Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

મવડી પ્લોટના ગીતાનગરમાં કિરણદેવીને બેટથી ફટકારાઇ

ઘુટુ બિહારી અને તેનો દિકરો રોહિત ગાળો બોલતાં હોઇ ના પાડતાં હુમલો

રાજકોટ તા. ૬: મવડી પ્લોટમાં પટેલ કન્યા છાત્રાલય પાછળ ગીતાનગર-૨માં રહેતી બિહારની કિરણદેવી લાલબાબુ રાવ (ઉ.૩૦)ને પડોશી ઘુટુ બિહારી અને તનેા પુત્ર રોહિતે બેટથી માર મારતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ થઇ છે.

કિરણદેવીનો પતિ કારખાનામાં કામ કરે છે. તેણીના કહેવા મુજબ પતિ બહાર હોઇ પોતે ઘરે એકલી હતી. બાજુમાં રહેતો ઘુટુ અને તેનો પુત્ર ગાળાગાળી કરતાં હોઇ  તેને ઘરથી દૂર જવાનું કહેતાં ઝઘડો કરી બેટથી હુમલો કર્યો હતો. માલવીયાનગર પોલીસે ફરિયાદની તજવીજ કરી હતી.

(3:56 pm IST)
  • વડોદરા :વાઘોડીયામાં દારૂની મહેફિલ માણતા નબીરાઓ ઝડપાયા :જગદીશ શાહના ફાર્મ હાઉસમાં હતી મહેફિલ :વાઘોડીયા પોલીસે મહેફિલમાં ભંગ પાડ્યો :લગ્નપ્રસંગ પૂર્વે યોજાઈ હતી દારૂની મહેફિલ :ભારતીય બનાવટની દારૂ, 4 કાર સહિત 18 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત : પોલીસે 14 નબીરાઓની કરી ધરપકડ access_time 3:24 pm IST

  • સુરત :મેમો ગેમને લઈ DEO કચેરીનો નિર્દેશ જિલ્લા શિક્ષણાધિકારીએ સ્કૂલને આપ્યા નિર્દેશ :મેમો જેવી ઓનલાઈન ગેમથી વિદ્યાર્થીઓ દૂર રહે :મેમો, બ્લ્યુવહેલ જેવી ગેમો લઈ રહી છે લોકોનો જીવ access_time 3:29 pm IST

  • રાજકોટ : અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે આજે પ્રમુખ સ્વામી મહારાજનો ૯૮મો જન્મજયંતિ મહોત્સવ : ૪૦૦ જેટલા ગરીબ દર્દીઓના નિઃશુલ્ક ઓપરેશન માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા કરાઈ access_time 3:20 pm IST