Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

આંખમિચામણા?

દબાણ હટાવ શાખા દ્વારા છેલ્લા ૬ દિ'માં માત્ર બે જ બેનર ઉતાર્યા !!

શનિવારી બજાર સહિતના વિસ્તારમાંથી ૫૯ રેકડી - કેબીન - અન્ય ચીજવસ્તુઓના દબાણ હટાવવા : ૬૧૩ કિલો શાકભાજી, ફળ, ઘાસચારો જપ્ત : ૧.૫૪ લાખનો દંડ

રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા છેલ્લા ૬ દિ'માં જુદી જુદી જગ્યાએ જાહેર માર્ગો પર દબાણ રૂપ એવા ૫૯ રેંકડી-કેબીન, ૬૧૩ કિલો શાકભાજી-ફળો, ઘાસચારો, ફૂલ, અન્ય પરચુરણ ચીજ વસ્તુઓ વગેરે જપ્ત કરી રૂ. ૧.૫૪ લાખનો વહીવટી ચાર્જે વસુલાતની કામગીરી કરવામાં આવેલ છે. મંડપ-બેનર-છાજલી કમાનનું ભાડું તથા જુદા જુદા હોકર્સ ઝોનમાંથી પણ જપ્ત કરવાની કામગીરી કરાવામાં આવી હતી. તેમજ ચુનારાવાડ વિસ્તારમાંથી બે જ બેનરના દબાણ હટાવાયા.

આ અંગે કોર્પોરેશનની સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ દબાણ હટાવ શાખા દ્વારા શહેરના રસ્તા પર નડતર ૩૮ રેંકડી-કેબીનો છોટુનગર, જંકશન રોડ, કોઠારીયા રોડ, જામનગર રોડ, ભીમનગર શનિવારી બજાર, રામાપીર ચોકડી થી રેયાધાર રોડ, પુષ્કરધામ રોડ, હોસ્પિટલ ચોક, કાલાવડ રોડ, ગાંધીગ્રામ વિગેરે જગ્યાએથી જપ્ત કરવામાં આવી હતી, અલગ અલગ ૨૧ અન્ય ચીજ વસ્તુઓ વિરાણી સ્કૂલ, રેસકોર્ષ ગ્રાઉન્ડ, હોસ્પિટલ ચોક, પારેવડી ચોક, જયુબેલી વિગેરે પરથી જપ્ત કરવામાં આવેલ હતી. ૫૮૩ કી.ગ્રા. શાકભાજી-ફળો કે જે ઉપયોગમાં લઇ શકાય તેમ ન હતા તેને ધરાર માર્કેટ, રેલ્વે સ્ટેશન રોડ, જયુબેલી, શનિવારી બજાર, પુષ્કરધામ, રામાપીર ચોકડી, વિગેરે જગ્યા પરથી જપ્ત કરવામાં આવ્યા હતા, ૩૦ કી.ગ્રા. ધાસચારો પારેવડી ચોક પરથી જપ્ત કરવામાં આવેલ હતો. અન્ય ૧,૫૪,૯૬૦ વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો, જે ભુપેન્દ્ર રોડ, આશાપુરા મેઈન રોડ, સંતકબીર રોડ, જય જવાન જય કિશાન ચોક, ચંદ્રેશનગર મેઈન રોડ, એસ્ટ્રોન નાલા પાસે, ૧૫૦ ફૂટ રીંગ રોડ, કોઠારીયા રોડ, ઢેબર રોડ, જામટાવર રોડ, યુનિ.રોડ, હરિહર ચોક, બી.આર.ટી.એસ રૂટ, બાપુનગર ચોક, જયુબેલી, ફૂલછાબ ચોક, રેસકોર્સ ગ્રાઉન્ડ, સદર બજાર, શ્રધ્ધા પાર્ક, બાબરીયા મેઈન રોડ, કરણસિંહજી  રોડ, જામનગર રોડ, જયુબેલી બજાર, જામનગર રોડ, બાપાસીતારામ ચોક, ૮૦ ફૂટ રોડ, કોઠારીયા રોડ, યાજ્ઞિક રોડ, નાના મોવા, એરપોર્ટ રોડ, પેલેસ રોડ, લોટરી બજાર પરથી વસુલ કરવામાં આવેલ હતો. તેમજ રૂ. ૫૦૦૦ મંડપ અને છાજલીનો ચાર્જ કોઠારીયા મેઈન રોડ  પરથી વસુલ કરવામાં આવ્યો હતો. શહેરમાંથી નડતરરૂપ ૨ બેનરો જપ્ત કરવામાં આવ્યા હતા, જે ભાવનગર રોડ,ચુનારાવાડ રોડ પરથી જપ્ત કરવામાં આવેલ હતા. શહેરના અલગ અલગ ૨૦ હોકર્સ ઝોન મોરબી રોડ, માસુમ વિદ્યાલય, આજીડેમ ચોકડી હો.ઝોન, માંડા ડુંગર હો.ઝોન, કોઠારીયા રોડ હો.ઝોન, મોરબી જકાતનાકા હો.ઝોન, ગોવિન્દબાગ શાક માર્કેટ, પેડક રોડ, ચુનારાવાડ રોડ, દેવપરા શાક માર્કેટ, શ્રધ્ધા હો.ઝોન, ગ્રીનલેન્ડ ચોકડી હો.ઝોન,માંથી જપ્ત કરવાની કામગીરી કરવામાં આવી હતી.

