Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

રાજકોટથી હડિયાણા પદયાત્રા : જયશ્રી ખંભલાવ માતાજી પદયાત્રા સંઘ દ્વારા પાંચમાં વર્ષે આયોજન

રાજકોટ, તા. ૫ : શ્રી ખંભલાવ માતાજી બ્રહ્મસમાજ કૃત્સસ ગૌત્રના કુળદેવી તેમજ બ્રહ્મસમાજના માતાજીનું મંદિર (જામનગર પેટલા હડીયાણા) સુધીમાં ખંભલાવ પરિવાર દ્વારા સતત પાંચમા વર્ષે પદયાત્રાનું સફળતાપૂર્વક આયોજન કરેલ હતું. માધાપર ચોકડીથી ગત શનિવારે સવારે ૬ વાગ્યે આરતી કરી પદયાત્રા શરૂ કરેલ. જે ડીજે સાથે માનો રથ ગાડીના કાફલા તેમજ રસ્તામાં સુંદર ઉતારા રહેવા જમવા ચા - પાણીની વ્યવસ્થા પ્રમુખ એન. પી. રાવલ, જતીનભાઈ રાવલ, ભાવેશભાઈ, વિપુલભાઈ રાવલ, આશુતોષભાઈ, ભટ્ટદાદા તથા સમગ્રમાં ખંભલાવ પરીવાર ગ્રુપ દ્વારા કરવામાં આવેલ.

આ પ્રસંગે માધાપર અગ્રણી પંકજભાઈ પ્રદિપભાઈ રાવલ (પ્રમુખ સૌરાષ્ટ્ર - કચ્છ બ્રહ્મસમાજ રાજકોટ) પદયાત્રામાં માધાપરથી હડીયાણા સુધી જોડાયા હતા.

સેન્ટ્રલ લો કમિશન બોર્ડના મેમ્બર તથા જાણીતા ધારાશાસ્ત્રી અને બ્રહ્મસમાજના વડીલ શ્રી અભયભાઈ ભારદ્વાજ, ભાજપ અગ્રણીઓ સાથે તેમજ મયુરભાઈ રાવલ (મો.૯૮૨૫૪ ૨૪૪૨૭) સાથે પંકજભાઈની ખાસ મુલાકાત લીધેલ તમામ પદયાત્રીને ઉત્સાહ વધારવા ઉપસ્થિત રહેલ.  માં ખંભલાવ પરિવારના આયોજકો હડિયાણા મંદિરે પહોંચી ભાઈ - બહેનોએ માતાજીની મહાઆરતી કરી આર્શીવાદ લીધેલ.(૩૭.૫)

(12:21 pm IST)
  • વડોદરા :વાઘોડીયામાં દારૂની મહેફિલ માણતા નબીરાઓ ઝડપાયા :જગદીશ શાહના ફાર્મ હાઉસમાં હતી મહેફિલ :વાઘોડીયા પોલીસે મહેફિલમાં ભંગ પાડ્યો :લગ્નપ્રસંગ પૂર્વે યોજાઈ હતી દારૂની મહેફિલ :ભારતીય બનાવટની દારૂ, 4 કાર સહિત 18 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત : પોલીસે 14 નબીરાઓની કરી ધરપકડ access_time 3:24 pm IST

  • દેશના પાંચ રાજ્યોની ધારાસભાની ચૂંટણીઓના એક્ઝિટ પોલ શરૂ : ટાઈમ્સ નાવ તથા CNX એક્ઝિટ પોલ મુજબ તેલંગાણામાં TRS સત્તા જાળવી રાખશે : MP માં ભગવો લહેરાશે : રાજસ્થાનમાં કોંગ્રેસનું શાસન આવશે :છત્તીસગઢમાં બી.જે.પી.નું શાસન જળવાઈ રહેવાની શક્યતા access_time 6:16 pm IST

  • ૬ રાજયોના પેપર લીક થયાનું ખુલ્યુ : વધુ ૩થી ૪ શંકાસ્પદની અટકાયત : એટીએસની તપાસ : યશપાલ સહિત ૩ આરોપીઓને કોર્ટમાં લઈ જવાયા : પોલીસ ૧૪ દિવસના રિમાન્ડની માંગણી કરશે : મોબાઈલ કોલ ડિટેઈલની પણ તપાસ કરાશે access_time 3:27 pm IST