હતું કે દેવાંગના કહેવાથી ચેકો ન હોવા છતાં રકમ ઉચારી લીધી હતી. બાદમાં દેવાંગે પણ ૩૪ લાખની ઉચાપત કબુલી માફીનામુ પણ લખી આપ્યું હતું.

જો કે ત્યારપછી દેવાંગ અને શિતલ શહેર છોડી ભાગી ગયા હતાં. બીજી તરફ દેવાંગના પિતાએ પોતાના પુત્રનું અપહરણ કરી ગોંધી રખાયાની પોલીસમાં અરજી કરી હતી. જેના કારણે બેંકમાં કોૈભાંડ આચરાયાનું ખુલ્યું  હતું.

ગુનો દાખલ થયા બાદ તે વખતના પી.આઇ. એમ.એલ. રાઠોડ,  રાઇટર ગજુભાઇ દિહોરા અને અરવિંદભાઇ, અશ્વિનગીરી સહિતે તપાસ આદરી બેંકના સેલ્સ એકઝીકયુટિવ દૂધ સાગર રોડ પર ગુ.હા. બોર્ડ કવાર્ટર ૫૬માં રહેતાં ધવલ બાબુભાઇ કોશીયા (કુંભાર) (ઉ.૩૨) અને રણુજા મંદિર પાછળ શિવધામ સોસમાયટીયમાં રહેતાં દિવ્યેશ કિશોરભાઇ ચાવડા (કડીયા) (ઉ.૨૬)ની ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં આ બંનેએ કબુલ્યું હતું  કે બંને પોતાની આઇ.ડી. ધરાવતાં હોઇ જેટલા વધુ ખાતા ખુલે તેટલુ વધુ કમિશન મળતું હતું. આથી સેલ્સ મેનેજર દેવાંગ ખીરાના કહેવાથી ધવલે પાંચ એકાઉન્ટ અને દિવ્યેશે ૩૧ એકાઉન્ટ ખોલ્યા હતાં.

ગુનો નોંધાયો ત્યારથી દેવાંગ ખીરા પોલીસને મળતો નહોતો. તે આગોતરા જામીન સાથે ગઇકાલે બુધવારે ૫-૧૨-૧૮ના રોજ પોલીસ મથકમાં હાજર થતાં પી.એસ.આઇ. એ. જી. અંબાસણા, નિર્મળસિંહ, વિજયભાઇ બાલસ, હરપાલસિંહ સહિતે તેની ધરપકડની કાર્યવાહી કરી નિવેદન નોંધી આગોતરા જામીન પર મુકત કરવાની કાર્યવાહી કરી હતી. દેવાંગે પોલીસને જણાવ્યું છે કે જ્યારે કોૈભાંડ આચરાયું ત્યારે પોતે વિદેશ હતો. જે ફાઇલોમાં સહીઓ થઇ છે તે પોતાની સહીઓ નથી. પોતાની આઇડીનો બીજા કર્મચારીઓએ ઉપયોગ કરી ખાતા ખોલી નાંખ્યા હતાં. પોતે અત્યાર સુધી અમદાવાદ સહિતના અલગ-અલગ શહેરોમાં હતો.

(4:19 pm IST)
  • વડોદરા :વાઘોડીયામાં દારૂની મહેફિલ માણતા નબીરાઓ ઝડપાયા :જગદીશ શાહના ફાર્મ હાઉસમાં હતી મહેફિલ :વાઘોડીયા પોલીસે મહેફિલમાં ભંગ પાડ્યો :લગ્નપ્રસંગ પૂર્વે યોજાઈ હતી દારૂની મહેફિલ :ભારતીય બનાવટની દારૂ, 4 કાર સહિત 18 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત : પોલીસે 14 નબીરાઓની કરી ધરપકડ access_time 3:24 pm IST

  • ગીરસોમનાથ :તાલાલાના બોરવાવ ગામે પીતાની નજર સામે 8 વર્ષના પૂત્ર પર દિપડાએ કર્યો હુમલો:પિતાએ દીપડાનો પીછો કરતા ઇજાગ્રસ્ત પૂત્રને છોડી દીપડો નાસી છુટ્યો :વનવીભાગે બે પીંજરા મૂકતા હુમલાખોર દીપડો ઝડપાયો access_time 3:30 pm IST

  • સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસનો ૨૧મી ડિસેમ્બરે સ્પેશિયલ CBI કોર્ટમાં સંભળાવાશે ચુકાદો access_time 3:50 pm IST