(4:07 pm IST)
  • દેશમાં દર આઠમાંથી એક મોત વાયુ પ્રદુષણથીઃ હેલ્થ મીનીસ્ટ્રીના અભ્યાસનું તારણઃ આઉટડોર પ્રદુષણથી ૧૦ લાખથી વધુના મોત ર૦૧૭ મા વાયુ પ્રદુષણથી થયેલ મોતમાં અર્ધા થી વધારેની ઉમર ૭૦ થી ઓછી : રીસર્ચ પેપર પ્રમાણે દુનિયાની ૧૮ ટકા વસ્તી ભારતમાં: ર૬ ટકા મોત વાયુ પ્રદુષણને કારણે : દિલ્હી, ઉતરપ્રદેશ, બિહાર, હરીયાણા, વાયુ પ્રદુષણઃ આયુષ્ય ૧.૭ વર્ષ ઘટે access_time 11:47 pm IST

  • રોબર્ટ વાડ્રા વિરુદ્ધ બદલાની ભાવનાથી કામ કરી રહી છે મોદી સરકાર :વાડ્રા વિરુદ્ધ ઇડીની કાર્યવાહીથી કોંગ્રેસ ગિન્નાઈ :વિધાનસભાની ચૂંટણીમાં હાર ભાળી જવાથી હતાશ થઈને ઇડીના દરોડા પાડયા :કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે બદલો લેવા જુના હથિયારોનો સહારો લઈને લોકોનું ધ્યાન ભટકવા પ્રયાસ કર્યો :આ પ્રકારની કાયરતા અને ધમકીભરી કાર્યવાહીથી કોંગ્રેસ અને તેના લોકો ઝુકવાના નથી access_time 1:01 am IST

  • જાતીય સતામણી કેસમાં ધરપકડ થયેલ મીકાસિંહનો સંયુક્ત આરબ અમીરાતમાં છુટકારો :17 વર્ષીય બ્રાઝીલીયન મોડલને વાંધાજનક ફોટા મોકલવાના કથિત ફરિયાદ બાદ ગાયક મીકાસિંહની ધરપકડ કરાઈ હતી :તેને બોલીવુડની ફિલ્મમાં કામ અપાવી દેવાનો પણ વાયદો કર્યો હતો :અબુધાબીના રાજદૂતના હસ્તક્ષેપ બાદ મીકાસિંહને મુક્તિ મળી ;હવે બાદમાં અદાલતમાં રજૂ થશે :મીકાસિંહની દુબઈમાં ધરપકડ કરાઈ હતી : ફરિયાદકર્તા પાસે અબુધાબીના વિઝા હોવાથી મીકાસિંહને અબુધાબી લઇ જવાયો હતો access_time 12:43 am IST